Monday, April 29, 2024
More
    હોમપેજરાજકારણમહારાષ્ટ્રમાં મહાગઠબંધનમાં વધુ એક ગાબડું: પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ જોડાશે ભાજપમાં, કોંગ્રેસમાંથી...

    મહારાષ્ટ્રમાં મહાગઠબંધનમાં વધુ એક ગાબડું: પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ જોડાશે ભાજપમાં, કોંગ્રેસમાંથી આપી ચૂક્યા છે રાજીનામું

    રાજ્યમાં 45 કોંગ્રેસના ધારાસભ્યો છે જેમાંથી 15થી વધુ ધારાસભ્યો અશોક ચવ્હાણના સંપર્કમાં છે. જેથી આગામી રાજ્યસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને મોટો ફટકો પડવાની શક્યતાઓ છે.

    - Advertisement -

    કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અશોક ચવ્હાણ મંગળવારે (13 જાન્યુઆરી 2024) ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. મળતી માહિતી પ્રમાણે પૂર્વ કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણ બપોરે 12 વાગ્યા સુધીમાં મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પહોંચશે અને ત્યાં ભાજપમાં જોડાશે.

    મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંથી એક એવા અશોક ચવ્હાણે સોમાવારે (12 જાન્યુઆરી 2024) કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. મહારાષ્ટ્રના કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેને પત્ર લખીને સૂચિત કર્યું હતું કે, તેઓ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે. જે પછી તેમણે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું સોંપ્યું હતું, ત્યાર બાદ અટકળો ચાલી રહી હતી કે, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ત્યારે હવે તેઓ મંગળવારે (13 જાન્યુઆરી 2024) ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.

    મહારાષ્ટ્રની રાજનીતિમાં ખાસ્સો પ્રભાવ ધરાવતા અશોક ચવ્હાણ ભોકર સીટ પરથી ધારાસભ્યની સાથે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય હતા. અશોક ચવ્હાણ વર્ષ 2014માં નાંદેડ લોકસભાથી જીત્યા હતા. અહેવાલો પ્રમાણે રાજ્યમાં 45 કોંગ્રેસના ધારાસભ્યો છે જેમાંથી 15થી વધુ ધારાસભ્યો અશોક ચવ્હાણના સંપર્કમાં છે. જેથી આગામી રાજ્યસભાની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીને મોટો ફટકો પડવાની શક્યતાઓ છે.

    - Advertisement -

    પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો ચહેરો મનાતા હતા. તેમણે 2014માં નાંદેડ બેઠક ચૂંટણી લડીને તેઓ જીત્યા હતા. અશોક ચવ્હાણ મૂળ ઔરંગાબાદ જિલ્લાના પૈઠાણ તાલુકાના રહેવાસી છે. તેમના પિતા શંકરરાવ ચવ્હાણ પણ મહારાષ્ટ્રના બે વાર મુખ્યમંત્રી રહી ચૂકયા છે. અશોક ચવ્હાણ ડિસેમ્બર 2008થી લઈ નવેમ્બર 2010 સુધી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. જે પછી આદર્શ મકાન કૌભાંડમાં નામ આવતા રાજીનામું આપવું પડ્યું હતું. આ ઉપરાંત તેઓ મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂકયા છે.

    ગુજરાતમાં ભાજપનો ભરતી મેળો પૂરજોશમાં

    ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પહેલાં દેશમાં ભાજપનો ભરતી મેળો ધમધોકાર ચાલી રહ્યો છે. મોદી લહેરને જોતા વિપક્ષી નેતાઓ એક પછી એક પક્ષમાંથી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે. ગુજરાતની રાજનીતિમાં મોટું નામ ગણાતા કોંગ્રેસના પૂર્વ નેતા સી.જે. ચાવડા પણ સોમવારે (12 જાન્યુઆરી 2024) ભાજપમાં જોડાયા હતા, તેમની સાથે 1500થી વધુ સમર્થકો પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, 19 જાન્યુઆરી 2024ના રોજ સી.જે. ચાવડાએ વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

    પાર્ટીમાં જોડાયા બાદ તેમણે ભાજપની પ્રશંસા કરતા કહ્યું કે, “હું વિકાસની વિચારધારા અને ભાજપની કામ કરવાની પદ્ધતિથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાઈ રહ્યો છું. મને કોઈપણ પ્રકારના પદની લાલચ આપવામાં આવી નથી. પરંતુ મારી ક્ષમતા જોવામાં આવી છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં