Friday, May 3, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસુપ્રીમ કોર્ટના જે પાંચ ન્યાયાધીશોએ આપ્યો હતો રામજન્મભૂમિ કેસનો ઐતિહાસિક ચુકાદો, તેમને...

    સુપ્રીમ કોર્ટના જે પાંચ ન્યાયાધીશોએ આપ્યો હતો રામજન્મભૂમિ કેસનો ઐતિહાસિક ચુકાદો, તેમને પણ પ્રાણપ્રતિષ્ઠા માટે અપાયું નિમંત્રણ

    આ પાંચ ન્યાયાધીશોએ શ્રીરામ જન્મભૂમિ-બાબરી કેસનો ચુકાદો આપ્યો હતો. 9 નવેમ્બર, 2019ના રોજ આપવામાં આવેલા આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સંપૂર્ણ ભૂમિ શ્રી રામજન્મભૂમિ ન્યાસને સોંપવાનો નિર્ણય કર્યો હતો અને પ્રભુ શ્રીરામના મંદિરના નિર્માણ માટે કેન્દ્ર સરકારને એક ટ્રસ્ટની રચના કરવા આદેશ આપ્યો હતો.

    - Advertisement -

    22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યાના ભવ્ય મંદિરમાં પ્રભુ શ્રીરામ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સુપ્રીમ કોર્ટના એ પાંચ જજોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે, જેમણે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા કુલ 50 કાયદાશાસ્ત્રીઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં આ પાંચ ન્યાયાધીશોનો પણ સમાવેશ થાય છે. તે સિવાય પૂર્વ ચીફ જસ્ટિસો, જજો અને પ્રતિષ્ઠિત વકીલોનો સમાવેશ થાય છે. 

    રામ મંદિરનો માર્ગ મોકળો કરી આપતો ચુકાદો આપનારા ન્યાયાધીશોમાં રંજન ગોગોઈ, શરદ અરવિંદ બોબડે, ડીવાય ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ અબ્દુલ નઝીરનો સમાવેશ થાય છે. 

    - Advertisement -

    જેમાંથી રંજન ગોગોઈ ત્યારે મુખ્ય ન્યાયાધીશ હતા, જેઓ સેવાનિવૃત્ત થયા બાદ હાલ રાજ્યસભામાં નામાંકિત સાંસદ છે. જસ્ટિસ બોબડે જસ્ટિસ ગોગોઈ બાદ ભારતના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા, જેઓ પણ સેવાનિવૃત્ત થઈ ચૂક્યા છે. ડીવાય ચંદ્રચૂડ હાલ ભારતના મુખ્ય ન્યાયાધીશ છે. જસ્ટિસ અશોક ભૂષણ જુલાઈ, 2021માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા હતા. જ્યારે જસ્ટિસ નઝીર ન્યાયાધીશ પદેથી નિવૃત્ત થયા બાદ હાલ આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

    આ પાંચ ન્યાયાધીશોએ શ્રીરામ જન્મભૂમિ-બાબરી કેસનો ચુકાદો આપ્યો હતો. 9 નવેમ્બર, 2019ના રોજ આપવામાં આવેલા આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સંપૂર્ણ ભૂમિ શ્રી રામજન્મભૂમિ ન્યાસને સોંપવાનો નિર્ણય કર્યો હતો અને પ્રભુ શ્રીરામના મંદિરના નિર્માણ માટે કેન્દ્ર સરકારને એક ટ્રસ્ટની રચના કરવા આદેશ આપ્યો હતો. જ્યારે મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે અયોધ્યામાં જ 5 એકર જમીન ફાળવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ ચુકાદા સાથે ભારતના ઇતિહાસના સૌથી મહત્વપૂર્ણ કેસનો સુખદ અંત આવ્યો હતો. 

    બીજી તરફ, HTના રિપોર્ટ અનુસાર, પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ માટે કુલ 7000 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાંથી 3 હાજર VVIP, સંતો-મહંતો, દાતાઓ અને રાજકારણીઓનો સમાવેશ થાય છે. 22 જાન્યુઆરીના શુભ દિને આ કાર્યક્રમ યોજાશે અને જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાનના વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. 

    ભગવાન રામલલા હાલ ગર્ભગૃહમાં બિરાજમાન થઈ ચૂક્યા છે, જેમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો પ્રભુના દર્શન કરી રહ્યા છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં