ફિલ્મ પઠાનનો વિરોધ દિવસે દિવસે વધી રહ્યો છે. આજ વિષયમાં હવે સંતો પણ આગળ આવી રહ્યા છે. અયોધ્યાના સંત જગતગુરુ પરમહંસ આચાર્યએ ફિલ્મ પઠાન બાબતે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેમાં ભગવા રંગનું અપમાન કરવામાં આવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે આ લોકોએ સારી રીતે સમજી વિચારીને વ્યૂહરચના હેઠળ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે અને પૈસા કમાવવા માટે આને ધંધો બનાવ્યો છે.
દેશભરમાં શાહરૂખ અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાન અંગે વિરોધ થઇ રહ્યો છે અને તેમાં સંત સમાજ પણ બાકાત નથી રહ્યો. આ વચ્ચે અયોધ્યાના સંત પરમહંસે પણ શાહરુખ ખાન અને તેની ફિલ્મ પઠાનનો વિરોધ કર્યો હતો અને શાહરુખના ફોટાને આગ ચાંપી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાનને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં, NHRCમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં ફિલ્મમાંથી ‘બેશરમ રંગ’ ગીતને હટાવવાની માંગ કરવામાં આવી હતી અને હવે અયોધ્યાના સંતે વિવાદિત નિવેદન આપ્યું છે. ફિલ્મનો વિરોધ કરતા, સંત જગતગુરુ પરમહંસ આચાર્ય શાહરુખ ખાનની ચામડી ઉધેડી નાખવા સુધીની વાત કરી છે.
અયોધ્યાના સંત જગતગુરુ પરમહંસ આચાર્યએ ફિલ્મ પઠાન પર વિરોધ કરતા કહ્યું કે ‘પઠાન ફિલ્મમાં ભગવા રંગનું અપમાન કરવામાં આવ્યું છે અને તે જાણી જોઈને કરવામાં આવ્યું છે’ તેવો આરોપ લગાવ્યો હતો. ‘આ બધું એક ચોક્કસ વ્યૂહરચના ના ભાગરૂપે ભગવા અને હિન્દુઓના અપમાન માટે થઇ રહ્યું છે અને આજે તેના વિરોધરૂપે અમે શાહરૂખનું પોસ્ટર સળગાવ્યું છે અને જે દિવસે શાહરૂખ સામે મળ્યો તેને જીવતો સળગાવી દઈશ’
આ સાથેજ સંતે ધમકી ઉચ્ચારી હતી કે જે દિવસે શાહરૂખ મને જીવતો સામે મળ્યો તેની ચામડી ઉધેડી દઈ તેને જીવતો સળગાવી દઈશ. મારા માણસો તેને મુંબઈમાં શોધી રહ્યા છે. આ સાથેજ તેમને કહ્યું હતું જો કઈ સનાતની સિંહને શાહરૂખ અમારા પેહલા મળી જાય અને તેને જીવતો સળગાવી દે તો હું તેના પરિવારને આર્થિક મદદ આપીશ. આ સાથેજ તેમને આ વિષયને ફિલ્મ જેહાદનું નામ આપ્યું હતું. આટલુજ નહિ તેમને વધુંમાં કહ્યું હતું કે તેમને ૩ ખાન શાહરૂખ, આમીર અને સલમાન આ ત્રણેય માટે તેમણે મૌતની સજા નક્કી કરી લીધી છે તેવું પણ જણાવ્યું હતું.
સંત પરમહંસ બોલ્યા- હું તેને બાળતા પહેલા તેની ચામડીની છાલ કાઢીને બતાવીશ તેઓ જે ભગવાને નફરત કરેછે તેમની નસો માં પણ તે જ ભગવા રક્ત વહી રહ્યું છે. ભગવા વિના કોઈનુજ અસ્તિત્વ નથી તે ભગવાન સૂર્યનો રંગ છે, તે અગ્નિનો રંગ છે સાથેજ ભગવો શાંતિનો પ્રતિક છે.
ફિલ્મ પઠાન પર સંત પરમહંસ કહે છે- જે કોઈ સનાતનની આસ્થાની મજાક ઉડાવે છે, અપમાન કરે છે તેની સામે બદલો લેવામાં આવશે.