Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅધીર રંજન વિરુદ્ધ ફરિયાદ દાખલ, કોંગ્રેસ નેતાએ મહામહિમ દ્રૌપદી મુર્મુને 'રાષ્ટ્ર પત્ની'...

    અધીર રંજન વિરુદ્ધ ફરિયાદ દાખલ, કોંગ્રેસ નેતાએ મહામહિમ દ્રૌપદી મુર્મુને ‘રાષ્ટ્ર પત્ની’ કહ્યાં હતાં, મધ્યપ્રદેશમાં FIR નોંધાઈ

    મધ્ય પ્રદેશના ડીંડોલીમાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ચૌધરીએ મહામહિમ દ્રૌપદી મૂર્મું માટે અયોગ્ય ઉપમાનો ઉપયોગ કર્યો હતો.

    - Advertisement -

    અધીર રંજન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી વિરુદ્ધ મધ્યપ્રદેશના ડિંડોરીમાં FIR નોંધવામાં આવી છે. આ વાતની પુષ્ટિ કરતા ડિંડોરીના એડિશનલ એસપી મરકમે કહ્યું છે કે કેસને દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. આ એફઆઈઆર 28 જુલાઈ 2022 (ગુરુવાર)ના રોજ ભાજપના એક નેતાની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, “અરજદારનું નામ ઓમ પ્રકાશ ધ્રુવે છે. અરજદારે ભારતના રાષ્ટ્રપતિ પર અધીર રંજનના નિવેદન પર કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટના દિલ્હીમાં બની છે, તેથી પોલીસ સ્ટેશન કોતવાલી, જિલ્લા ડિંડોરીમાં ઝીરો એફઆઈઆર નોંધીને કેસને દિલ્હી મોકલવામાં આવી રહ્યો છે.”

    ફરિયાદી ઓમ પ્રકાશ પણ ભાજપના રાષ્ટ્રીય મંત્રી છે. ફરિયાદીએ કહ્યું હતું કે, “અધીર રંજને જે રીતે દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ વિરુદ્ધ ટિપ્પણી કરી છે, તેનાથી સમગ્ર દેશ અને ખાસ કરીને મહિલાઓ અને આદિવાસી સમાજને ઠેસ પહોંચી છે. અમે અધીર રંજન સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ.”

    - Advertisement -

    દેશભરમાં વિરોધ પ્રદર્શન

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અધીર રંજન ચૌધરી વિરુદ્ધ બીજેપી કાર્યકર્તાઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વિરોધમાં કેન્દ્રીય મંત્રીઓ પણ સામેલ છે. દિલ્હીમાં અધીર રંજનના ઘરની સામે પોલીસે સુરક્ષા વધારી દીધી છે. હવે ત્યાં બેરિકેડ લગાવવામાં આવ્યા છે.

    નોંધનીય છે કે ગુરુવારે (28 જુલાઈ, 2022) કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘રાષ્ટ્રીય પત્ની’ શબ્દથી સંબોધિત કર્યા હતા. આ મામલામાં રાષ્ટ્રીય મહિલા આયોગે અધીર રંજનને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે, જેની સુનાવણી 3 ઓગસ્ટે કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં