Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'પ્રેશર લાગતું હોય તો IPL ના રમો': કપિલ દેવે આજના નવા ક્રિકેટરોને...

    ‘પ્રેશર લાગતું હોય તો IPL ના રમો’: કપિલ દેવે આજના નવા ક્રિકેટરોને ખરું-ખોટું સંભળાવ્યું, કહ્યું- જો પેશન હોય તો પ્રેશર શાનું?

    કેપ્ટન તરીકે 1983નો વર્લ્ડ કપ જીતનાર કપિલ દેવે આગળ કહ્યુંકે, “આ અમેરિકન શબ્દો આવી જાય ને… કે મારા પર પ્રેશર છે… મને ડિપ્રેશન છે… મને આ સમજાતું નથી. હું એક ખેડૂત છું અને અમે આનંદ માટે રમીએ છીએ અને આનંદમાં કોઈ પ્રેશર હોઈ જ નશકે. અમે કહેતા કે ભગવાન આજે વરસાદ ન પાડતા, અમારે રમવાનું છે. તેથી તે પ્લેઝર(આનંદ) છે, પ્રેશર નહિ."

    - Advertisement -

    ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવે નવા પ્લેયરોનો ઉધડો લીધો હતો, કપિલ દેવે કહ્યું હતું કે આજકાલ ખેલાડીઓ કહે છે કે તેઓ IPL રમી રહ્યા છે, તેથી તેમના પર ઘણું પ્રેશર છે. નવા પ્લેયરોના આ વાત પર જ કપિલ દેવે નવા પ્લેયરોનો ઉધડો લીધો હતો, તેમણે કહ્યું હતું કે જો ખેલાડીઓ દબાણ અનુભવે તો આઈપીએલ ન રમવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે જુસ્સો ધરાવતો ખેલાડી ક્યારેય દબાણ અનુભવતો નથી.

    ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન 63 વર્ષીય કપિલ દેવે એક ટીવી શો દરમિયાન આ વાત કહી હતી. કપિલ દેવે કહ્યું હતું કે, “આજકાલ હું ટીવી પર ઘણું સાંભળું છું કે અમે IPL રમીએ છીએ… ઘણું પ્રેશર છે. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે આવું હોય તો રમશો જ નહીં. દબાણ શું છે? જો ખેલાડીમાં જુસ્સો હોય તો કોઈ પ્રેશર ન હોવું જોઈએ. અમે મજા કરવા માટે રમીએ છીએ અને મજા કરવા માટે કોઈ દબાણ હોઈ શકે જ નહીં.”

    કેપ્ટન તરીકે 1983નો વર્લ્ડ કપ જીતનાર કપિલ દેવે આગળ કહ્યુંકે, “આ અમેરિકન શબ્દો આવી જાય ને… કે મારા પર પ્રેશર છે… મને ડિપ્રેશન છે… મને આ સમજાતું નથી. હું એક ખેડૂત છું અને અમે આનંદ માટે રમીએ છીએ અને આનંદમાં કોઈ પ્રેશર હોઈ જ નશકે. અમે કહેતા કે ભગવાન આજે વરસાદ ન પાડતા, અમારે રમવાનું છે. તેથી તે પ્લેઝર(આનંદ) છે, પ્રેશર નહિ.”

    - Advertisement -

    વિદ્યાર્થીઓનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું, “અમે ભણતા બાળકો સાથે વાત કરીએ છીએ. જ્યારે હું એક શાળામાં ગયો ત્યારે ધોરણ 10-11ના બાળકોએ કહ્યું કે ખૂબ પ્રેશર છે. મેં કહ્યું સારું! તમારા પર પણ પ્રેશર છે? તમે એસી સ્કૂલમાં ભણો છો, મા-બાપ ફી ભરે છે, શિક્ષક તમને હાથ નથી લગાવી શકતા અને તમારા પર દબાણ છે! અમને પૂછો કે અમારા સમયમાં શું પ્રેશર હતું. શિક્ષક પહેલા થપ્પડ મારતા હતા, પછી પૂછતા હતા કે તમે ક્યાં છો. હું તેમને કહું છું કે તેને પ્લેઝરમાં બદલો, આનંદમાં બદલો. કોઈ દબાણ ન હોવું જોઈએ.”

    કપિલ દેવનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ કહ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાં રમવું તેમના માટે મુશ્કેલ બની રહ્યું છે. ગયા મહિને શાર્લોટ ડીન રનઆઉટ થયા બાદ ભારતે મેચ જીતી લીધી હતી, પરંતુ રન આઉટથી વિવાદ ઉભો થયો હતો. ત્યારે કપિલે કહ્યું હતું કે, “આવી સ્થિતિમાં મને લાગે છે કે દરેક વખતે ઉગ્ર દલીલને બદલે સામાન્ય નિયમ હોવો જોઈએ. બેટ્સમેનોને તેમના રનથી વંચિત રાખ્યા. તેને શોર્ટ રન ગણવો જોઈએ.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં