Wednesday, December 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનકલી સમાચાર ફેલાવવાનો લાંબો ઇતિહાસ ધરાવતા ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની ગુજરાત પોલીસની...

    નકલી સમાચાર ફેલાવવાનો લાંબો ઇતિહાસ ધરાવતા ફિલ્મ નિર્માતા અવિનાશ દાસની ગુજરાત પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાઈ અટક

    મુંબઈ સ્થિત ફિલ્મ નિર્માતાનો સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવાનો લાંબો ઈતિહાસ છે. ઓક્ટોબર 2018માં, તેણે સંબિત પાત્રાની ફોટોશોપ કરેલી તસવીર શેર કરી અને દાવો કર્યો કે ભાજપના પ્રવક્તા ખેડૂતોને 'ગદ્દર' (દેશદ્રોહી) કહે છે.

    - Advertisement -

    મંગળવારે (19 જુલાઈ) સવારે, ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાન્ચના હથ્થે ચડ્યો હતો. દાસના મિત્ર ડિરેક્ટર અશ્વિની ચૌધરીએ આ ઘટનાક્રમની પુષ્ટિ કરી હતી.

    તેમણે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કૌભાંડમાં આરોપી ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઓફિસર પૂજા સિંઘલ સાથે હાથ મિલાવ્યા હોવાનો ફોટો પોસ્ટ કર્યાના થોડા દિવસો બાદ આ અટક થઈ છે. તેની અટકની તૈયારીઓ ઘણા દિવસોથી ચાલી રહી હતી.

    આ બાબત વિશે વાત કરતી વખતે, અશ્વિની ચૌધરીએ ટ્વિટ કર્યું, “ડિરેક્ટર મિત્ર અવિનાશ દાસની આજે સવારે (ગુજરાત પોલીસ) ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમની આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.”

    - Advertisement -

    ફિલ્મ નિર્માતા અવિનાશ દાસ દ્વારા ભૂતકાળમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરતી પેઇન્ટિંગ પણ પોસ્ટ કરાઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેની સામે આઈપીસીની કલમ 469 અને આઈટી એક્ટની કલમ 67 તેમજ રાષ્ટ્રીય પ્રતીકોના સન્માન સંબંધિત કલમ હેઠળ કેસ દાખલ કર્યો હતો.

    મુંબઈ સ્થિત ફિલ્મ નિર્માતાનો સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવાનો લાંબો ઈતિહાસ છે. ઓક્ટોબર 2018માં, તેમણે સંબિત પાત્રાનો ફોટોશોપ કરેલ ફોટો શેર કર્યો અને દાવો કર્યો કે ભાજપના પ્રવક્તા ખેડૂતોને ‘ગદ્દર’ (દેશદ્રોહી) કહે છે.

    પાત્રાએ નકલી ઇમેજને દૂર કરવા માટે ઝડપથી સામે આવ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે તેમણે આવી કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી નથી. તેમણે ટ્વિટરને નિર્દેશક સામે ‘કડક પગલાં’ લેવા પણ કહ્યું.

    મુંબઈ સ્થિત ફિલ્મ નિર્માતા, અવિનાશ દાસ, સ્વરા ભાસ્કર, સંજય મિશ્રા અને પંકજ ત્રિપાઠી અભિનીત 2017 ની ફિલ્મ “અનારકલી ઑફ આરાહ” ના દિગ્દર્શન માટે જાણીતા છે. તેણે 2021માં રિલીઝ થયેલી ‘રાત બાકી હૈ’ અને નેટફ્લિક્સ સિરીઝ ‘શી’નું પણ નિર્દેશન કર્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં