Monday, October 7, 2024
More
    હોમપેજદેશ‘તમે માત્ર સમસ્યા જુઓ છો, તેની પાછળનાં કારણ અને ઇતિહાસ પર આંખ...

    ‘તમે માત્ર સમસ્યા જુઓ છો, તેની પાછળનાં કારણ અને ઇતિહાસ પર આંખ આડા કાન કરો છો’: CAA મુદ્દે અમેરિકાને વિદેશ મંત્રી એસ જયશંકરનો જવાબ

    વિદેશ મંત્રી એસ જયશંકરે આ નિવેદન ઇન્ડિયા ટુડે કૉનક્લેવમાં આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "જૂઓ, હું તેમની (અમેરિકાની) લોકતાંત્રિક ખામીઓ કે અન્ય બાબતો પર સવાલ નથી ઉઠાવી રહ્યો. હું અમારા ઇતિહાસ પર તેમની અધૂરી સમજ પર સવાલ ઉઠાવી રહ્યો છું."

    - Advertisement -

    CAA મામલે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અમેરિકાને અવળે હાથે લોધા બાદ હવે વિદેશ મંત્રી એસ જયશંકરે પણ અમેરિકાનો ઉધડો લીધો છે. વિદેશ મંત્રીએ અમેરિકાને ઉદ્દેશીને કહ્યું છે કે તેમના દ્વારા CAAને સમજ્યા વગર જ ટીપ્પણી કરવામાં આવી છે. ઇન્ડિયા ટુડે કૉનક્લેવમાં બોલતા તેમણે કહ્યું હતું કે તમે (અમેરિકા) સમસ્યાઓ જુઓ છો, પરંતુ આ કાયદો ભારતના વિભાજન સમયે ઉભી થયેલી સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે લાગુ કરવામાં આવ્યો છે.

    વિદેશ મંત્રી એસ જયશંકરે આ નિવેદન ઇન્ડિયા ટુડે કૉનક્લેવમાં આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “જૂઓ, હું તેમની (અમેરિકાની) લોકતાંત્રિક ખામીઓ કે અન્ય બાબતો પર સવાલ નથી ઉઠાવી રહ્યો. હું અમારા ઇતિહાસ પર તેમની અધૂરી સમજ પર સવાલ ઉઠાવી રહ્યો છું. તે વિશ્વના અનેક ભાગોમાં ટીપ્પણીઓ સાંભળશો તો તમને એમ જ લાગશે કે જાણે ભારતનું વિભાજન થયું જ નથી અને તેના પરિણામ સ્વરૂપે જે સમસ્યાઓ છે, તે ક્યારેય હતી જ નહીં. આ સમસ્યાઓનું સમાધાન કરવા માટે જ CAA લાવવામાં આવ્યું છે.”

    તમે ઇતિહાસ સામે આંખ આડા કાન કરો છો- વિદેશ મંત્રી

    તેમણે અમેરિકા સામે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, “જો તમે સમસ્યાની વાત કરતા હોવ અને તેની સાથે જોડાયેલા ઐતિહાસિક સંદર્ભો કે રેફરન્સ હટાવી દો છો… તો મારા પણ સિદ્ધાંત છે અને તે પૈકીનો એક સિદ્ધાંત તે લોકો પ્રત્યેનું દય્ત્વ છે કે જેઓ વિભાજન દરમિયાન દુખી થયા. મને સ્પષ્ટ પણે લાગી રહ્યું છે કે ગઈકાલે કેન્દ્રિય ગૃહ મંત્રીએ આના પર સ્પષ્ટ પણે વાત કરી હતી.”

    - Advertisement -

    બીજીન તરફ આ કૉનક્લેવમાં અમેરિકન રાજદૂત એરિક ગર્સેટી પણ હાજર હતા. તેમણે કહ્યું કે, “અમેરિકા ક્યારેય પોતાના સિદ્ધાંતોને નહીં છોડે, ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા લોકતંત્રની આધારશીલા છે. અમેરિકા CAAને લઈને ચિંતિત ચતુ અને તેને લાગુ કરવાની પ્રક્રિયા પર નજર રાખી રહ્યું છે.” ગાર્સેટીના આ નિવેદન પર પણ ભારતીય વિદેશ મંત્રીએ તેમને રોકડું પરખાવ્યું, તેમણે કહ્યું કે, “તમે એક સમસ્યા જૂઓ છો અને તેની પાછળના કારણો અને તેના વાસ્તવિક ઇતિહાસને હટાવી દો છો. બાદમાં તેના પર રાજનૈતિક તર્ક આપવામાં આવે છે અને તેને સિદ્ધાંત કહેવામાં આવે છે. અમારા પણ સિદ્ધાંતો છે અને તેમનો એક છે તે લોકો પ્રત્યેની અમારી જવાબદારી જેને વિભાજન સમયે તકલીફો ઉઠાવી પડી હતી.”

    અમેરિકાને CAA મામલે દર્પણ દેખાડતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, “જો તમે મને પૂછશો કે અન્ય દેશ, અન્ય લોકતંત્ર જાતી, આસ્થા, સામાજિક વિશેષતાઓના આધારે નાગરિકતા આપવામાં આગળ વધી રહ્યા છે? તો હું તમને તેવા અનેક ઉદાહરણ આપવા સક્ષમ છું.” અમેરિકાની ધરતી પ એક ખાલિસ્તાની આતંકવાદીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપ સામે ઝઝૂમી રહેલા ભારતીય નાગરિકો પર પૂછવામાં આવેલા સવાલ પર વિદેશ મંત્રીએ જણાવ્યું કે, “અમેરિકાએ અમારી સાથે થોડી-ઘણી માહિતી શેર કરી છે. તેમાં કેટલીક માહિતી સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે અને કેટલીક નથી. તેના વિશે ગહન વિચાર કરવામાં અમારી રૂચી છે, કારણકે તેમાં એક મજબૂત સંગઠિત અપરાધની ગંધ આવી રહી છે જે અમારી (ભારતની) સુરક્ષા પર પણ અસર નાખી શકે છે.”

    મને વિદેશનીતિ માટે પગાર મળે છે, સોશિયલ મીડિયા માટે નહીં- વિદેશ મંત્રી

    આ બધા વચ્ચે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરને કૂટનીતિ તેમજ સોશિયલ મીડિયા અને તેના વપરાશ પર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના પર તેમણે હળવાશથી જવાબ આપ્યો હતો કે, “જુઓ, મને સરળ અને મજબૂત વિદેશનીતિ માટે ભુગતાન કરવામાં આવે છે, સોશિયલ મીડિયા મજબૂત કરવા મયે નહીં. અને રહી વાત સોશિયલ મીડિયાની, તો તેનો ઈલાજ કોઈ કરી શકે તેમ છે જ નહીં.”

    શું છે અમેરિકા ને CAAનો વિવાદ? ભારતે શું આપ્યો હતો જવાબ?

    ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે, “અમે CAAને લઈને ચિંતિત છીએ, તેને કઈ રીતે લાગુ કરવામાં આવે છે તે બાબત પર અમે નજર રાખી રહ્યા છીએ.” તેમણે કહ્યું હતું કે ધાર્મિક સ્વતંત્રતાનો અનાદર કરવો અને કાયદા અંતર્ગત તમામ સમુદાયો સાથે સમભાવ રાખવો તે જ લોકતાંત્રિક સિધ્ધાંત છે.

    આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “CAA ભારતનો આંતરિક વિષય છે. તે ભારતની સમાવેશી પરંપરા અને માનવાધિકારો પ્રત્યે દેશની દાયકાઓ જૂની પ્રતિબદ્ધતાને ધ્યાને રાખીને લાવવામાં આવ્યો છે. આ અધિનિયમ ત્રણ પાડોશી દેશોમાંથી 31 ડિસેમ્બર, 2014 પહેલાં ભારત આવેલા હિંદુ, શીખ, જૈન, પારસી, ખ્રિસ્તી અને બૌદ્ધ જેવા લઘુમતી સમુદાયને મદદરૂપ થશે.”

    તેમણે કહ્યું કે, “CAA નાગરિકત્વ આપવા માટે છે, લેવા માટે નહીં. આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે નાગરિકત્વ વગરના લોકોને મદદરૂપ થશે અને માનવીય ગરિમાનું ધ્યાન રાખીને માનવાધિકારો પ્રદાન કરશે.”

    USના વિદેશ મંત્રાલયે કરેલી ટિપ્પણી પર તેમણે કહ્યું કે, “અન્ય પણ ઘણાં ઠેકાણેથી આવી ટિપ્પણીઓ કરવામાં આવી છે, અમે માનીએ છીએ કે તે અનુચિત, ગેરમાર્ગે દોરનારી અને બિનજરૂરી છે. લઘુમતીઓ સાથે થતા વ્યવહાર અંગે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. જેઓ દુર્દશામાં હોય તેમને મદદ કરવા માટે કોઇ પગલાં લેવામાં આવે તો તેને વોટબેન્કના રાજકારણની દ્રષ્ટિએ જોવું ન જોઈએ.”

    આગળ તેમણે ઉમેર્યું કે, “જેમને ભારતની બહુવિધ પરંપરાઓ અને વિભાજન બાદના ઇતિહાસની સીમિત સમજ છે તેમણે લેક્ચરો આપવાના પ્રયાસ ન કરવા જોઈએ. ભારતના જેઓ શુભચિંતકો છે તેઓ આ શુભ આશયથી લેવામાં આવેલાં પગલાંનું સ્વાગત કરે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં