Tuesday, May 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈલોન મસ્કે પીએમ મોદીને ટ્વિટર પર ફૉલો કર્યા, માત્ર 195 લોકોને કરે...

    ઈલોન મસ્કે પીએમ મોદીને ટ્વિટર પર ફૉલો કર્યા, માત્ર 195 લોકોને કરે છે ફૉલો: નેટિઝન્સમાં ચર્ચા- શું ટેસ્લા ભારતમાં આવી રહી છે?

    કેટલાક યુઝરોએ ટેસ્લા કાર સાથે પીએમ મોદી અને ઈલોન મસ્કની તસ્વીર શૅર કરીને આ અટકળો વહેતી મૂકી હતી.

    - Advertisement -

    ટ્વિટર ચીફ અને બહુ જાણીતી ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટર પર ફૉલો કર્યા છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના CEOએ વડાપ્રધાનને ફૉલો કરતાંની સાથે જ આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ. કારણકે ઈલોન માત્ર 194 લોકોને જ ટ્વિટર પર ફૉલો કરે છે. બીજી તરફ, એવી ચર્ચાઓ પણ શરૂ થઇ ગઈ કે શું હવે ટેસ્લા કંપનીની કાર ભારતમાં પણ આવવા જઈ રહી છે. નેટિઝન્સમાં આ વિશે ચર્ચા ચાલી રહી છે.

    ઈલોન મસ્કે પીએમ મોદીને ફૉલો કરતાંની સાથે નોંધવા જેવી બાબત એ છે કે વડાપ્રધાન ચોથા વૈશ્વિક નેતા છે જેને મસ્કે ટ્વિટર પર ફૉલો કર્યા છે. ઈલોન મસ્ક ટ્વિટર પર જે અન્ય 3 ગ્લોબલ લીડરોને ફોલો કરે છે તેમાં UKના પીએમ ઋષિ સુનક, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોંનો સમાવેશ થાય છે. ઈલોન મસ્ક કુલ 194 લોકોને ટ્વિટર પર ફોલો કરે છે. નોંધનીય છે કે મસ્કે ગત વર્ષે ટ્વિટરને 44 અરબ ડૉલરમાં ખરીદી લીધું હતું.

    જો ઈલોન મ્સ્કના ટ્વિટર ફૉલોવર્સની વાત કરીએ તો તેમના 134.3 મિલિયન ફૉલોવર્સ છે અને તેમનું એકાઉન્ટ સહુથી વધુ ફૉલોવર્સ ધરાવતું હેન્ડલ છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર પર 87.7 મિલિયન ફોલોઅર્સ છે. તેઓ 2535 લોકોને ફૉલો કરે છે. આ બંને હસ્તીઓ ટ્વિટર પર ઘણી સક્રિય રહે છે.

    - Advertisement -

    શું ટેસ્લા ભારતમાં આવી રહી છે?- નેટિઝન્સમાં ચર્ચા

    ઈલોન મસ્કે પીએમ મોદીને ફૉલો કર્યાના સમાચાર આવતાંની સાથે જ ટ્વિટર પર યુઝરોમાં એ ચર્ચા શરૂ થઇ ગઈ હતી કે શું હવે ટેસ્લા કંપની પોતાની કાર ભારતમાં પણ લૉન્ચ કરશે? ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આવી ચર્ચાઓ અવારનવાર થતી રહી છે.

    લોકોએ પીએમ મોદી અને ઈલોન મસ્કને ટેગ કરીને કુતુહલતાવશ ટેસ્લાના ભારતપ્રવેશને લઈને પ્રશ્ન કર્યા હતા.

    એક યુઝરે લખ્યું કે, નરેન્દ્ર મોદી એશિયાના પહેલા એવા નેતા છે જેમને ઈલોન મસ્કે ફૉલો કર્યા છે. તો શું હવે ટેસ્લા ભારતમાં આવી રહી છે?

    કેટલાક યુઝરોએ ટેસ્લા કાર સાથે પીએમ મોદી અને ઈલોન મસ્કની તસ્વીર શૅર કરીને આ અટકળો વહેતી મૂકી હતી.

    અન્ય પણ ઘણા યુઝરો આ પ્રકારની ચર્ચા કરી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે ટેસ્લા અને ભારત સરકાર વચ્ચે લાંબા સમયથી આ બાબતે વાતચીત ચાલી રહી છે. જોકે, ટેસ્લાનો ભારત આવવાનો રસ્તો સરળ નથી લાગતો, કારણ કે ઈલોન મસ્કે પહેલેથી જ કહી દીધું હતું કે ટેસ્લા ભારતમાં પોતાની ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન ત્યારે જ કરશે જ્યારે તેને પહેલાં સ્થાનિક સ્તરે વેચવાની અને સર્વિસ કરવાની મંજૂરી આપવામાં આવે. બીજી તરફ, ભારતીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે ટેસ્લાને ભારતમાં કાર વેચવાની મંજૂરી ત્યારે જ આપવામાં આવશે જો દેશમાં જ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરવામાં આવશે.

    ટેસ્લા વાસ્તવમાં અમેરિકી કંપનીનું નામ છે, જે કાર બનાવે છે. આ કંપનીની માલિકી ઈલોન મસ્ક પાસે છે. ટેસ્લા જુદાં-જુદાં મોડેલની કાર બનાવે છે. જે તમામ ઇલેક્ટ્રિક છે. આ કાર અત્યાધુનિક ફીચર્સ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. જેમાં ઓટો મોડ પણ સામેલ છે. જોકે, આ ફિચર્સના કારણે તેની કિંમત પણ સામાન્ય કરતાં ઘણી વધારે હોય છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં