Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટટ્વીટર પર 'મન કી બાત' કાર્યક્રમ વિશે ખોટા સમાચાર ફેલાવવા AAP પ્રદેશ...

    ટ્વીટર પર ‘મન કી બાત’ કાર્યક્રમ વિશે ખોટા સમાચાર ફેલાવવા AAP પ્રદેશ અધ્યક્ષને પડ્યા ભારે: સાઇબર ક્રાઇમમાં ઈસુદાન ગઢવી સામે નોંધાઈ ફરિયાદ, ગૃહ મંત્રીએ આપી પ્રતિક્રિયા

    પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમ બાબતે કર્યું હતું વિવાદિત ટ્વીટ. પાછળથી કર્યું હતું ડીલીટ.

    - Advertisement -

    એક વિવાદિત ટ્વીટના કારણે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈસુદાન ગઢવી વિરૂદ્ધ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે. ઈસુદાન ગઢવી સામે ફરિયાદ બાદ ગોપાલ ઈટાલીયા તેમનાં સમર્થનમાં આવ્યા હતા. ઈસુદાન ગઢવીએ રવિવારે પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમના ખર્ચ અંગે એક ટ્વીટ કર્યું હતું. જે બાદ નેટિઝન્સે દાવાને ખોટો ગણાવતા ટ્વીટ ડીલીટ કરી દીધું હતું. નોંધનીય છે કે તે ટ્વીટ બાબતે હજુ તેઓએ કોઈ માફી નથી માંગી કે કોઈ ખુલાસો નથી કર્યો.

    ગઈ કાલે મન કી બાત @ 100 કાર્યક્રમ હતો. તે દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે ટ્વીટ કરીને લખ્યું હતું કે, “મન કી બાતનો એક દિવસનો ખર્ચ 8.3 કરોડ છે. 100 એપિસોડના 830 કરોડ આપણા ટેક્સના ફૂંકી માર્યા હવે તો હદ થાય છે. ભાજપના કાર્યકરોએ જાગીને આ અંગે વિરોધ કરવાની જરૂર છે.”

    વિવાદિત ટ્વીટનો સ્ક્રીનશોટ

    PIBએ કર્યું હતું ફેક્ટ-ચેક

    જે બાદ કેન્દ્ર સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ AAP નેતા ઈસુદાન ગઢવીના આ દાવાનું ફેક્ટચેક કરી નાખ્યું હતું. PIBએ જણાવ્યું કે આ દાવો ભ્રામક છે અને સાથે વાસ્તવિકતા પણ જણાવી હતી.

    - Advertisement -

    PIB અનુસાર, 8.3 કરોડનો આંકડો કોઈ એક એપિસોડ માટેનો નથી પરંતુ 2014થી લઈને 2022 સુધીના મન કી બાતના તમામ એપિસોડની જાહેરાત-પ્રમોશન કરવા માટે કરવામાં આવેલો ખર્ચ છે. જેથી એક એપિસોડનો 8.3 કરોડ ખર્ચ મૂકીને કુલ ખર્ચ 830 કરોડ ગણાવી શકાય નહીં. 

    ગૃહમંત્રીએ આપી પ્રતિક્રિયા

    ગૃહ રાજ્ય મંત્રી, હર્ષ સંઘવીએ મીડિયાના પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે “કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઈને અરજી કરી શકે છે જ્યારે તેને કંઈક ખોટું થયું હોવાનું જણાય છે. એ જ રીતે, તેમના ટ્વીટમાં ઇસુદાન ગઢવીના નકલી દાવા અંગે એક અરજી સબમિટ કરવામાં આવી હતી જે તેમણે પાછળથી કાઢી નાખી હતી કારણ કે તેઓ પોતે જ કદાચ તે નકલી હોવાનું માનતા હતા.”

    તેમણે આગળ કહ્યું કે, “ઈસુદાને જવાબ આપવો જોઈએ કે શું તેની પાસે તેના ભ્રામક દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા છે. લોકોને ગેરમાર્ગે દોરવા એ એવી વસ્તુ છે જેને મંજૂરી આપી શકાતી નથી.”

    ઈસુદાન ગઢવી સામે ફરિયાદ મામલે ગોપાલ ઈટાલીયાએ કહ્યું છે કે, “ખોટી ફરિયાદ કરવામાં આવી છે. મન કી બાતમાં કેટલો ખર્ચ થયો તે જાહેર કરવો જોઈએ. ભાજપમાં ફરિયાદ રાજ ચાલી રહ્યું છે, આપથી ડરી ગયા છે એટલે ફરિયાદ કરે છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં