Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજંતરમંતર પર ખેડૂતોએ પોલીસ બેરીકેડ તોડ્યા: પહેલવાનોના સમર્થનમાં આવેલા BKUના ટોળાએ લગાવ્યા...

    જંતરમંતર પર ખેડૂતોએ પોલીસ બેરીકેડ તોડ્યા: પહેલવાનોના સમર્થનમાં આવેલા BKUના ટોળાએ લગાવ્યા સરકાર વિરોધી નારા, રાકેશ ટિકૈતે લીધી હતી મુલાકાત

    જંતર-મંતર પર પહેલવાનોના ધરણાંમાં પહોંચતાં પહેલાં રાકેશ ટિકૈતે પણ કહ્યું કે, “તેમને (પહેલવાનોને) તમામનું સમર્થન મળી રહ્યું છે. ખાપ પંચાયતના લોકો જઈ રહ્યા છે અને આજે પોતાનો નિર્ણય લેશે.

    - Advertisement -

    દિલ્હીના જંતરમંતર પર તથાકથિત ખેડૂતોએ પોલીસ બેરીકેટ તોડીને હુલ્લડ મચાવ્યું હતું, WFIના અધ્યક્ષ બૃજભૂષણ સિંહ વિરુદ્ધ ચાલી રહેલા આ દેખાવોમાં હવે સરકાર વિરોધી નારેબાજી પણ શરુ થઈ ગઈ છે. “આઝાદી” ગેંગે લગાવેલા નારાઓ બાદ હવે આ તથાકથિત આંદોલનમાં “મોદી તેરી કબ્ર ખુદેગી” જેવા વાંધાજનક સુત્રોચ્ચાર પણ થઈ રહ્યાં છે. જંતરમંતર પર તથાકથિત ખેડૂતોએ પોલીસ બેરીકેટ તોડીને આંદોલન સ્થળે ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો.

    મીડિયા અહેવાલો અનુસાર પહેલવાનોના સમર્થનમાં આવેલા ભારતીય કિસાન યુનિયનના (BKU)નેજા હેઠળ જંતરમંતર પર તથાકથિત ખેડૂતોએ પોલીસ બેરીકેટ તોડ્યા હતા. આ ઘટનાના કેટલાક વિડીયો પણ સામે આવ્યાં હતા. ન્યુઝ એજન્સી ANI દ્વારા ટ્વિટ કરવામાં આ વિડીયોમાં જોઈ શકાય છે કે હાથમાં કિસાનના ઝંડાઓ અને લીલી પાઘડીઓ પહેરેલા કેટલાક લોકો હુલ્લડ મચાવીને બેરીકેટ તોડી નારેબાજી કરી રહ્યાં છે.

    ‘મોદી તેરી કબ્ર ખુદેગી’ ના નારા લગાવવામાં આવ્યાં

    નોંધનીય છે કે પહેલવાનો દ્વારા ન્યાયની માંગ સાથે શરુ થયેલા આ આંદોલને હવે પોતાની દિશા બદલી છે. સંયુક્ત કિસાન મોરચાના સભ્ય હિમ્મતસિંહ ગુર્જરે આ દેખાવોના કેટલાક વિડીયો ટ્વિટ કરીને તેને વેગ આપી રહ્યાં છે. જેમાં બેરીકેટ પર ચઢેલા તથાકથિત ખેડૂતોને “મોદી તેરી કબર ખુદેગી, આજ નહીં તો કલ ખુદેગી” જેવા સુત્રોચ્ચાર લગાવતા જોઈ શકાય છે.

    - Advertisement -

    પહેલવાનોના આંદોલનમાં રાકેશ ટિકૈતની એન્ટ્રી

    ગઈકાલે (7 મે 2023) ધરણા સ્થળ પર ખાપ નેતાઓ દ્વારા મહાપંચાયત બોલાવવામાં આવી હતી. જેમાં WIFના અધ્યક્ષ પર કાર્યવાહી કરવા માટે સરકારને 21 મે સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પહલેવાનોના આંદોલનમાં પહોંચેલા ‘ખેડૂત નેતાઓ’એ કેન્દ્ર સરકારને 15 દિવસનો સમય આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે, જો ત્યાં સુધીમાં બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં નહીં આવે તો ‘મોટો નિર્ણય’ લેવામાં આવશે. ઉપરાંત, આંદોલનને 21મી મે સુધી ચાલુ રાખવા માટે પણ એલાન કરવામાં આવ્યું હતું.

    જંતર-મંતર પર પહેલવાનોના ધરણાંમાં પહોંચતાં પહેલાં રાકેશ ટિકૈતે પણ કહ્યું કે, “તેમને (પહેલવાનોને) તમામનું સમર્થન મળી રહ્યું છે. ખાપ પંચાયતના લોકો જઈ રહ્યા છે અને આજે પોતાનો નિર્ણય લેશે. બ્રિજભૂષણ શરણ સિંહ પરના આરોપોને લઈને કહ્યું કે, તેની તપાસ પોલીસ કરશે પરંતુ FIR દાખલ થઇ છે તો તેમની ધરપકડ થવી જોઈએ.

    એક પણ આરોપ સાચો નીકળ્યો તો હું મારી જાતને ફાંસી આપી દઈશ:બ્રિજભૂષણ શરણ સિંહ

    તો બીજી તરફ, બ્રિજભૂષણ સિંહે પોતાની ઉપર લાગેલા તમામ આરોપો નકારી કાઢ્યા છે. તેમણે તાજેતરના એક નિવેદનમાં કહ્યું હતું કે, જો તેમની ઉપર લાગેલો એક પણ આરોપ સત્ય ઠરે તો તેઓ પોતાની જાતને ફાંસી આપી દેશે. તેમણે કહ્યું કે, મામલો દિલ્હી પોલીસ હસ્તક હોવાના કારણે તેઓ વધુ બોલી શકે તેમ નથી પરંતુ જો તેમની પાસે કોઈ વિડીયો હોય કે કોઈ ખેલાડીને મેં ક્યારેય ફોન કર્યો હોય કે તેમની પાસે કોઈ સાક્ષી હોય તો તે પુરાવા રજૂ કરવા જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં