Tuesday, March 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજમ્મુ કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લાના મોઢે પાકિસ્તાની મૌલાનાના શબ્દો, કહ્યું- ભગવાન...

    જમ્મુ કાશ્મીરના પૂર્વ CM ફારૂક અબ્દુલ્લાના મોઢે પાકિસ્તાની મૌલાનાના શબ્દો, કહ્યું- ભગવાન રામને અલ્લાહે મોકલ્યા હતા

    આ નિવેદન ફારૂક અબ્દુલ્લાએ એક પાકિસ્તાની મૌલાના પ્રોફેસરને ટાંકીને આપ્યું હતું.

    - Advertisement -

    જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, ભગવાન રામને અલ્લાહે મોકલ્યા છે. તેમણે આ નિવેદન ગુરુવારે (23 માર્ચ 2023)ના રોજ એક જાહેર કાર્યક્રમમાં આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભગવાન રામ માત્ર હિંદુઓના ભગવાન નથી, આ બધું મગજમાંથી કાઢી નાંખો, તે બધાના ભગવાન છે. પછી તે હિંદુ હોય મુસ્લિમ હોય શીખ હોય કે પછી અમેરિકન કે રશિયન હોય, ભગવાન રામને અલ્લાહે મોકલ્યા છે.

    ભગવાન રામને અલ્લાહે મોકલ્યા છે તેવું નિવેદન ફારૂક અબ્દુલ્લાએ એક પાકિસ્તાની મૌલાના પ્રોફેસરને ટાંકીને આપ્યું હતું. તેમણે કહ્યું કે, “તેમણે (પાકિસ્તાની ધર્મગુરુએ) કુરાન-એ-શરીફ સાથે એક તફ્લીસ લખી છે, જેમાં તેઓ પોતે ઉલ્લેખ કરે છે કે તમે લોકો યાદ રાખો, ભગવાન રામ જે છે, તેમને પણ અલ્લાહ તરફથી મોકલવામાં આવ્યા છે. લોકોને સાચો માર્ગ બતાવવા માટે.” ફારુખ અબ્દુલ્લાએ આગળ કહ્યું કે, “આ જે તમારી સામે આવે છે અને કહે છે કે અમે જ રામના પૂજારી છીએ, તે લોકો મૂર્ખ છે. તેઓ રામને વેચવા માંગે છે. તેમને રામથી નહીં, સત્તાથી પ્રેમ છે.”

    ઉલ્લેખનીય છે કે અગામી સમયમાં રાજ્યમાં ચૂંટણીઓ યોજાવાની છે, જેને લઈને અબ્દુલ્લાએ તેમ પણ કહ્યું કે જમ્મુ કાશ્મીરની અગામી ચૂંટણીઓની ઘોષણા વખતે તેઓ સામાન્ય લોકોનું ધ્યાન ભટકાવવા રામ મંદિરનું ઉદ્ઘાટન કરશે. રિપોર્ટોમાં જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે. આ ચૂંટણી નવા સીમાંકન હેઠળ યોજાવા જઈ રહી છે, જેમાં જમ્મુ વિભાગની વિધાનસભા બેઠકો પહેલાં કરતાં વધી છે. જમ્મુ વિભાગને હિન્દુ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કોઈપણ રાજકીય પક્ષે રાજ્યમાં સરકાર બનાવવા માટે જમ્મુ વિભાગની બેઠકો જીતવી પડશે.

    - Advertisement -

    નોંધનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં પણ ફારુક અબ્દુલ્લાએ નિવેદન આપતા કહ્યું હતું કે ભગવાન રામ માત્ર હિંદુઓના જ નહીં, બધાના ભગવાન છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે ધર્મના આધારે ભાગલા પાડવાના પ્રયત્નોથી સાવચેત રહો. એમ પણ કહ્યું હતું કે, “કોઈ પણ ધર્મ ખરાબ નથી હોતો, તેના માણસો ભ્રષ્ટ હોય છે, ધર્મ નહીં… તેઓ ચૂંટણી દરમિયાન ‘હિન્દુ ખતરામાં છે’નો ઘણો ઉપયોગ કરશે. હું તમને વિનંતી કરું છું કે તેનો શિકાર ન બનો. ભારતમાં 70થી 80 ટકા હિંદુ વસ્તી છે અને શું તમને લાગે છે કે તેઓ ખતરામાં છે?” તેવામાં ફારુક અબ્દુલ્લાનું આ નવું નિવેદન સામે આવતા ચર્ચાનો વિષય બન્યું છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં