Wednesday, November 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહલ્દ્વાનીના ધરણા પ્રદર્શનમાં બાળકોનો ઉપયોગ: મદરેસાના હાફિઝથી માંડીને સ્થાનિક નેતા સુધી, બાળકોએ...

    હલ્દ્વાનીના ધરણા પ્રદર્શનમાં બાળકોનો ઉપયોગ: મદરેસાના હાફિઝથી માંડીને સ્થાનિક નેતા સુધી, બાળકોએ તમામની પોલ ખોલી

    અમે રમતગમતમાં વ્યસ્ત બાળકોને તેમના પ્રદર્શન વિશે પૂછ્યું. આ દરમિયાન બાળકોએ ઘણી ચોંકાવનારી વાતો જણાવી હતી. મોહમ્મદ સમીર નામના બાળકે કબૂલ્યું હતું કે બાળકોને મદરેસાના ડ્રેસ પહેરીને ધરણામાં ભાગ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દવાનીમાં અતિક્રમણ હટાવવાના વિરોધમાં બાળ અધિકારોના સંરક્ષણ માટેના રાષ્ટ્રીય આયોગે સગીર બાળકોના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો છે. જ્યારે NCPCRએ નૈનીતાલના જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખીને જણાવ્યું છે કે રેલવે વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં કેવી રીતે બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો, બાળકો દ્વારા ઈમોશનલ અપીલ કરાવવામાં આવી રહી છે. તો બીજી તરફ, ગ્રાઉન્ડ ઝીરો પર હાજર ઑપઇન્ડિયાની ટીમે પણ જોયું કે સરકાર, અદાલતો અને વિદેશી સંસ્થાઓ પર દબાણ બનાવવા માટે સંગઠિત રીતે કામ કરવામાં આવી રહ્યું છે તેમજ હલ્દવાનીના ધરણા પ્રદર્શનમાં બાળકોનો ઉપયોગ કરીને ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરવામાં આવી રહ્યું છે.

    હલ્દવાનીના વનભૂલપુરામાં ગેરકાયદેસર અતિક્રમણની મુલાકાત લેતી વખતે અમે રેલ્વેના પાટા પાસે રમતા બાળકો જોયા. અમે રમતગમતમાં વ્યસ્ત બાળકોને તેમના પ્રદર્શન વિશે પૂછ્યું. આ દરમિયાન બાળકોએ ઘણી ચોંકાવનારી વાતો જણાવી હતી. મોહમ્મદ સમીર નામના બાળકે કબૂલ્યું હતું કે બાળકોને મદરેસાના ડ્રેસ પહેરીને ધરણામાં ભાગ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા.

    ઊંડાણપૂર્વક માહિતી લેવાની ઈચ્છાથી અમે થોડા પ્રયત્નો કરતા મોહમ્મદ સમીરે અમને જણાવ્યું કે તે ઈસ્લામિયા સ્કૂલમાં પણ અભ્યાસ કરે છે અને મદરેસામાં તાલીમ પણ લે છે. પ્રદર્શન દરમિયાન શાળાઓ અને મદરેસાના બાળકોને મદરેસાના ગણવેશમાં બોલાવવામાં આવ્યા હતા. તેનો હેતુ ભીડમાં વધુમાં વધુ નિર્દોષ મુસ્લિમોને બતાવવાનો હોય શકે છે. મતીન સિદ્દીકી નામના સ્થાનિક નેતાએ મદરેસાના બાળકોને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાની માંગ કરી હતી. મતીન સિદ્દીકી સમાજવાદી પાર્ટી સાથે સંકળાયેલા છે અને પ્રદર્શનના મુખ્ય આયોજકોમાંના એક છે. બાળકોએ જણાવ્યું કે મતીને ઈરફાન હાફિઝને બાળકોને તૈયાર કરવા અને પ્રદર્શનમાં લાવવાની સૂચના આપી હતી.

    - Advertisement -

    વનભૂલપુરા વિસ્તારમાં અનેક મદરેસા આવેલી છે. તમામ મદરેસાઓમાંથી વધુમાં વધુ બાળકો એકત્ર થયા હતા. જે રીતે બાળકો કેમેરા પર વાત કરી રહ્યા છે તેનાથી સ્પષ્ટપણે સમજી શકાય છે કે તેઓને બોલવા માટે પૂરતી ટ્રેનિંગ આપવામાં આવી છે. માત્ર બાળકોને જ નહીં પણ ભીડમાં રહેલા લોકોને કેમેરા પર શું બોલવું, કેવી રીતે કહેવું, કઈ ભાષામાં – બધું જ કહેવામાં આવી રહ્યું છે. ઑપઈન્ડિયાના અગાઉના ગ્રાઉન્ડ રિપોર્ટમાં, અમે આ હકીકતો પુરાવા સાથે તમારી સમક્ષ રજૂ કરી છે.

    ગ્રાઉન્ડ રિપોર્ટિંગ દરમિયાન, અમે વાનભૂલપુરા, હલ્દવાની ગલીઓમાં એજન્ડા ધારકોને જોયા, જેઓ લોકોને બોલવાની તાલીમ આપી રહ્યા હતા. અમે જોયું કે કેવી રીતે એક કથિત પત્રકાર ભીડને શક્ય તેટલા હિન્દી શબ્દોનો ઉપયોગ કરીને પોતાની વાત માસુમિયતથી રજૂ કરવાનું શીખવી રહ્યો હતો અને તેમની પઢાવેલી વાતોને ‘ધ વાયર’ પર પ્રસારિત કરવાનો દાવો પણ તે વ્યક્તિ કરી રહ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં