Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ, 4ના મોત: કેન્ટોનમેન્ટ વિસ્તાર સીલ, સર્ચ...

    પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ, 4ના મોત: કેન્ટોનમેન્ટ વિસ્તાર સીલ, સર્ચ ઓપરેશન ચાલુ

    ફાયરિંગની ઘટના સવારે 4.35 કલાકે બની હતી. ક્વિક રિએક્શન ટીમોને એલર્ટ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફાયરિંગની ઘટના મિલિટરી સ્ટેશનથી આર્ટિલરી યુનિટમાં બની છે. સૈનિકોના પરિવારો પણ આ વિસ્તારમાં રહે છે.

    - Advertisement -

    પંજાબમાં એક મિલિટરી સ્ટેશનની અંદર ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. આ ઘટનામાં ચારના મોત થયા છે. ભટિંડા મિલિટરી સ્ટેશન પર ફાયરિંગ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સમગ્ર કેન્ટોનમેન્ટ વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

    ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર ફાયરિંગની ઘટના સવારે 4.35 વાગ્યે બની હતી. ક્વિક રિએક્શન ટીમોને એલર્ટ કરવામાં આવી છે. ભટિંડાના એસએસપી જીએસ ખુરાનાને ટાંકીને એનડીટીવીએ કહ્યું છે કે આ આતંકવાદી હુમલો નથી. તેમના કહેવા પ્રમાણે, પોલીસ મિલિટરી સ્ટેશનની બહાર રાહ જોઈ રહી છે. સેનાએ તેમને અંદર જવા દીધા નથી.

    ઈન્ડિયા ટુડેએ પણ ભટિંડા એસએસપીને ટાંકીને આતંકી ઘટનાને નકારી કાઢી છે. સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ફાયરિંગની ઘટના ભટિંડા મિલિટરી સ્ટેશન ખાતેની આર્ટિલરી યુનિટમાં બની છે. સૈનિકોના પરિવારો પણ આ વિસ્તારમાં રહે છે.

    - Advertisement -

    આ ઘટના અંગે સત્તાવાર રીતે વિસ્તૃત માહિતી હજુ આવી નથી. માહિતી આવ્યા બાદ અમે આ સમાચારને અપડેટ કરીશું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં