Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિદેશ મંત્રાલયમાં કામ કરતો ડ્રાઈવર બન્યો હનીટ્રેપનો શિકાર, ગોપનીય જાણકારી મોકલતો હતો...

    વિદેશ મંત્રાલયમાં કામ કરતો ડ્રાઈવર બન્યો હનીટ્રેપનો શિકાર, ગોપનીય જાણકારી મોકલતો હતો પાકિસ્તાન: ધરપકડ

    તે પાકિસ્તાનની એક મહિલા જાસૂસને આ બધી માહિતી મોકલાવતો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

    - Advertisement -

    દિલ્હી પોલીસે સુરક્ષા એજન્સીઓની મદદથી વિદેશ મંત્રાલયમાં કામ કરતા એક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. આરોપ છે કે તેણે પૈસાના બદલામાં પાકિસ્તાનને ગુપ્ત જાણકારી અને દસ્તાવેજો પૂરા પાડ્યા હતા. તે હનીટ્રેપનો શિકાર થયો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

    પોલીસે આ ડ્રાઈવરની જવાહરલાલ નહેરુ ભવન ખાતેથી ધરપકડ કરી લીધી હતી. તે પાકિસ્તાનની એક મહિલા જાસૂસને આ બધી માહિતી મોકલાવતો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. તે જે વ્યક્તિને માહિતી મોકલતો હતો તે પૂજા શર્મા કે પૂનમ શર્માના ખોટા નામથી તેની સાથે વાતચીત કરતો હતો. આ વ્યક્તિ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દ્વારા હનીટ્રેપનો શિકાર બનાવવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. 

    ડ્રાઈવર જે પૂજા શર્મા નામની મહિલા સાથે વાત કરતો હતો તે કોલકત્તા રહેતી હોવાનું તેને જણાવ્યું હતું. તેની પાસેથી એક યુવતીની તસ્વીર અને વિડીયો પણ મળી આવ્યા છે. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે, તેમજ ડ્રાઈવરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ, વિદેશ મંત્રાલયે કોઈ અધિકારિક નિવેદન જારી કર્યું નથી. 

    - Advertisement -

    મામલો રાષ્ટ્રીય સુરક્ષાને લગતો હોવાના કારણે દિલ્હી પોલીસે પણ આ મામલે વધુ વિગતો જારી કરી નથી. 

    આ પહેલાં અન્ય દેશો અને ખાસ કરીને પાકિસ્તાનની એજન્સીએ ભારતમાં જાસૂસી કરવા માટે મોટા અધિકારીઓ કે અન્ય વ્યક્તિઓને ‘હનીટ્રેપ’નો શિકાર બનાવ્યા છે પરંતુ કોઈ ડ્રાઈવર આ પ્રકારનો શિકાર બન્યો હોય તેવો સંભવતઃ પ્રથમ કિસ્સો છે. 

    આ પહેલાં ગત જૂન મહિનામાં હૈદરાબાદના DRDL (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબ)ના એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પર ભારતીય મિસાઈલ ડેવલપમેન્ટને લઈને ગોપનીય જાણકારી સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા ISI ઓપરેટીવને આપવાનો આરોપ લાગ્યો હતો. 

    જ્યારે ઓગસ્ટ મહિનામાં પણ રાજસ્થાન પોલીસે એક વ્યક્તિને પાકિસ્તાન માટે જાસૂસી કરવા બદલ પકડી લીધો હતો. તેને વર્ષ 2016માં ભારતની નાગરિકતા મળી હતી. તેનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને વર્ષ 1998માં તે પરિવાર સાથે ભારત આવી ગયો હતો. દિલ્હીમાં ટેક્સીચાલક તરીકે કામ કરતાં-કરતાં જાસૂસી પણ કરતો હતો. તેમજ પાકિસ્તાનના આકાઓના સંપર્કમાં પણ હતો 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં