Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસ્ટેશન પર ઉભેલી ટ્રેનમાંથી મળ્યું 20 કિલોગ્રામ વિસ્ફોટક, ટ્રેન સહિત આખા સ્ટેશનને...

    સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાંથી મળ્યું 20 કિલોગ્રામ વિસ્ફોટક, ટ્રેન સહિત આખા સ્ટેશનને ઉડાવી દેવાની ક્ષમતા હતી: બિહારનો મામલો, તપાસ શરૂ

    ડબ્બામાં ભારે માત્રામાં વિસ્ફોટક હોવાની જાણકારી મળતાંની સાથે જ તાત્કાલિક બોમ્બ સ્કવોડની ટુકડીને બોલાવવામાં આવી હતી તો પોલીસ અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

    - Advertisement -

    બિહારના એક જંકશન પર ઉભેલી ટ્રેનમાંથી 20 કિલોગ્રામ વિસ્ફોટકો મળી આવ્યાં છે. સિવાન જંકશન ઉપર ગેરકાયદેસર દારૂની તપાસ દરમિયાન GRPના હાથે આ વિસ્ફોટકોનો આ જથ્થો પકડાયો હતો. વિસ્ફોટક પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરીને જનરલ કોચના બાથરૂમ પાસે મૂકવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે મળી આવેલ વિસ્ફોટક ટ્રેન સહિત આખા સ્ટેશનને ઉડાવી શકવાની ક્ષમતા ધરાવે છે.

    બિહારના સિવાન ખાતે ટ્રેનમાંથી વિસ્ફોટક મળવાની આ ઘટના 22 માર્ચ 2023ની છે. આ વિસ્ફોટક ગ્વાલિયર-બરૌની મેલમાં મૂકવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારના અનેક સ્ટેશનો પર થઈને આ ટ્રેન સિવાન જંકશન પહોંચી હતી. પ્લેટફોર્મ 2 પર ઉભેલી આ ટ્રેનના એક જનરલ કોચમાં GRPના એક જવાને શૌચાલય પાસે આ વિસ્ફોટક ભરેલો ડબ્બો જોયો. શરૂઆતમાં તેમાં દારૂ હોવાની આશંકા સાથે તેઓ વિસ્ફોટક ભરેલા ડબ્બાને ચોકી પર લઇ ગયા હતા. ઉપરી અધિકારીઓની હાજરીમાં ડબ્બો ખોલતાંની સાથે જ તેમાં દારૂની જગ્યાએ દારૂગોળો જોઈને હાજર સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ડબ્બામાં ભારે માત્રામાં વિસ્ફોટક હોવાની જાણકારી મળતાંની સાથે જ તાત્કાલિક બોમ્બ સ્કવોડની ટુકડીને બોલાવવામાં આવી હતી તો પોલીસ અધિકારીઓએ પણ સ્થળ પર પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

    આ વિસ્ફોટકને 13 અલગ-અલગ પેકેટોમાં પેક કરવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તપાસમાં સામે આવ્યું હતું કે આ વિસ્ફોટક એટલું શક્તિશાળી હતું કે તે ટ્રેન સહિત આખા સ્ટેશનને ઉડાવી શકવામાં સક્ષમ હતું. બોમ્બ સ્ક્વોડના ઇન્સ્પેક્ટર પ્રસન્નજીત કુમારે જણાવ્યું હતું કે, “અમે બેગમાંથી મળી આવેલા વિસ્ફોટકની પ્રકૃતિની તપાસ કરી હતી. તે ખૂબ જ શક્તિશાળી હતું.” હાલ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા વિસ્ફોટક જીઆરપી સ્ટેશનથી સલામત સ્થળે લઈ જવામાં આવ્યું છે.

    - Advertisement -

    આ ઘટના બાદ તપાસ એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે. જીઆરપીએ પણ આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ વિસ્ફોટકને ટ્રેનના કોચમાં કેમ લઈ જવામાં આવ્યું અને ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તે જાણવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગ્વાલિયર-બરૌની એક્સપ્રેસ મધ્ય પ્રદેશના ગ્વાલિયરથી બિહારના બેગૂસરાય જિલ્લાના બરૌની સુધી ચાલે છે. સિવાન પહોંચતાં પહેલાં આ ટ્રેનમાં કુલ 34 સ્ટેશનો પર સ્ટોપેજ છે. જીઆરપી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ટ્રેનમાં કયા સ્ટેશન પર અને કોણે વિસ્ફોટકો મૂક્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં