Saturday, April 20, 2024
More
    હોમપેજક્રાઈમ'વર્ષના અંત સુધીમાં આસામને AFSPAથી મુક્ત જોવા માંગીએ છીએ': મુખ્યમંત્રી હિમંતા બિસ્વા...

    ‘વર્ષના અંત સુધીમાં આસામને AFSPAથી મુક્ત જોવા માંગીએ છીએ’: મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા

    - Advertisement -

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મંગળવારે આસામને AFSPAથી (સશસ્ત્ર દળ વિશેષ અધિનિયમ) મુક્ત કરવાના પોતાના ઉદ્દેશ્યનું પુનરોચ્ચારણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તે દિશામાં કાર્ય કરી રહી છે.

    ગુવાહાટીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા હિમંતા બિસ્વા સરમાએ AFSPAથી આસામને મુક્ત કરવાના નિવેદનમાં જણાવ્યું કે, “અમે તે દિશામાં કાર્ય કરી રહ્યાં છીએ. અમારો વિચાર છે કે વર્ષના અંત સુધીમાં અમે આસામને AFSPAથી મુક્ત જોવા માંગીએ છીએ.”

    મુખ્યમંત્રી સરમાએ આગળ જણાવ્યું કે, “જો કે, હું 100 ટકા સફળ થઈશ કે માત્ર 90 ટકા જ સફળ થઈશ તેનો આધાર એ વાત પર રહેશે કે પોલીસ દળ પોતાને મજબૂત બનાવે છે કે નહીં. મેં કમાન્ડન્ટ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું. હું પોલીસને વિનંતી કરું છું કે આસામમાં એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે કે જેથી અમારે AFSPA લાગું ન રાખવો પડે. પરંતુ જો પોલીસને 100 ટકા સફળતા નહીં મળે તો પાંચ જિલ્લામાં AFSPA યથાવત રહેશે. જો પોલીસને સફળતા મળશે તો અમે તેને પાછું ખેંચી લઈશું. આ ગૃહમંત્રી અને પોલીસ દળ વચ્ચેની ચર્ચા હતી.”

    - Advertisement -

    આ પહેલા સોમવારે પણ આસામના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્ય ચાલુ વર્ષના અંત સુધીમાં રાજ્યમાંથી સશસ્ત્ર દળ વિશેષ અધિનિયમને સંપૂર્ણ રીતે પરત લેવા માટેનું લક્ષ્ય બનાવી રહ્યું છે.

    મુખ્યમંત્રી સરમાએ આને લઈને ટ્વિટ પણ કર્યું હતું કે, “અમે અમારા પોલીસ દળને પ્રશિક્ષિત કરવા માટે પૂર્વ સૈનિકોને પણ સંમેલિત કરીશું.”

    આસામમાં પોલીસમાં આધુનિકીકરણ લાવવા માટે કરવામાં આવેલી કાર્યવાહીની આગલી કડીના ભાગરૂપે હિમંતા બિસ્વા સરમાએ સોમવારે ડેરગાંવમાં પોલીસ પ્રશિક્ષણ કેન્દ્રમાં કમાન્ડેટોના પ્રથમ સંમેલનમાં ભાગ લીધો હતો.

    તેમણે જણાવ્યું હતું કે, “નવેમ્બર સુધીમાં આખા રાજ્યમાંથી સશસ્ત્ર દળ વિશેષ અધિનિયમ હટાવી લેવામાં આવશે. જે આસામ પોલીસ બ્તાલીયનો દ્વારા CAPFના પ્રસ્થાપનની સુવિધા પ્રદાન કરશે. જોકે CAPFની ઉપસ્થિતિ અમલમાં રહેશે.” સમ્મેલનમાં આપવામાં આવેલા તેમના ભાષણમાં આ વિશેષ રૂપે જણાવાયું હતું.

    આસામના મુખ્યમંત્રીએ રવિવારે લાચિત બર્ફૂકન પોલીસ ટ્રેનિંગ એકેડેમી, ડેરગાંવ ખાતે આયોજિત પોલીસ બટાલિયન કમાન્ડન્ટ્સ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી હતી.

    મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “અમારું લક્ષ્ય 2023 ના અંત સુધીમાં આસામમાંથી સંપૂર્ણપણે AFSPA પાછું ખેંચવાનું છે.” સીએમ સરમાએ કહ્યું કે, અમે અમારા પોલીસ દળને તાલીમ આપવા માટે પૂર્વ સૈન્ય કર્મચારીઓને પણ જોડીશું.

    ગયા વર્ષે સમગ્ર આસામ રાજ્યમાંથી કેન્દ્ર દ્વારા AFSPA હેઠળ અશાંત વિસ્તારોનું જાહેરનામું દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ તે હજી પણ લગભગ નવ જિલ્લાઓ અને બીજા જિલ્લાના એક પેટા-વિભાગમાં અમલમાં છે.

    જો કે, 1 એપ્રિલ, 2023 થી, રાજ્યના વધુ એક જિલ્લામાંથી જાહેરનામું હટાવવામાં આવ્યું હતું, જેનો અર્થ એ થયો કે AFSPA આસામના ફક્ત આઠ જિલ્લાઓ સુધી મર્યાદિત છે.

    આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ, 1958 એ ભારતની સંસદનું એક અધિનિયમ છે, જે ભારતીય સશસ્ત્ર દળોને “અશાંત વિસ્તારોમાં” જાહેર વ્યવસ્થા જાળવવા માટે વિશેષ સત્તા આપે છે. અશાંત વિસ્તાર અધિનિયમ, 1976 અનુસાર, એક સમયે ‘ડિસ્ટર્બ્ડ’ જાહેર કરવામાં આવ્યા બાદ, આ વિસ્તારને ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી યથાવત્ સ્થિતિ જાળવવી પડે છે.

    (આ સમાચાર અહેવાલ સિન્ડિકેટેડ ફીડમાંથી પ્રકાશિત કરવામાં આવ્યો છે. મથાળા સિવાય, કન્ટેન્ટ ઑપઇન્ડિયા સ્ટાફ દ્વારા લખવામાં કે સંપાદિત કરવામાં નથી આવ્યો)

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં