Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મદદના નામે ફોસલાવીને ધર્માંતરણ કરાવવું અયોગ્ય’: સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, કેન્દ્ર-રાજ્યો પાસે...

    ‘મદદના નામે ફોસલાવીને ધર્માંતરણ કરાવવું અયોગ્ય’: સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી, કેન્દ્ર-રાજ્યો પાસે જવાબ માંગ્યો

    ધર્માંતરણને એક ગંભીર સમસ્યા ગણાવતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટ પણ આને ગેર-બંધારણીય ગણાવે છે. 

    - Advertisement -

    દેશમાં ગેરકાયદેસર ધર્માંતરણ ઝડપથી વધી રહ્યું છે, ઘણી વખત લોકોને મદદ કરવાના નામે તેમને ફોસલાવીને તેમનું ધર્માંતરણ કરાવી દેવામાં આવે છે. આવા જ વધી રહેલા મામલા પર આજે સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે પૈસા, ભોજન અથવા દવાની લાલચ આપીને મદદના નામે ફોસલાવીને ધર્માંતરણ કરાવવું અયોગ્ય ઠેરવ્યું છે. કોર્ટે કહ્યું કે, જે ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવા માંગે છે તેણે ચોક્કસ તેમની મદદ કરવી જોઈએ, તેમ કરવું ખૂબ જ સારી બાબત છે. પરંતુ મદદના નામે ફોસલાવીને ધર્માંતરણ કરાવવું તે ગુનાહિત પ્રવૃત્તિ ગણી શકાય.

    અહેવાલો અનુસાર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહની આગેવાની હેઠળની બે જજની બેંચ દબાણ, છેતરપિંડી અથવા લાલચ દ્વારા ધર્મ પરિવર્તન સામે કડક કાયદો બનાવવાની માંગ પર સુનાવણી કરી રહી છે. ગત સુનાવણીમાં કોર્ટે આ રીતે ધર્મ પરિવર્તનને દેશની સુરક્ષા માટે ખતરનાક ગણાવ્યું હતું. કેન્દ્રે પણ આ મામલે જણાવ્યું હતું કે 9 રાજ્યોએ તેની વિરુદ્ધ કાયદો બનાવ્યો છે, સાથે તેઓ પણ જરૂરી પગલાં લેશે.

    ધર્માંતરણને એક ગંભીર સમસ્યા ગણાવતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટ પણ આને ગેર-બંધારણીય ગણાવે છે. 

    - Advertisement -

    વકીલે મેન્ટેનેબિલિટી અંગે સવાલ કરતાં કોર્ટે કહ્યું હતું કે, “બહુ ટેક્નિકલ થવાની જરૂર નથી. આપણે અહીં સમસ્યાનો ઉકેલ શોધવા માટે ભેગા થયા છીએ. આપણે સમસ્યાના સમાધાન માટે છીએ. દાનનો હેતુ સારો હોય તો તેનું સ્વાગત હોય જ, પરંતુ તેની પાછળનો મકસદ પણ જાણવામાં આવે તે બહુ જરૂરી છે. 

    કોર્ટે કહ્યું કે, આ બહુ ગંભીર મુદ્દો છે અને આખરે તો એ આપણા બંધારણની વિરુદ્ધ છે. ભારતમાં રહેતા દરેકે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ રહેવું પડશે. જસ્ટિસ એમ. આર શાહ અને સી. ટી રવિકુમારની ખંડપીઠે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આ અંગે વિગતવાર સોગંદનામું દાખલ કરવા માટે સૂચના આપી હતી. 

    ધર્મ પરિવર્તનના મામલાઓની તપાસ માટે એક સમિતિ હોવી જોઈએ: સુપ્રીમ કોર્ટ

    ધર્માંતરણના મુદ્દે સોલિસિટર જનરલે કહ્યું, “ધર્મ પરિવર્તનના મામલાની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરવી જોઈએ, જે નક્કી કરે કે ધર્માંતરણ કરનારની મરજીથી થયું છે કે પછી લાલચ અને દબાણ હેઠળ ધર્મ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને અન્ય રાજ્યોની માહિતી એકત્ર કર્યા બાદ સોગંદનામું આપવા જણાવ્યું હતું. આજે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ મામલે થોડો વધુ સમય માંગ્યો હતો. જે બાદ કોર્ટે સોમવારે 12 ડિસેમ્બરે સુનાવણી કરવાનું કહ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં