Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબના ખેડૂતો પાક વેચવા માટે જઈ રહ્યા છે હરિયાણા, વચેટિયાઓએ ઉઠાવ્યો વાંધો:...

    પંજાબના ખેડૂતો પાક વેચવા માટે જઈ રહ્યા છે હરિયાણા, વચેટિયાઓએ ઉઠાવ્યો વાંધો: ‘આપ’ નેતાઓએ કહ્યું- બહાર પાક ન વેચે ખેડૂતો

    હરિયાણા પાક વેચવા જતા ખેડૂતોથી મિલ માલિકો અને વચેટિયાઓ ચિંતામાં, પીએમ-સીએમને પત્ર લખ્યા.

    - Advertisement -

    ‘આપ’ શાસિત પંજાબના ખેડૂતો હરિયાણામાં ઉપજ વેચવા આવી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે, પંજાબના ખેડૂતો, ખાસ કરીને ભટિંડા, માનસા અને સંગરુરના ખેડૂતોએ હવે ઉત્પાદનના સારા ભાવ મેળવવા માટે હરિયાણાની મંડીઓમાં ડાંગરનું પરિવહન કરવાનું શરૂ કર્યું છે. આ વિકાસથી વચેટિયાઓ, મજૂરો અને ચોખાના મિલ માલિકો નારાજ થયા છે, કારણ કે તેનાથી તેમને ‘નોંધપાત્ર’ નુકસાન થઈ રહ્યું છે. પંજાબમાં સરકારી એજન્સીઓ દ્વારા ડાંગરની અન્ય જાતોની ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ બાસમતી અને પરમલની જાતો માટે હરિયાણામાં વધુ ભાવ મળી રહ્યો છે.

    અહેવાલો અનુસાર પંજાબના ખેડૂતો ઉત્પાદનના સારા ભાવ ઉપરાંત, ખેડૂતોને હરિયાણામાં વધુ ભેજ ધરાવતા ડાંગર વેચવાની પણ સ્વતંત્રતા મળે છે. પંજાબની મંડીઓથી વિપરીત હરિયાણામાં 17 ટકાની ભેજની મર્યાદામાં ડાંગરની ખરીદી કરવામાં આવે છે, ખેડૂતો હરિયાણાના બજારોમાં 20 થી 22 ટકાથી વધુ ભેજ સાથે સરળતાથી તેમની ઉપજ વેચી રહ્યા છે. માનસા જિલ્લાના કેટલાક વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં લગભગ 70 ટકા ડાંગરનો પાક હરિયાણામાં પહોંચી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

    માનસાના આડતિયા એસોસિએશનના પ્રમુખ મુનીશ બબ્બી દાનેવાલિયાએ આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. દાનેવાલિયાએ જણાવ્યું હતું કે, “પંજાબથી વિપરીત, હરિયાણામાં ચોખાના મિલરો પર ખરીદીની કોઈ મર્યાદા નથી તેથી ખેડૂતોને તેમની ઉપજ વેચવી અને ત્યાં તકલીફ વગર મુક્ત રીતે ચૂકવણી કરવી અનુકૂળ લાગે છે. તદુપરાંત, હરિયાણામાં ખાનગી ખરીદદારો પણ ડાંગરની ખરીદી કરી રહ્યા છે જેમની સરકાર દ્વારા નિર્ધારિત ભેજની મર્યાદા કરતાં સહેજ વધારે છે.”

    - Advertisement -

    અહેવાલો અનુસાર રાઇસ મિલર્સ એસોસિએશનના પ્રમુખ માખન ગોયલે જણાવ્યું હતું કે, “પંજાબમાંથી પરમલ અને બાસમતી બંને જાતો હરિયાણામાં વેચવામાં આવી રહી છે અને જો આ ચાલુ રહેશે તો લગભગ 15 ટકા ઉત્પાદન રાજ્યની બહાર જશે, જેનાથી સરકારને આવકનું નોંધપાત્ર નુકસાન થશે.” આ સાથે જ જિલ્લા રાઇસ મિલર્સ એસોસિએશન અને જિલ્લા આડતિયા એસોસિએશન મનસાના સભ્યોએ આ મુદ્દે મુખ્યમંત્રી ભગવંત માનને પત્ર લખીને તેના ઉકેલ માટે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.

    બીજી તરફ, આમ આદમી પાર્ટીના નેતાઓ બુધ રામ અને ગુરુપ્રીત સિંહ બનવાલીએ વચેટિયાઓને સમર્થન કરતાં ખેડૂતોને તેમની ઉપજ હરિયાણામાં ન વેચવા માટે વિનંતી કરી છે. તેમણે કારણ આપતાં કહ્યું કે, તેનાથી રાજ્યને આર્થિક નુકસાન થઇ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, વેપારીઓ આ અંગે મુખ્યમંત્રી સાથે વાત કરશે અને મુદ્દાનો ઉકેલ લાવવાના પ્રયાસો કરશે.

    પંજાબના ખેડૂતોએ ખોલી હતી પોલ

    ગત દિવસોમાં પંજાબના ખેડૂત સંગઠનોએ કેજરીવાલની ગુજરાતના ખેડૂતોને આપવામાં આવેલી ગેરેન્ટી મામલે પ્રતિક્રિયા આપતાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઉપર ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ઘઉં, ડાંગ અને કપાસ પર કેન્દ્ર સરકાર દ્વારા MSP આપવામાં આવે છે જ્યારે મકાઈ પર કોઈ MSP નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, મગ ઉપર MSP હોવા છતાં ખેડૂતોએ બહુ ઓછી કિંમતે તેને વેચવા પડી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં