Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ધાર્મિક અધ્યયન'ના નામે કેરળના કાસરગોડના છ સભ્યોનો પરિવાર યુદ્ધગ્રસ્ત યમનમાં ગેરકાયદેસર રીતે...

    ‘ધાર્મિક અધ્યયન’ના નામે કેરળના કાસરગોડના છ સભ્યોનો પરિવાર યુદ્ધગ્રસ્ત યમનમાં ગેરકાયદેસર રીતે પહોંચ્યો: ISISમાં જોડાવાની આશંકા સાથે સુરક્ષા એજન્સીઓ સતર્ક

    પરિવારનો મુખ્ય વ્યક્તિ 40 વર્ષનો છે અને તે દુબઈમાં અગ્રણી બિઝનેસ સુધારણા અને મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ માટે પ્રાદેશિક મેનેજર અને ટ્રેનર છે. તે પોતાની પત્ની અને 4 બાળકો સાથે યમન પહોંચ્યો હોવાના અહેવાલ છે.

    - Advertisement -

    ગત અઠવાડિયે કેરળ પોલીસ સત્તાવાળાઓના ધ્યાને આવ્યું હતું કે કેરળના કાસરગોડ જિલ્લામાં પડના પંચાયતના એક યુવાન દંપતિ અને તેમના ચાર બાળકો ગેરકાયદેસર રીતે યુદ્ધગ્રસ્ત યમન ગયા હતા. આ પરિવાર છેલ્લા દસ વર્ષથી દુબઈમાં રહેતો હતો અને તેઓ સાઉદી અરેબિયા થઈને યમનમાં પ્રવેશ્યા હતા.

    NIA દ્વારા 20મી ડિસેમ્બર 2022, મંગળવારના રોજ પડના પંચાયતના ઉદીનૂર ગામમાં પરિવારની પૂછપરછ કર્યા બાદ કેરળ પોલીસને પરિવારના યમન જવાની જાણ થઈ હતી. ગુમ થયેલા પરિવારના સંબંધીઓને પોલીસે બુધવારે ચંદેરા પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા જ્યાં તેઓ દ્વારા પરિવાર ગુમ થયો હોવાની રિપોર્ટ નોંધાવડાવી હતી.

    પોલીસ શું કહે છે?

    સ્થાનિક પોલીસ અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, “યમન જેવા દેશોમાં ભારતીય નાગરિકોની કોઈપણ ગેરકાયદેસર હિલચાલની જાણ (સત્તાવાર રીતે) કરવાની બાબત છે. યમન જનાર શંકાસ્પદ પરિવારનો ઈરાદો જાણી શકાયો નથી.”

    - Advertisement -

    એક પ્રશ્નના જવાબમાં, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે કે વ્યક્તિઓએ એ દેશમાં પ્રવાસ કર્યો હતો કારણ કે તેઓ ઇસ્લામિક સ્ટેટ (IS) આતંકવાદી સંગઠનની વિચારધારા તરફ દોરેલા હતા, જે યમન જેવા સ્થળોએ અત્યંત સક્રિય છે. અધિકારીએ ઉમેર્યું, “દેશમાંથી તેમના ગાયબ થવા પાછળ ધાર્મિક કારણો પણ હોઈ શકે છે. યુદ્ધગ્રસ્ત યમન દેશમાં કેટલીક ધાર્મિક સંસ્થાઓ અત્યંત ધાર્મિક વ્યક્તિઓના પ્રિય સ્થળો છે.”

    પોલીસ અધિકારીએ કહ્યું, “ઉદીનૂરનો આ પરિવાર 10 વર્ષથી દુબઈમાં રહેતો હતો. તેથી જ તેઓ ક્યારે યમન ગયા તેની અમને ખબર ન પડી.” જે વ્યક્તિ તેના પરિવાર સાથે યમન ભાગી ગયો હતો તે દુબઈની અગ્રણી બિઝનેસ સુધારણા અને મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મનો પ્રાદેશિક મેનેજર અને ટ્રેનર છે.

    પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું, “કંપનીની શાખાઓ દોહા, દુબઈ, કુવૈત, બેંગલુરુ અને કોચીમાં છે. તે દુબઈની શાખા સાથે છે અને તેની ક્લાયન્ટ કંપનીઓના સ્ટાફને તાલીમ આપવા માટે અવારનવાર ગલ્ફ દેશોમાં જતો હતો.”

    અધિકારીએ તેની પત્નીની નોકરીના પ્રકારનો ખુલાસો કર્યો ન હતો, જે કન્નુરના થાલાસેરીની છે. પુરુષ અને તેની પત્ની બંને બેંગલુરુમાંથી MBA ગ્રેજ્યુએટ છે. દંપતી તેમના ચાર બાળકોને લઈને યમન ગયા હતા. ચાર બાળકો ત્રણ, પાંચ, છ અને નવ વર્ષના છે.

    પરિવારના સભ્યોએ 4 મહિનાથી મિત્રો સાથે પણ વાતચીત બંધ કરી હતી

    ગુમ થયેલા લોકોના નજીકના પરિવારના મિત્રના જણાવ્યા અનુસાર, નજીકના સંબંધીના મૃત્યુને કારણે પરિવાર જૂનમાં એક અઠવાડિયા માટે તેમના વતન ગયો હતો. “પરંતુ તેણે (તે માણસ) લગભગ ચાર મહિના પહેલા તેના મિત્રો સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું,” મિત્રએ કહ્યું. પરિવાર તેમના નજીકના સંબંધીઓ સાથે માત્ર મેસેજિંગ એપ્સ દ્વારા જ સંપર્કમાં છે અને તેઓ ઇસ્લામ અને અરબી ભાષાના અભ્યાસ માટે યમન ગયા હોવાની વાત કરી છે. પરિવારે આ નજીકના સંબંધીઓને પણ જાણ કરી છે કે તેઓ એક વર્ષ પછી પાછા આવશે.

    સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે કારણ કે યમન ઘણા ઇસ્લામી આતંકવાદી સંગઠનો માટે ભરતીનું સ્થળ છે અને તે મધ્ય પૂર્વનો સતત યુદ્ધગ્રસ્ત રહેતો વિસ્તાર છે. રાજ્ય પોલીસને અગાઉ જાણવા મળ્યું હતું કે સમય જતાં કેરળમાંથી ઘણા લોકો ISમાં જોડાયા છે.

    અહેવાલો અનુસાર, પડના પંચાયતના વડાકેપુરમના વધુ બે યુવકો પણ ઓમાન અને સાઉદી અરેબિયાથી યમનમાં પ્રવેશ્યા છે, જ્યાં તેઓ અગાઉ કામ કરતા હતા. જો કે, કાસરગોડ પોલીસે જણાવ્યું હતું કે તેઓ તેમના વિશે અજાણ હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં