Friday, October 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટફરમાની નાઝની પોલ ખુલી: યુટ્યુબે ડીલીટ કર્યું 'હર હર શંભુ' ગીત, જીતુ...

    ફરમાની નાઝની પોલ ખુલી: યુટ્યુબે ડીલીટ કર્યું ‘હર હર શંભુ’ ગીત, જીતુ શર્મા છે અસલ ગીતકાર; ક્રેડિટ ન આપવાનો આરોપ

    હર હર શંભુ ભજન માટે મુશ્કેલીમાં મૂકાયેલી ફરમાની નાઝ પર ભજન ચોરી કરવાનો આરોપ લાગ્યા બાદ યુ-ટ્યુબે ગીત હટાવી લીધું છે.

    - Advertisement -

    તાજેતરમાં “હર હર શંભુ” ગીત ગાઈને યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલી ફરમાની નાઝની પોલ ખુલી ગઈ છે. આ પહેલા નાઝ હિંદુ ધાર્મિક ભજન ગાઈને મુશ્કેલીમાં મુકાઈ હતી. ‘હર હર શંભુ’ ગીત ગાઈને રાતોરાત સોશિયલ મીડિયામાં છવાઈ જનારી ફરમાની નાઝ આ જ ગીતના કારણે ફરી મુશ્કેલીમાં મૂકાઈ છે.

    મળતા અહેવાલો મુજબ જીતુ શર્માએ ગાયીકા ફરમાની નાઝ પર ગીત ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. ગીતકાર જીતુ શર્માનો આરોપ છે કે ફરમાનીએ તેમને ક્રેડિટ આપ્યા વગર આ ગીત યુટ્યુબ પર રીલીઝ કર્યું હતું. જે બાદ આ ગીતને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યું છે. બીજી તરફ, જીતુ શર્માએ આ સમગ્ર મામલે ‘હર હર શંભુ’ ગીત સાથે જોડાયેલી સંપૂર્ણ સત્યતા જણાવી છે. જે બાદ તેમનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે.

    આ કારણે મુશ્કેલીઓમાં મૂકાઈ

    - Advertisement -

    આજતક સાથે વાત કરતાં ગીતના લેખક જીતુ શર્માએ કહ્યું હતું કે- “ફરમાનીએ આ ગીત 23મીએ યુટ્યુબ પર રિલીઝ કર્યું હતું. તેણે અમારા ગીત, તાલ, રચના, વિડિયોના વર્ણન પર પણ અમારું નામ નથી નાખ્યું. ત્યારે અમને કોઈ સમસ્યા ન હતી, પરંતુ જ્યારે તેણે “હર હર શંભુ” ગીત પોતાનું ઓરિજિનલ ગીત કહ્યું ત્યારે અમને તે ગમ્યું નહીં.” ફરમાની નાઝની પોલ ખુલી ગયા બાદ પ્લેટફોર્મ પરથી તેનું ગીત હટાવી દેવામાં આવ્યું છે.

    યુટ્યુબે ગીત હટાવ્યું

    આ સાથે જીતુએ કહ્યું કે “ત્યાર બાદ હું યુટ્યુબ પર ગયો અને લીગલ ક્લેમ સબમિટ કર્યો. ત્યારપછી લગભગ 7-8 દિવસ પછી વેરિફિકેશન થયું અને આખરે 11 ઓગસ્ટે તેનું ગીત YouTube પરથી હટાવી દેવામાં આવ્યું.”

    ફરમાનીને મળી ‘બિગ બોસ 16’ની ઓફર

    મળતા અહેવાલો અનુસાર ફરમાની નાઝને સલમાન ખાનના શો ‘બિગ બોસ 16’માંથી ઓફર મળી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં આ વાત સામે આવી છે. આ ઈન્ટરવ્યુમાં ફરમાનીના ભાઈએ જણાવ્યું કે તેની બહેનને ‘બિગ બોસ’ની ઓફર મળી છે. પરંતુ હજુ સુધી ફરમાનીએ આ શોમાં જોડાવું કે નહીં તે નક્કી કર્યું નથી. આ સાથે તેના ભાઈએ કહ્યું કે ફરમાનીને ઝઘડા બિલકુલ પસંદ નથી, જ્યારે સલમાન ખાનનો આ શો ઝઘડા માટે જ પ્રસિદ્ધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં