Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમૃતપાલ સિંઘના ચાર સાથીઓને આસામ લઇ જવાયા, નજીકનો સાથી દલજીત સિંઘ પણ...

    અમૃતપાલ સિંઘના ચાર સાથીઓને આસામ લઇ જવાયા, નજીકનો સાથી દલજીત સિંઘ પણ પકડાયો: ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ લંબાવાયો

    અમૃતપાલના ચાર નજીકના સાથીઓને વાયુસેનાના વિશેષ વિમાન મારફતે આસામના દિબ્રુગઢ લઇ જવામાં આવ્યા છે. આઇજી જેલ સહિત પંજાબ પોલીસની 27 સભ્યોની ટીમ તેમની સાથે છે.

    - Advertisement -

    પંજાબ પોલીસે ખાલિસ્તાની અને ‘વારિસ પંજાબ દે’ સંગઠનના ચીફ અમૃતપાલ સિંઘ (Amritpal Singh) અને તેના સાથીઓ સામે મોટાપાયે કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલથી અમૃતપાલ ફરાર છે અને તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ, સતત તેના સાથીઓની અટકાયત-ધરપકડ કરવામાં આવી રહી છે. હવે જાણવા મળ્યું છે કે તેના 4 નજીકના સાથીઓને આસામ લઇ જવામાં આવ્યા છે. 

    અમૃતપાલના ચાર નજીકના સાથીઓને વાયુસેનાના વિશેષ વિમાન મારફતે આસામના દિબ્રુગઢ લઇ જવામાં આવ્યા છે. આઇજી જેલ સહિત પંજાબ પોલીસની 27 સભ્યોની ટીમ તેમની સાથે છે. આ તમામને દિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવશે. 

    પંજાબ પોલીસે આ કાર્યવાહીની પુષ્ટિ કરી છે. જોકે, તેમણે નામો પછીથી જાહેર કરશે તેમ જણાવ્યું હતું. 

    - Advertisement -

    અમૃતપાલ સિંઘ હજુ પણ ફરાર છે અને પંજાબ પોલીસ સતત તેની શોધખોળ કરી રહી છે. જલંધરના પોલીસ કમિશનર કે. એસ ચહલે મીડિયાને જણાવ્યું હતું કે, પોલીસે 20-25 કિલોમીટર સુધી અમૃતપાલનો પીછો કર્યો હતો, પરંતુ તે ભાગી છૂટ્યો હતો. અમે ઘણાં હથિયારો અને 2 ગાડીઓ જપ્ત કરી લીધી છે. શોધખોળ ચાલી રહી છે અને અમે જલ્દીથી તેની ધરપકડ કરી લઈશું. કાયદો-વ્યવસ્થા જાળવવામાં આવશે. 

    પંજાબ પોલીસે અમૃતપાલના નજીકના સાથી, સલાહકાર અને તેને નાણાકીય મદદ કરતા દલજીતસિંઘ કલસીને ઝડપી લેવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ANIએ એજન્સીના સૂત્રોને ટાંકીને આ જાણકારી આપી હતી. બીજી તરફ, અમૃતપાલ સિંઘના ઘરની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.  

    રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિને જોતાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી, જેની મુદત લંબાવી દેવામાં આવી છે. ગઈકાલે એક આદેશ જાહેર કરીને પંજાબ સરકારે રવિવારે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી હતી પરંતુ હવે પરિસ્થિતિને જોતાં આ મુદત સોમવારે 12 વાગ્યા સુધી લંબાવી દેવામાં આવી છે. પંજાબ સરકારે રવિવારે આ જાણકારી આપી હતી. 

    આ કાર્યવાહી શનિવારે સવારથી શરૂ કરવામાં આવી હતી. પંજાબ પોલીસે અમૃતપાલ સિંઘ સામે મોટું ઓપરેશન લૉન્ચ કરીને તેને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. એક સ્થળે તેના કાફલાને રોકવામાં આવ્યો હતો પરંતુ તે ભાગી છૂટ્યો હતો. અમૃતપાલના ઘણા સાથીઓ પકડાયા છે જ્યારે તેને શોધવા માટે કાર્યવાહી ચાલી રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં