Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી માઇક પોમ્પિયોની ધૂળ કાઢી: દિવંગત પૂર્વ...

    વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી માઇક પોમ્પિયોની ધૂળ કાઢી: દિવંગત પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વિશે અનેક વિવાદિત ટિપ્પણી કરી હતી

    અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે 2019માં પાકિસ્તાનના બાલાકોટમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇક બાદ બંને દેશ પરમાણુ યુદ્ધની નજીક આવી ગયા હતા.

    - Advertisement -

    વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી માઇક પોમ્પિયોની વિવાદિત પુસ્તક લખવા બદલ આક્રોશ જતાવ્યો છે. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ પોતાના પુસ્તકમાં ભારતના દિવંગત પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વિશે અનેક વિવાદિત ટિપ્પણી કરી હતી. માઇક પોમ્પિયોએ પોતાના પુસ્તક ‘Never Give an Inch: Fighting for the America I Love’માં લખ્યું છે કે સુષમા સ્વરાજ ક્યારેય મહત્વપૂર્ણ રાજકીય ખેલાડી નહોતા. 

    વિદેશ મંત્રી એસ જયશંકરે માઇક પોમ્પિયોની ટીપ્પણીઓ પર આકરી પ્રતિક્રિયા આપી છે. “પોમ્પિયોના પુસ્તકમાં સુષ્મા સ્વરાજ માટે ઉપયોગમાં લેવાયેલા અપમાનજનક શબ્દોની હું સખત નિંદા કરું છું. જો કે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ પોતાના પુસ્તકમાં વિદેશ મંત્રી એસ જયશંકરના વખાણ કર્યા છે.

    પોમ્પિયોએ પોતાના પુસ્તકમાં એકથી એક વિવાદિત દાવાઓ કર્યા છે. અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે 2019માં પાકિસ્તાનના બાલાકોટમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇક બાદ બંને દેશ પરમાણુ યુદ્ધની નજીક આવી ગયા હતા. પોમ્પિયોએ એવો પણ દાવો કર્યો છે કે આ જાણકારી તેમને તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આપી હતી. ન્યૂઝ એજન્સીઓએ આપેલા અહેવાલો અનુસાર પોમ્પિયોએ પોતાના પુસ્તકમાં ભારતના વિદેશ મંત્રીઓ સાથે પોતાના સંબંધો વિશે પણ લખ્યું છે. આમાં તેણે એસ જયશંકર અને એનએસએ અજીત ડોભાલનો પણ ઉલ્લેખ કર્યો છે. પોમ્પિયોએ આ પુસ્તકમાં સુષ્મા સ્વરાજને ‘ગૂફબોલ’ પણ કહ્યા છે.

    - Advertisement -

    સુષ્મા સ્વરાજ મે 2014થી મે 2019 સુધી મોદી સરકારના પહેલા કાર્યકાળમાં વિદેશ મંત્રી રહ્યા હતા. ઓગસ્ટ 2019માં તેમનું નિધન થયું હતું. પોમ્પિયોએ પુસ્તકમાં લખ્યું છે કે, “સુષ્મા સ્વરાજ ભારતીય વિદેશ નીતિમાં મહત્વપૂર્ણ ખેલાડી ન હતા, ભારતીય પક્ષે મારા સમકક્ષ હતા. એથીયે વધુ સારું એ છે કે મેં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે ખૂબ નજીકથી કામ કર્યું, જેઓ વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીના નિકટના અને વિશ્વાસુ હતા.”

    પોમ્પિયોના નિવેદન પર પ્રતિક્રિયા આપતા એસ જયશંકરે કહ્યું કે, “મેં પૂર્વ વિદેશ મંત્રી પોમ્પિયોના પુસ્તકમાં સુષ્મા સ્વરાજ સ્વરાજનો ઉલ્લેખ કરતો એક અંશ જોયો છે. મેં હંમેશા તેમનું (સુષ્મા સ્વરાજનું) ખૂબ સન્માન કર્યું છે. સુષ્મા સ્વરાજ સાથે મારા અસાધારણપણે ગાઢ અને સૌહાર્દપૂર્ણ સંબંધો હતા. હું પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ માટે પોમ્પિયોના પુસ્તકમાં ઉપયોગમાં લેવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીની સખત નિંદા કરું છું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં