Thursday, April 25, 2024
More
    હોમપેજવગેરે...સ્પોર્ટ્સઈન્ટરનેશનલ ક્રિકેટરને તેની આઈપીએલ ફ્રેન્ચાઇઝીના માલિકે શૂન્ય પર આઉટ થવાં બદલ લાફો...

    ઈન્ટરનેશનલ ક્રિકેટરને તેની આઈપીએલ ફ્રેન્ચાઇઝીના માલિકે શૂન્ય પર આઉટ થવાં બદલ લાફો ઝીક્યો હતો; આત્મકથામાં કર્યો ખુલાસો

    ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રોસ ટેલરે આઇપીએલની તેની જૂની ફ્રેન્ચાઇઝી અને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ વિરુદ્ધ કેટલાક ગંભીર આરોપો પોતાની આત્મકથામાં કર્યા છે.

    - Advertisement -

    ઈન્ટરનેશનલ ક્રિકેટરને આઈપીએલના માલિકે લાફા માર્યા હતા, કારણ ખાલી એટલુજ કે તે ક્રિકેટર શૂન્ય રન પર આઉટ થઇ ગયો હતો. ન્યૂઝીલેન્ડના પૂર્વ બેટ્સમેન રોસ ટેલરે આરોપ લગાવ્યો છે કે એકવાર તેને રાજસ્થાન રોયલ્સ ટીમના માલિકે તેમને થપ્પડ મારી દીધી હતી. ટેલરે કહ્યું કે આ ઘટના તેની સાથે 2011ની સીઝનમાં બની હતી. તે પછી ટેલર આ ફ્રેન્ચાઈઝી માટે ફરી ક્યારેય રમ્યો નથી.

    ટેલરે આ આરોપ એક પુસ્તક દ્વારા લગાવ્યો છે. પોતાની આત્મકથા ‘રોસ ટેલરઃ બ્લેક એન્ડ વ્હાઇટ’માં ટેલરે લખ્યું છે કે મોહાલીમાં કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં તેની ટીમનો પરાજય થયો હતો. આ પછી ફ્રેન્ચાઇઝીનો માલિક તેના પર નારાજ થઈ ગયો.

    ટેલરે પોતાના પુસ્તકમાં લખ્યું, “અમને 195 રનનો ટાર્ગેટ મળ્યો અને હું શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. આ મેચમાં અમારી ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ ટીમના માલિકે મને કહ્યું કે અમે તને ઝીરો રન પર આઉટ થવા માટે કરોડો રૂપિયા નથી આપી રહ્યા.

    - Advertisement -

    ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ બેટ્સમેને પોતાની આત્મકથામાં આગળ લખ્યું છે કે, “આ પછી તેણે મને ત્રણ-ચાર થપ્પડ મારી દીધી હતી. જો કે, આ દરમિયાન તે (ફ્રેન્ચાઇઝીનો માલિક) હસી રહ્યો હતો અને થપ્પડ બહુ તીક્ષ્ણ ન હતી. હું તેમાંથી કોઈ મુદ્દો બનાવવા માંગતો ન હતો, પરંતુ તે મારા માટે ખૂબ જ અણધારી હતી.”

    રાજસ્થાન રોયલ્સે ટેલરના આરોપો પર કોઈ ટિપ્પણી કરી નથી. નોંધનીય છે કે રોસ ટેલરે વર્ષ 2011માં રાજસ્થાન રોયલ્સ માટે એક મેચ રમી હતી. આ સિઝનમાં 12 મેચ રમીને તેણે 119ના સ્ટ્રાઈક રેટથી 181 રન બનાવ્યા હતા.

    રોસ ટેલરે IPLમાં 55 મેચ રમી છે. તેણે આ દરમિયાન કુલ 1017 રન બનાવ્યા હતા. તેના નામે 3 અર્ધસદીઓ પણ નોંધાયેલી છે. તે દિલ્હી ડેરડેવિલ્સ, પૂણે વોરિયર્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે.

    ન્યુઝીલેન્ડમાં પોતાના વિરુદ્ધ જાતિવાદનો આરોપ

    રોસ ટેલરે પોતાના પુસ્તકમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓના જાતિવાદને પણ ઉજાગર કર્યો છે. ટેલરે લખ્યું કે, “ત્યાં મને ભારતીય માનવામાં આવતો હતો અને સાથી ખેલાડીઓ મને ડ્રેસિંગ રૂમમાં વાનર કહીને બોલાવતા હતા.”

    તેણે વધુમાં ઉમેર્યું, “ક્યારેક જ્યારે હું ખરાબ શોટ્સ રમતો હતો , ત્યારે મારા પર ખૂબ જ ગંદા શબ્દોનો પ્રયોગ કરવામાં આવતો હતો. આ પ્રકારનાજ શોટ પર ટીમના બાકીના બેટ્સમેનોને આવું કંઈ પણ કહેવામાં આવ્યું ન હતું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં