Saturday, November 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલતીફને 'લોકપ્રિય' કહેનારા શંકરસિંહ વાઘેલાએ સર્જીકલ સ્ટ્રાઈક, પુલવામા, અક્ષરધામ અને CDS જનરલ...

    લતીફને ‘લોકપ્રિય’ કહેનારા શંકરસિંહ વાઘેલાએ સર્જીકલ સ્ટ્રાઈક, પુલવામા, અક્ષરધામ અને CDS જનરલ રાવતના મૃત્યુ પર રાજનીતિ કરી

    વાઘેલાએ માત્ર બાલાકોટ એરસ્ટ્રાઇક પર જ નહીં, પણ ડિસેમ્બર 2021માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા CDS જનરલ બિપિન રાવતના મૃત્યુ પર સવાલો ઉભા કરીને પણ રાજનીતિ કરવાની કોશિશ કરી હતી.

    - Advertisement -

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ગયા છે, નેતાઓ મત મેળવવા અને મતદાતાઓ મત આપવા થનગની રહ્યા છે, પણ આ બધા વચ્ચે કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ રાજકીય વિરોધમાં ભારતીય સેના પર સવાલો કરી દીધા છે. તાજેતરમાં ડૉન લતીફની પ્રશંસા કરનારા શંકરસિંહ વાઘેલાએ ભારતીય સેનાનું ગૌરવ ભંગ થાય તેવા નિવેદનો આપતા વિવાદ વધવાની આશંકાઓ સેવાઈ રહી છે.

    તાજેતરમાં જ કુખ્યાત વામપંથી પોર્ટલ ‘ધ વાયર’નાં આરફા ખાનમ શેરવાનીને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન શંકરસિંહે ભારતીય સેનાનું ગૌરવ ભંગ થાય તેવા નિવેદનો આપ્યા હતા. વાઘેલાએ માત્ર બાલાકોટ એરસ્ટ્રાઇક પર જ નહીં, પણ ડિસેમ્બર 2021માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા CDS જનરલ બિપિન રાવતના મૃત્યુ પર સવાલો ઉભા કરીને પણ રાજનીતિ કરવાની કોશિશ કરી હતી. આટલું જ નહિ શંકરસિંહ વાઘેલાએ પુલવામા આતંકવાદી હુમલાને રાજનૈતિક કાવતરું હોવાની આશંકાઓ ઉભી કરીને વીરગતી પામેલા સેનાના જવાનોનું પણ અપમાન કર્યું હતું.

    વાસ્તવમાં જયારે અરફા ખાનુમ શેરવાનીએ તેમને મોદી સરકારને સતત લોકસભા ચૂંટણીમાં મળેલી પ્રચંડ બહુમતી વિશે સવાલ કરતા તેના જવાબમાં વાઘેલાએ જણાવ્યું હતું કે, “પુલવામાં પોલરાઈઝેશન, અને પેલી કઈ સ્ટ્રાઈક હતી.. સર્જીકલ સ્ટ્રાઈકથી તેમને ફાયદો થયો. સર્જીકલ સ્ટ્રાઈકનું માર્કેટિંગ ના હોય. કેમ માર્કેટિંગ કર્યું? કોણે માર્કેટિંગ કર્યું? 200 મર્યા 250 મર્યા..કોણે ગણ્યા? પાકિસ્તાનના કેટલા ઘર ઉજ્ડ્યા? બતાવો.. પાકિસ્તાનની એક પણ મા રોઈ નથી. અઢીસો મર્યા, કોણ ગણવા ગયું?

    - Advertisement -

    શંકરસિંહને પોતાના દેશની સેના કરતા પાકિસ્તાની મિત્ર પર વધુ ભરોસો?

    દેશની સેના પર અવિશ્વાસ જાહેર કરતા આ નિવેદન બાદ આટલેથી ન અટકતા વાઘેલા આગળ જણાવે છે કે, “મારો એક મિત્ર હતો પાકિસ્તાનમાં, મે તેને તપાસ કરવા કહ્યું તો તેણે જવાબ આપ્યો કે, કે હવાઈ હુમલામાં કેટલાક ઘરોને નુકસાન થયું છે અને એક વ્યક્તિ થોડો ઘાયલ થયો છે.” શું શંકરસિંહ વાઘેલાના આ નિવેદનનો અર્થ તે સમજી શકાય કે ભારત દેશની શશક્ત સેનાના બાહુબળ અને પરાક્રમ કરતા તેમના તથાકથિત પાકિસ્તાની મિત્ર પર વધુ ભરોસો છે? જોનો ઉલ્લેખ તેઓ પોતાના નિવેદનમાં કરી રહ્યા છે.

    પુલવામાં હુમલો એક આંતરિક કામ: શંકરસિંહ વાઘેલા

    આટલું ઓછુ હતું તો વાઘેલાએ સેના પર અવિશ્વાસનો ટોપલો રાજકીય પાર્ટીઓ પર ઢોળતા આગળ કહ્યું કે, “પુલવામામાં CRPF જવાનોની હત્યા કોણે કરી? આર્મીની ફ્લેગ માર્ચમાં એક કુતરું પણ દાખલ ન થઇ શકે. જવાનોને જમ્મુથી એરલિફ્ટ કરવાના હતા, કેમ ન થયું? મારી માહિતી મુજબ, 200 kg RDX ભરેલી ગુજરાત-રજિસ્ટર્ડ મારુતિ 800 કાર CRPFના કાફલા સાથે ટકરાઈ. કોણ હતા આતંકવાદીઓ? વિગતો કેમ જાહેર ન થઈ? બાદમાં તેઓએ તેને પુલવામા સાથે જોડી દીધું.”

    એ તો ઠીક પણ ફલો-ફલોમાં વાઘેલા કાશ્મીરથી સીધા ગુજરાતના પાટનગર ગાંધી નગર પહોંચી ગયા, અને અક્ષરધામ ખાતે થયેલા હિચકારા હુમલાને પણ રાજકારણ સાથે જોડી દેતા કહ્યું કે, “અક્ષરધામ મંદિર હુમલામાં લોકો માર્યા ગયા હતા. તેમને કોણે માર્યા? કોણ હતા આતંકવાદીઓ? તેમને અહીં કોણ લાવ્યું?” દેખીતી રીતે શંકરસિંહ આવા પ્રશ્નો કરીને સરકારની ભૂમિકાઓ પર આંગળી ઉઠાવી રહ્યા હતા.

    પ્રોપગેંડા ફેલાવતી વામપંથી વેબસાઈટ ધ વાયરનાં અરફા ખાનુમ શેરવાની સાથેની તેમની મુલાકાતમાં વાઘેલાએ માત્ર બાલાકોટ એરસ્ટ્રાઇક પર જ પ્રશ્નો નહોતા ઉઠાવ્યા, પરંતુ ડિસેમ્બર 2021માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા CDS જનરલ બિપિન રાવતના મૃત્યુ પાછળ કાવતરું હોવાની પણ વાત કરી હતી.

    અગાઉ લતીફને લોકપ્રિય કહ્યો હતો

    પોતાના હદયમાં ભારત દેશની પરાક્રમી સેના માટે ભારોભાર અવિશ્વાસ અને અણગમો રાખનારા શંકરસિંહ વાઘેલા માટે કુખ્યાત ગેંગસ્ટર લતીફ લોકપ્રિય અને ‘દયાળુ ડોન’ હતો. જે તેમણે પોતાના મોઢે જ સ્વીકાર્યું હતું. અબ્દુલ લતીફ વિશે તેમણે કહ્યું કે, તે ઘણો લોકપ્રિય હતો અને ગરીબોમાં દાન પણ બહુ કરતો હતો. તેમણે એમ પણ કહ્યું કે, દર મહિને મુસલમાન છોકરા-છોકરીઓનું આર્ટિફિશિયલ એનકાઉન્ટર કરવામાં આવતું હતું.

    શંકરસિંહ વાઘેલાએ આ વાત મીડિયા ચેનલ ABP ન્યૂઝ સાથેની વાતચીતમાં કરી હતી. તેમણે કહ્યું કે, “તે (લતીફ) ઘણો લોકપ્રિય હતો. ગરીબોમાં બહુ દાન કરતો હતો. હું તો ક્યારેય મળ્યો નથી. ડૉન દિલનો નરમ હોય છે. ઋજુ હોય છે. દયાળુ હોય છે. તેણે લોકોની મદદ પણ બહુ કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 5-6 જગ્યાએ ઉભો રહ્યો અને બધે જ જીત્યો હતો.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં