Thursday, May 2, 2024
More
    હોમપેજદુનિયાહવેથી ફ્રાન્સનાં શિક્ષણ સંસ્થાનોમાં યુનિફોર્મ સિવાય કાંઈ પહેરવું તે ધર્મનિરપેક્ષતાનું ઉલ્લંઘન: ફ્રેન્ચ...

    હવેથી ફ્રાન્સનાં શિક્ષણ સંસ્થાનોમાં યુનિફોર્મ સિવાય કાંઈ પહેરવું તે ધર્મનિરપેક્ષતાનું ઉલ્લંઘન: ફ્રેન્ચ સરકારે હિજાબ, નકાબ પછી અબાયા પર પણ પ્રતિબંધ લાદ્યો

    નોંધનીય છે કે, અબાયા એ મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતો પોશાક છે. સામાન્ય રીતે તે ઢીલું અને કાળા રંગનું હોય છે. પરંતુ તે કાલા રંગ સિવાય પણ ઉપલબ્ધ હોય છે. તેને સામાન્ય કપડાં પર જ પહેરવામાં આવતા હોય છે. તેનાથી મહિલાઓના ખભાથી પગ સુધીનું શરીર ઢંકાયેલું રહે છે.

    - Advertisement -

    ફ્રાન્સ સરકારે શાળાઓમાં મુસ્લિમ છોકરીઓના અબાયા પહેરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે . આ અંગે શિક્ષણમંત્રી ગ્રેબિયલ અટ્ટલે રવિવારે (27 ઓગસ્ટ, 2023) જણાવ્યું હતું કે, કોઈપણ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓને જોતાં તેના ધર્મની ઓળખ ન થવી જોઈએ. તેમના જણાવ્યા મુજબ અબાયા પહેરવું તે ફ્રાન્સના ધર્મનિરપેક્ષ કાયદાનું ઉલ્લંઘન છે. ફ્રાન્સની સ્કૂલોમાં પહેલેથી જ હેડસ્કાર્ફ અને નકાબ પહેરવા પર પ્રતિબંધ છે.

    ફ્રાન્સના શિક્ષણમંત્રી ગ્રેબિયલ અટ્ટલનું ટીવી ચેનલ TF1માં એક ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે,

    “મેં નિર્ણય કર્યો છે કે, હવેથી શાળાઓમાં અબાયા નહીં પહેરી શકાય.
    જયારે તમે કોઈ ક્લાસરૂમમાં જાઓ ત્યારે વિદ્યાર્થીઓને
    જોવા માત્રથી તેમના ધર્મની ઓળખ ન થવી જોઈએ.”

    ફ્રાન્સના શિક્ષણમંત્રી અટ્ટલે કહ્યું હતું કે, શાળામાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓ દ્વારા પહેરવામાં આવતા અબાયા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. 4 સપ્ટેમ્બરથી દેશભરના વર્ગખંડો શરૂ થવાના છે. તે પહેલાં જ નિયમ બનાવી શાળા પ્રમુખોને આ અંગે જાણકારી આપવામાં આવશે. અટ્ટલે અબાયાને ધાર્મિક પહેરવેશ હોવાનું જણાવ્યું હતું. તેથી તે પહેરવાથી ફ્રાન્સના ધર્મનિરપેક્ષ કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનું તેમણે જણાવ્યું હતું.

    - Advertisement -

    શાળામાં મોટા ક્રોસ, યહૂદી કિપ્પા વગેરે પહેરવા પર પણ પ્રતિબંધ

    નોંધનીય છે કે, આ પહેલા ફ્રાન્સ સરકારે શાળાના ‘યુનિફોર્મ’ બાબતે એક કાયદો ઘડ્યો હતો. આ કાયદા અંતર્ગત શાળાઓમાં એવું કોઈપણ પ્રતીક અથવા કપડાં પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેનાથી તે વિદ્યાર્થીને જોતાં જ તેના ધર્મની ઓળખ થઈ શકે. સરળ શબ્દોમાં કહીએ તો મોટા ક્રોસ, યહૂદી કિપ્પા અથવા ઇસ્લામિક હેડસ્કાર્ફ પહેરવા પર રોક લગાવવામાં આવી હતી.

    વર્ષ 2010થી ફ્રાન્સમાં જાહેરસ્થળો પર ચહેરા પરનો નકાબ પહેરવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યાર પછી પણ મુસ્લિમ વિદ્યાર્થીનીઓ અબાયા પહેરીને શાળાઓમાં પ્રવેશ કરતી હતી. તેથી સરકારે આ અંગે પગલાં લઈ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

    શું છે અબાયા?

    નોંધનીય છે કે, અબાયા એ મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતો પોશાક છે. સામાન્ય રીતે તે ઢીલું અને કાળા રંગનું હોય છે. પરંતુ તે કાલા રંગ સિવાય પણ ઉપલબ્ધ હોય છે. તેને સામાન્ય કપડાં પર જ પહેરવામાં આવતા હોય છે. તેનાથી મહિલાઓના ખભાથી પગ સુધીનું શરીર ઢંકાયેલું રહે છે.

    મુસ્લિમ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતું અબાયા (ફોટો: The Independent)

    અબાયા પહેર્યા બાદ ફક્ત તેના હાથ-પગની આંગળીઓ અને તેનું માથું જ દેખાય છે. જયારે મોટાભાગની મહિલાઓ તેના વાળ ઢાંકવા માટે સ્કાર્ફનો પણ ઉપયોગ કરે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં