Thursday, September 12, 2024
More
    હોમપેજદેશરામમય બની અયોધ્યા એરપોર્ટ પર આવતી પ્રથમ ફ્લાઇટ: પાયલોટ-મુસાફરો સૌએ લગાવ્યા ‘જય...

    રામમય બની અયોધ્યા એરપોર્ટ પર આવતી પ્રથમ ફ્લાઇટ: પાયલોટ-મુસાફરો સૌએ લગાવ્યા ‘જય શ્રીરામ’ના નારા, હનુમાન ચાલીસાના પાઠ પણ થયા- વિડીયો વાયરલ 

    દિલ્હીથી રવાના થતી વખતે ફ્લાઇટમાં મુસાફરોએ ‘હનુમાન ચાલીસા’નું પઠન પણ કર્યું હતું. જેનો પણ વિડીયો સામે આવ્યો છે, જેમાં સમગ્ર ફ્લાઇટના મુસાફરો એકસાથે હનુમાન ચાલીસાના પાઠ કરતા જોવા મળે છે. 

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શનિવારે (30 ડિસેમ્બર) અયોધ્યાના સ્થિત મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેની સાથે એરપોર્ટ પર ફ્લાઇટ સેવાઓ પણ શરૂ થઈ ગઈ છે. પહેલી ફ્લાઇટ દિલ્હીથી અયોધ્યા આવવા માટે રવાના થઈ હતી. જેના કેપ્ટનનો મુસાફરોને સંબોધતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

    અયોધ્યા ધામ એરપોર્ટ આવવા માટે રવાના થયેલી ઈન્ડિગો ફ્લાઇટના કેપ્ટન આશુતોષ શેખરે ટેક ઑફ પહેલાં મુસાફરોનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, “મારી સંસ્થા ઈન્ડિગોએ મને યોગ્ય ગણીને આ મહત્વપૂર્ણ ફ્લાઇટની કમાન મને સોંપી તેને હું મારું સૌભાગ્ય ગણું છું.” તેમણે આગળ કહ્યું કે, “અમારી સંસ્થા ઈન્ડિગો અને આ વિમાનના તમામ કર્મચારીઓ માટે અત્યંત આનંદની વાત છે. આશા છે કે અમારી સાથે તમારી યાત્રા મંગલમય બને.” 

    તેમણે આગળ કહ્યું કે, ફ્લાઇટ 35 હજાર ફિટની ઊંચાઇએ ઊડશે અને ત્યારે તેઓ મુસાફરોને હવામાન સંબંધિત જાણકારી ફરીથી આપશે. પોતાની વાતનો અંત તેમણે ‘જય શ્રીરામ’ સાથે કર્યો હતો. ત્યારબાદ ફ્લાઈટમાં હાજર મુસાફરોએ પણ ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. 

    - Advertisement -

    તેમના સાથી પાયલટે આ ફ્લાઇટને ઐતિહાસિક ગણાવતાં તમામ મુસાફરોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે અયોધ્યા ધામનું મહત્ત્વ જણાવ્યું અને કહ્યું કે, “તમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામલલા સરકારના વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા દિનાકન 22 જાન્યુઆરી, 2024ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના કરકમલ દ્વારા કરવામાં આવશે.” ત્યારબાદ ‘જય શ્રીરામ’ અને ‘સિયાવાર રામચંદ્ર કી જય’ના નારા સાંભળવા મળે છે. 

    આ ઉપરાંત, દિલ્હીથી રવાના થતી વખતે ફ્લાઇટમાં મુસાફરોએ ‘હનુમાન ચાલીસા’નું પઠન પણ કર્યું હતું. જેનો પણ વિડીયો સામે આવ્યો છે, જેમાં સમગ્ર ફ્લાઇટના મુસાફરો એકસાથે હનુમાન ચાલીસાના પાઠ કરતા જોવા મળે છે. 

    ઉલ્લેખનીય છે કે શનિવારે (30 ડિસેમ્બર) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યા સ્થિત મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સિવાય વડાપ્રધાને અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ બંને મથકો અયોધ્યાના રામમંદિરના બાંધકામ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવ્યાં છે. 

    આગામી 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રીરામ ભવ્ય મંદિરમાં બિરાજમાન થશે. 21મી સદીના સૌથી ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં