Sunday, April 14, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટવિરોધ પ્રદર્શનમાં બાળકોનો ઉપયોગ, NCPCRના આદેશ બાદ આદિત્ય ઠાકરે સામે FIR દાખલ...

  વિરોધ પ્રદર્શનમાં બાળકોનો ઉપયોગ, NCPCRના આદેશ બાદ આદિત્ય ઠાકરે સામે FIR દાખલ કરવામાં આવશે: ‘મેટ્રો મેને’ આરેમાં આદિત્યના જુઠાણાની પોલ ખોલી

  મુંબઈના ગોરેગાંવમાં આરે કોલોનીમાં મેટ્રો શેડના નિર્માણ માટે વૃક્ષો કાપવાનો નિર્ણય લેવાયો હતો. શિવસેના વૃક્ષો કાપવાનો વિરોધ કરી રહી હતી. તે વિરોધ પ્રદર્શનમાં આદિત્ય ઠાકરેની આગેવાનીમાં ઘણા સગીર બાળકો પણ પ્લેકાર્ડ દર્શાવીને પ્રદર્શનમાં સામેલ થયા હતા.

  - Advertisement -

  વિરોધ પ્રદર્શનમાં બાળકોનો ઉપયોગ બદલ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) એ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે સામે FIR નોંધવાની માંગ કરી હતી. ‘આરે વન બચાવો’ અભિયાનમાં બાળકોનો ઉપયોગ કરવાની બાબતનું સંજ્ઞાન લેતા NCPCRએ મુંબઈ પોલીસને નોટિસ મોકલી છે. નોટિસ અનુસાર, આયોગને ફરિયાદ મળી છે કે આદિત્ય ઠાકરેએ શિવસેના યુવા સેલના આરે બચાવો વિરોધ દરમિયાન રાજકીય અભિયાનમાં વિરોધ પ્રદર્શનમાં બાળકોનો ઉપયોગ કર્યો હતો.

  તેમણે આ મામલે ટ્વિટરની એક લિંક પણ શેર કરી છે. આમાં બાળકો પ્રદર્શન દરમિયાન હાથમાં પ્લેકાર્ડ લઈને ઉભા દેખાય છે. પંચે કહ્યું હતું કે આને ધ્યાનમાં રાખીને, પંચ આરોપીઓ સામે તાત્કાલિક એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરવા વિનંતી કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ પત્ર મળ્યાના ત્રણ દિવસમાં કાર્યવાહીનો અહેવાલ, એફઆઈઆરની નકલ અને બાળકોના નિવેદનો કમિશનને સબમિટ કરવામાં આવે.

  મુંબઈના ગોરેગાંવમાં આરે કોલોનીમાં મેટ્રો શેડના નિર્માણ માટે વૃક્ષો કાપવાનો નિર્ણય લેવાયો હતો. શિવસેના વૃક્ષો કાપવાનો વિરોધ કરી રહી હતી. તે વિરોધ પ્રદર્શનમાં આદિત્ય ઠાકરેની આગેવાનીમાં ઘણા સગીર બાળકો પણ પ્લેકાર્ડ દર્શાવીને પ્રદર્શનમાં સામેલ થયા હતા. NCPCRએ આ અંગે સંજ્ઞાન લીધું છે.

  - Advertisement -

  તે જ સમયે, આદિત્ય ઠાકરે દ્વારા કાર શેડ વિશે ખોટું બોલવાનો મામલો રવિવારે (10 જુલાઈ, 2022) પ્રકાશમાં આવ્યો છે. ગઈકાલે વિરોધ દરમિયાન આરે વિરોધ સ્થળે મીડિયા સાથે વાત કરતા શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે, “આ મુંબઈની લડાઈ છે, જીવનની લડાઈ છે. અમે જંગલ માટે અને અમારા આદિવાસીઓના રક્ષણ માટે લડ્યા. જ્યારે અમે અહીં હતા ત્યારે કોઈ વૃક્ષો કાપવામાં આવ્યા ન હતા. ટ્રેનો કાર શેડમાં દર 3-4 મહિનામાં એકવાર જાળવણી માટે જાય છે, દરરોજ રાત્રે નહીં.”

  અત્રે એ નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ આદિત્ય ઠાકરે સરકારમાં હતા અને તેમને આખા પ્રોજેક્ટની જાણ હોવી જોઈતી હતી. તેમ છતાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે મેટ્રો ટ્રેનને બેથી ત્રણ મહિનામાં એકવાર કાર શેડમાં મોકલવી પડશે. જ્યારે આયોજકે આ પ્રશ્નનો જવાબ આપવા માટે મેટ્રો મેન ઇ શ્રીધરનને ફોન કર્યો ત્યારે સત્ય કઈક અલગજ સામે આવ્યું હતું.

  આ પ્રશ્નના જવાબમાં, મેટ્રો મેન ઇ શ્રીધરને કહ્યું, “જો મેટ્રો રેલ નેટવર્ક મોટું હોય, તો તેને નિયમિતપણે જાળવણી માટે કાર શેડમાં લઈ જવાની જરૂર છે અને જો નાનું હોય તો બે દિવસમાં એકવાર. આ વિઝીટ સલામતી પ્રમાણપત્ર માટે છે, જેમાંથી પસાર થયા પછીજ ટ્રેનો દોડી શકે છે.”

  શ્રીધરનના જણાવ્યા અનુસાર, મેટ્રો રેલને બેથી ત્રણ મહિનામાં એકવાર કાર શેડની મુલાકાત લેવાની જરૂર છે તે નિવેદન સંપૂર્ણપણે ખોટું છે.

  શ્રીધરન ઉમેરે છે કે મેટ્રો કાર રેકને સ્થિર કરવાની જરૂર હોવાથી, તેને નિયમિતપણે મેટ્રો કાર શેડમાં લઈ જવાની જરૂર હોય છે, મુખ્ય લાઇન પરના તમામ રેકને સ્થિર કરી શકાતા નથી. તેમણે કહ્યું કે હકીકતમાં, કાર શેડ મેટ્રો રેલની સલામતી અને સંચાલન માટેનું ‘બ્રેઈન સેન્ટર’ છે.

  ઓર્ગેનાઈઝરના અહેવાલ મુજબ, જ્યારે પૂછવામાં આવ્યું કે મેટ્રો રેલને બે-ત્રણ મહિનામાં એકવાર કારશેડમાં જવું પડે છે, તે શું છે? ત્યરે શ્રીધરને સમજાવ્યું હતું કે, ત્યાં બે પ્રકારના ઓવરહોલ હોય છે, જ્યાં મેટ્રો રેલ કારના દરેક પાસાઓની તપાસ કરવામાં આવે છે.

  પહેલું છે પીરિયડિક ઓવરહોલ (POH) હોયછે જે બે-ત્રણ વર્ષમાં એકવાર થાય છે અને બીજું ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) છે, જે બે-ત્રણ મહિનામાં એકવાર થાય છે.

  અહીં તેમના શબ્દોથી એક વાતની પુષ્ટિ થાય છે કે મેટ્રો રેલને મોટા નેટવર્ક માટે કારશેડની જરૂર છે જ્યાં મેટ્રો દરરોજ ચેક કરી શકાય અને નાના નેટવર્ક માટે બેથી ત્રણ દિવસમાં ઓછામાં ઓછું એક વાર.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં