Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતીય સેનાનું અપમાન કરનાર અભિનેત્રી રીચા ચઢ્ઢા થઈ ધૂળધાણી; ફરિયાદ દાખલ થતા...

    ભારતીય સેનાનું અપમાન કરનાર અભિનેત્રી રીચા ચઢ્ઢા થઈ ધૂળધાણી; ફરિયાદ દાખલ થતા સૈનિક નાના અને મામાનો હવાલો આપીને માફી માંગવી પડી

    બોલીવુડ એક્ટર રીચા ચઢ્ઢાએ સેના વિષે વાંધાજનક ટ્વીટ કરી હતી પરંતુ તેને ડિલીટ કર્યા બાદ પણ તેની તકલીફ વધી ગઈ છે અને હવે તેણે ફક્ત કાયદાનો સામનો જ નથી કરવાનો આવ્યો પરંતુ તેણે માફી પણ માંગવી પડી છે.

    - Advertisement -

    ભારતીય સેનાનું અપમાન કરનાર અભિનેત્રી રીચા ચઢ્ઢા હવે તકલીફમાં ફસાતી જોવા મળી રહી છે, ગઈકાલે ટ્વિટર પર રીચા ચઢ્ઢાએ દેશના વીરગતી પામેલા જવાનોની ઠેકડી ઉડાડી હતી. જેને લઈને દેશ વાસીઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, તેવામાં સુપ્રીમ કોર્ટના એક વકીલે આ તોછડી અભિનેત્રી પર ફરિયાદ દાખલ કરાવતા રીચાએ તેના મોસાળ પક્ષના આર્મી બેકગ્રાઉન્ડનો હવાલો આપીને માફી માંગી છે.

    વાસ્તવમાં, ભારતીય સેનાના ઉત્તરી કમાન્ડના કમાન્ડિંગ-ઇન-ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે જો સરકાર આદેશ જાહેર કરે તો ભારતીય સેના પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) પરત લેવા માટે તૈયાર છે. આ નિવેદન ‘બાબા બનારસ’ નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યું હતું. આ ટ્વીટના જવાબમાં રીચા ચઢ્ઢાએ દેશના વીરગતી પામેલા જવાનોની ઠેકડી ઉડાડી અને ટોણો માર્યો કે તમને ગલવાન ઘાટી Hi કહી રહી છે. પોતાનો મનસુબો પાર પડયા પછી રીચાએ ટ્વીટ તો ડીલીટ કરી નાખી, પણ તેના સ્ક્રીનશોટ વાયરલ થઇ જતા ભારતીય સેનાનું અપમાન કરનાર અભિનેત્રી રીચા ચઢ્ઢા મુશ્કેલીઓમાં મુકાઈ ગઈ છે.

    સુપ્રીમ કોર્ટના વકીલની રિચા વિરુદ્ધ ફરિયાદ

    - Advertisement -

    રીચાની આ તુચ્છ હરકત બાદ તેના વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો હતો, તો બીજી તરફ અભિનેત્રીના ટ્વીટને લઈને સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદાલે દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી. જેમાં તેણે રિચા ચઢ્ઢા સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી હતી.

    આ ઉપરાંત ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પણ જુહુ પોલીસ સ્ટેશનમાં રીચા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે રીચાએ જાણી જોઇને ગલવાનમાં વીરગતિ પામેલા સેનાના જવાનો અને ભારતીય સેનાનું અપમાન કર્યું છે, તેની સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

    રીચા ‘થર્ડ ગ્રેડ એક્ટ્રેસ’ -ભાજપ

    રીચાના ભારતીય સેનાના અપમાન બાદ ભારતીય જનતા પાર્ટીએ પણ તેના ઉપર આકરા પ્રહારો કર્યા હતા, રીચાના આ કારસ્તાનને ‘વાંધાજનક’ અને ‘અપમાનજનક’ ગણાવીને બીજેપી નેતા મનજિંદર સિંહે રિચા ચઢ્ઢાને ‘થર્ડ ગ્રેડ એક્ટ્રેસ’ કહી હતી, આ સાથેજ તેમણે રીચા વિરુદ્ધ મુંબઈ પોલીસ પાસે કાયદાકીય કાર્યવાહીની માંગ પણ કરી હતી.

    સૈનિક નાના અને મામાનો હવાલો આપી માફી માંગવી પડી

    વિવાદ વકરતો જોઇને રીચાએ જાહેરમાં માફી માંગવાની નોબત આવી હતી, તેણે પોતાના મોસાળ પક્ષમાં તેના સૈનિક નાના અને મામાનો હવાલો આપીને તેનામાં રાષ્ટ્ર્ભક્તોનું લોહી વહેતું હોવાનો દાવો કરીને માફી માગી હતી, રીચાએ કહ્યું હતું કે, “મારો ઈરાદો ક્યારેય કોઈને અપમાનિત કરવાનો નહોતો. મેં લખેલા ત્રણ શબ્દોના કારણે મને વિવાદમાં ઘેરવામાં આવી છે. જો મારા શબ્દોથી મારા સૈનિક ભાઈઓની લાગણીને જાણતા કે અજાણતા ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છું. આ સાથે હું એ પણ કહેવા માંગુ છું કે મારા દાદાજી પણ સેનામાં હતા. મારા મામા પેરાટ્રૂપર હતા. દેશભક્તિ મારા લોહીમાં છે.”

    પણ રીચાની માફી માંગવા છતાં દેશ ભક્તોનો આક્રોશ ઓછો નથી થઇ રહ્યો, અને ન થાય તે પણ સ્વભાવિક છે, કારણકે આ કોઈ ભૂલ નહિ પરંતુ જાણી જોઇને કરવામાં આવેલું કૃત્ય છે. સોશિયલ મીડિયામાં તો લોકો ત્યાં સુધી કહી રહ્યા છે કે રીચા પાકિસ્તાની બોલી બોલીરહી છે, એક તરફ દેશના જવાનો પોતાના પ્રાણોની આહુતિ આપીને દેશની રક્ષા કરે છે અને બીજી તરફ રીચા જેવા નામના સેલીબ્રીટીઓ તેમની હરકતોથી ભારતીય સેના અને કરોડો દેશભક્ત નાગરિકોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં