Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસચિન તેંદુલકરના સાથી વિનોદ કાંબલી આર્થિક ભીંસમાં, નાણાકીય કટોકટી દૂર કરવા પૂર્વ...

    સચિન તેંદુલકરના સાથી વિનોદ કાંબલી આર્થિક ભીંસમાં, નાણાકીય કટોકટી દૂર કરવા પૂર્વ ક્રિકેટરે બે હાથ જોડીને વિનંતી કરી

    નોંધનીય છે કે વિનોદ કાંબલીએ ભારત માટે 17 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેમણે કુલ 1084 રન બનાવ્યા હતા, જ્યારે 104 વનડેમાં તેમણે કુલ 2477 રન બનાવ્યા હતા. તેમણે ટેસ્ટમાં 4 સદી અને વનડેમાં 2 સદીઓ પણ ફટકારી હતી.

    - Advertisement -

    ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન વિનોદ કાંબલી આ દિવસોમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. તેમની પરીસ્થિતિ એટલી કથળી ચુકી છે કે તેઓ ગુજરાન ચલાવવા માટે ક્રિકેટ સાથે જોડાયેલ કોઈપણ કામ કરવા માટે તૈયાર છે. અખબાર મિડ-ડે માં છપાયેલા સમાચાર મુજબ, આ 50 વર્ષીય પૂર્વ ક્રિકેટર મંગળવારે જ્યારે મુંબઈમાં કોફી શોપમાં બેઠા હતા ત્યારે તેમને ઓળખવા પણ મુશ્કેલ હતા. સામાન્ય રીતે સોનાની ચેન, સ્ટાઇલિશ કેપ અને શાનદાર કપડામાં જોવા મળતા કાંબલી ખૂબ જ સામાન્ય વ્યક્તિ લાગી રહ્યા હતા અને તેમના સેલફોનની સ્ક્રીન ડાબી બાજુએથી ક્ષતિગ્રસ્ત દેખાઈ રહી હતી.

    જાગરણના અહેવાલ અનુસાર કાંબલીની આર્થિક હાલત એટલી ખરાબ છે કે ક્લબ પહોંચવા માટે પણ તેમને મિત્રની કારમાં આવવું પડ્યું હતું. મિડ-ડેને જણાવ્યાં અનુસાર હાલ તેમને કામની જરૂર છે અને હાલમાં તેમની આવકનો સ્ત્રોત માત્ર BCCI પેન્શન છે જેના પર તેમનું ગુજરાન ચલાવી રહ્યા છે. અત્યારે કાંબલીને BCCI તરફથી પેન્શન તરીકે 30,000 રૂપિયા મળે છે. પોતાની આર્થિક તંગી વિશે વાત કરતાં કાંબલીએ કહ્યું કે હું નિવૃત્ત ક્રિકેટર છું અને સંપૂર્ણપણે બીસીસીઆઈ પેન્શન પર નિર્ભર છું. મારી આવકનો એકમાત્ર સ્ત્રોત પેન્શન છે અને આ માટે હું ભારતીય ક્રિકેટ બોર્ડનો આભાર માનું છું.

    કોઇપણ કામ કરવા તૈયાર: કાંબલી

    - Advertisement -

    વધુમાં કાંબલીએ કહ્યું કે મને અસાઇનમેન્ટ જોઈએ છે, જેથી હું યુવા ક્રિકેટરોને મદદ કરી શકું. હું જાણું છું કે મુંબઈએ અમોલ મજુમદારને તેમના મુખ્ય કોચ તરીકે રાખ્યા છે અને જો તેમને મારી જરૂર હોય તો હું કામ કરવા તૈયાર છું. મેં તેમને ઘણી વાર કહ્યું પણ છે કે જો તને મારી જરૂર હોય તો હું તમારી સાથે છું. મારો પણ પરિવાર છે અને મારે તેમની સંભાળ લેવાની છે. તમારે જીવનમાં સ્થિરતા જોઈતી હોય તો અસાઈનમેન્ટ્સનું હોવું આવશ્યક છે. હું એમસીએ પ્રમુખને વિનંતી કરી શકું છું કે જો મારી જરૂર હોય તો હું તૈયાર છું.

    અહેવાલો અનુસાર આગળ કાંબલીએ કહ્યું કે સ્થિતિઓ એવી નિર્માણ પામી છે કે હવે તે પરેશાન કરી રહી છે. હું અમીર જન્મ્યો નથી, અને જે કશું પણ કરી શક્યો તે ક્રિકેટ રમીને જ, મેં ગરીબી જોઈ છે અને ક્યારેક-ક્યારેક તો મારી પાસે પુરતું ભોજન પણ નહોતું હોતું. હું શારદા આશ્રમ શાળામાં જતો હતો જ્યાં હું ટીમમાં હતો ત્યારે મને પુરતું ભોજન મળતું હતું, અંતે તે જ સમયે સચિન તેંડુલકર મારો મિત્ર બની ગયો હતો. હું ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવ્યો છું, હાલની સ્થિતિમાં મારા માતા-પિતાને ખૂબ જ યાદ કરું છું. ખેર, મને ક્રિકેટમાંથી ઘણું મળ્યું છે.

    અહી નોંધનીય છે કે વિનોદ કાંબલીએ ભારત માટે 17 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેમણે કુલ 1084 રન બનાવ્યા હતા, જ્યારે 104 વનડેમાં તેમણે કુલ 2477 રન બનાવ્યા હતા. તેમણે ટેસ્ટમાં 4 સદી અને વનડેમાં 2 સદીઓ પણ ફટકારી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં