Saturday, June 22, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગોધરા રમખાણ 2002: રામભક્તોને લઈને આવતી ટ્રેનને લગાવાઈ હતી આગ, શું હિંદુ...

  ગોધરા રમખાણ 2002: રામભક્તોને લઈને આવતી ટ્રેનને લગાવાઈ હતી આગ, શું હિંદુ ટોળાએ કૌસરબાનુના ગર્ભને ચીરી કરી હતી હત્યા? જાણો હકીકત

  રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગર્ભને કોઈ જ નુકસાન પહોચ્યું ન હતું. જયારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ગર્ભ આખો જ હતો, ગર્ભનું વજન 2,500 ગ્રામ અને તે 45 સેમી લાંબુ હતું.

  - Advertisement -

  ઈ.સ. 2002ની તારીખ 27 ફેબ્રુઆરીના રોજ અયોધ્યાથી આવતી ટ્રેનના એક ડબ્બાને કટ્ટર માનસિકતા ધરાવતા ઇસ્લામિક ટોળાએ આગ લગાવી દીધી હતી. જેના કારણે અયોધ્યાથી પરત આવતા 59 રામભક્તોએ જીવ ગુમાવવો પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ, આખા ગુજરાતમાં મોટે પાયે રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં બન્ને પક્ષે ભારે નુકસાન થયું હતું. છતાં આ દંગાને આજે પણ એવી રીતે જ પ્રચારિત કરવામાં આવે છે કે મુસ્લિમો સાથે જ અન્યાય થયો છે. ઘણી વાતોતો સાવ જ ખોટી રીતે ઉપજાવી કાઢીને મુસ્લિમો પ્રત્યે સહાનુભુતિ ઉભી કરવા અને ગુજરાતને બદનામ કરવા માટેનું ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું. એવી પણ વાત થઇ કે હિંદુ ટોળાએ ગર્ભવતી મુસ્લિમ મહિલાનો ગર્ભ ચીર્યો હતો.

  આવી જ એજ ઘટના જેમાં કહેવાઈ રહ્યું છે કે, રમખાણો ફાટી નીકળ્યા બાદ એક હિંદુ ટોળાએ એક ગર્ભવતી મુસ્લિમ મહિલાના ગર્ભને તલવારથી ચીરીને તેને આગના હવાલે કરી હતી. આ દાવો કૌસરબાનુ નામના મહિલા માટે કરવામાં આવતો રહ્યો છે. આ દાવો કરનારા રિપોર્ટોમાં કૌસરબાનુની નણંદનાં નિવેદનને ટાંકવામાં આવ્યું છે, જેમાં કહેવાયું છે કે “તેઓએ મારી ભાભી સાથે જે કર્યું તે જધન્ય હતું, હિંદુ ટોળાએ તલવારની અણીએ પહેલા તો મારા ભાભી કે જે નવ મહિનાની ગર્ભવતી હતી, તેનો ગર્ભ ચીરી તેમાંથી બાળક કે કાઢીને તેને આગમાં નાખી દીધું, ત્યાર બાદ મારા ભાભીને પણ આગના હવાલે કરી દીધી.” આ નિવેદનના આધારે જ વિવિધ રીપોર્ટમાં અલગ અલગ દાવાઓ કરવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગે ગર્ભને તલવારથી ચીરવાની અને સળગાવી દેવાની વાતતો કરવામાં જ આવી છે. 

  આ વાતને લઈને દંગા થયાને બે બે દાયકા વીતી ગયા બાદ પણ ઉપર મુજબના દાવો સતત કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મડિયામાં પણ આ દાવાઓ ચર્ચાતા જ રહે છે. 

  - Advertisement -

  પણ આખરે સત્ય શું છે? ખરેખર કૌસરબાનુ સાથે આ જધન્ય કૃત્ય થયું હતું? ચાલો જાણીએ વાસ્તવિકતા. કૌસરબાનુનું મૃત્યુ તો થયું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ અનુસાર તેમનું મૃત્યુ ગુંગળામણથી થયું હતું. અન્ય દાવાઓ કરવામાં આવ્યા તે મુજબ તલવારનો એક પણ ઘા તેમના શરીર પર ન હતો, આટલું જ નહી, તેમને કોઈ જ આંતરિક કે બાહ્ય ઈજા થઇ નહોતી. આ વાતની પુષ્ટિ જે તે સમયે દંગા દરમિયાન સિવિલ હોસ્પિટલના ડો. જે. એસ. કનોરીયા કે જેમણે કૌસરબાનુનાં મૃતદેહનું  પોસ્ટમોર્ટમ કર્યું હતું. તેમના રીપોર્ટ અનુસાર સૌથી મોટો દાવો એ હતો કે ગર્ભને તલવારથી ચીરવામાં આવ્યો તે વાત પાયાથી જ ખોટી છે, કારણ કે રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગર્ભને કોઈ જ નુકસાન પહોચ્યું ન હતું. જયારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે ગર્ભ આખો જ હતો, ગર્ભનું વજન 2,500 ગ્રામ અને તે 45 સેમી લાંબુ હતું. ડો. કનેરિયા ત્યારે સિવિલમાં હતા અને કૌશર બાનુનું તારીખ પહેલી માર્ચ 2002ના રોજ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. 

  રીપોર્ટ અનુસાર કૌસરબાનુના શરીર પર કોઈ જ તલવારના ઘાનું નિશાન હતું નહીં, તેમને કોઈ જ આંતરિક કે બાહ્ય ધારદાર હથિયારની ઈજા પહોચી હતી નહીં. દુખદ બાબતએ હતી કે કૌસરબાનુનું મૃત્યુ થયું હતું, પરંતુ એનાથી પણ દુઃખની વાત એ હતી કે તેમના મૃત્યુની આજુ બાજુ વાતો વણીને કેટલાક રાજનૈતિક ગીધોએ પોતાના રોટલા શેક્યા હતા. તેમજ એક બહુમત હિંદુ સમાજને બદનામ કરવાનો કારસો પણ ઘડ્યો હતો. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં