Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'તેમને આવવા દો, પ્રેમથી સમજાવી દઈશું': CAAનો વિરોધ કરી ચૂકેલા નવનિયુક્ત અમેરિકી...

    ‘તેમને આવવા દો, પ્રેમથી સમજાવી દઈશું’: CAAનો વિરોધ કરી ચૂકેલા નવનિયુક્ત અમેરિકી એમ્બેસેડર વિશે પૂછાતાં વિદેશમંત્રી એસ જયશંકરે આગવા અંદાજમાં જવાબ આપ્યો

    એરિક ગારસેટીએ અગાઉ નિવેદન આપ્યું હતું કે, “જો મને ભારતમાં એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવશે તો હું ત્યાં બનેલા CAA કાયદાનો જરૂર વિરોધ કરીશ.”

    - Advertisement -

    ભારતમાં યુએસ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયેલા એરિક ગારસેટી (Eric Garcetti) બાબતે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને પૂછવામાં આવેલા એકનો તેમના દ્વારા આપેલા જવાબનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જયશંકર છેલ્લે કહી રહ્યા છે કે, “આને દો ઉનકો, પ્યાર સે સમજા દેંગે.”

    મૂળ વાત એવી છે કે, ભારતના વિદેશ મંત્રી એસ. જય શંકર જેઓ એક મીડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં પહોચ્યા હતા. આ દરમિયાન તેમણે હાલમાં જ અમેરિકાના એમ્બેસેડર તરીકે ભારતમાં જેમની નિયુક્તિ થઇ છે તેવા એરિક ગારસેટી બાબતે સવાલ પૂછાયો હતો. કારણ કે એરિક ગારસેટીએ અગાઉ ભારતમાં બનેલા નવા કાયદા CAAના વિરોધમાં રહી ચૂક્યા છે. પત્રકાર દ્વારા વિદેશ મંત્રીને પૂછવામાં આવ્યું હતું કે “તેઓ CAA વિરોધી રહ્યા છે, હવે ભારતમાં એમ્બેસેડર તરીકે ફરજ નિભાવશે. તમે શું કહેશો આ મામલે?”

    આ સવાલના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે “CAA એક જરૂરી કાયદો છે. તેમણે અન્ય દેશોમાં આવા કાયદાઓને યાદ કરાવતા કહ્યું હતું કે, “જો કોઈ જર્મન વ્યક્તિ હશે તો તેને યુરોપમાં તરત જ નાગરિકા મળી જશે. આવી જ રીતે કોઈ પાકિસ્તાનમાં હિંદુ પીડિત હોય તોભારત સિવાય ક્યાં જશે?”

    - Advertisement -

    પત્રકારે વારંવાર નવનિયુક્ત એમ્બેસેડર વિશે પૂછતાં તેમણે પોતાની આગવી છટામાં કહ્યું હતું કે “આને દો ઉનકો, હમ પ્યાર સે સમજા દેંગે.” અર્થાત તેમને આવવા દો અમે પ્રેમથી આ કાયદો સમજાવી દઈશું. 

    એરિક ગારસેટીએ અગાઉ નિવેદન આપ્યું હતું કે, “જો મને ભારતમાં એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવશે તો હું ત્યાં બનેલા CAA કાયદાનો જરૂર વિરોધ કરીશ.” તેમણે આ કાયદો ભેદભાવ ઉભો કરે છે તેવો આરોપ પણ ત્યારે મૂક્યો હતો. 

    ઉલ્લેખનીય છે કે એરિક ગારસેટી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડનના સૌથી નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. તેઓ લોસ એન્જલસના મેયર પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેમના પર ભ્રષ્ટાચાર સહિતના ઘણા આરોપો પણ લાગી ચૂક્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં