Wednesday, April 24, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટટ્વિટર ચીફ ઈલોન મસ્કે ક્વોટ કર્યું ઑપઇન્ડિયાનું ટ્વિટ, બેબાકળા થયા લેફ્ટ-લિબરલ્સ: જાતજાતના...

  ટ્વિટર ચીફ ઈલોન મસ્કે ક્વોટ કર્યું ઑપઇન્ડિયાનું ટ્વિટ, બેબાકળા થયા લેફ્ટ-લિબરલ્સ: જાતજાતના આરોપો લગાવીને બુમરાણ મચાવી

  ઈલોન મસ્કે ઑપઇન્ડિયાનું આ ટ્વિટ ક્વોટ કરતાંની સાથે જ ઘણા શુભચિંતકોએ વેબસાઈટને અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ બીજી તરફ લેફ્ટ-લિબરલોએ ધમાલ મચાવી હતી.

  - Advertisement -

  રવિવારે (14 મે, 2023) માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ ટ્વિટરના ચીફ અને અબજોપતિ ઈલોન મસ્કે ઑપઇન્ડિયાનું ડિસેમ્બર, 2022નું એક ટ્વિટ ક્વોટ કર્યું હતું. ત્યારે અમે એક ટ્વિટર થ્રેડ દ્વારા જણાવ્યું હતું કે કઈ રીતે બે શખ્સોએ નકલી ટ્વિટર કર્મચારીઓ બનીને મીડિયાને અવળા પાટે ચડાવ્યું હતું. ઈલોન મસ્કે ઑપઇન્ડિયાનું આ ટ્વિટ ક્વોટ કરીને લખ્યું- મને પહેલેથી જ લાગતું હતું. 

  વાસ્તવમાં, ઓક્ટોબર 2022માં ઈલોન મસ્કે ટ્વિટરમાં છાંટણી કરીને ઘણા કર્મચારીઓને ઘરભેગા કરી દીધા હતા. તે સમયે કંપની હેડક્વાર્ટરની બહાર બે યુવકોએ નકલી ટ્વિટર કર્મચારી બનીને મીડિયા સાથે પ્રેન્ક કર્યું હતું. વાસ્તવમાં આ બંનેને ટ્વિટર સાથે કોઈ સબંધ ન હતો પરંતુ બંનેને કંપની હેડક્વાર્ટરની બહાર બોક્સ લઈને જોતા જોઈને પત્રકારે તેમને પ્રશ્નો પૂછતાં તેમને ટીખળ સૂઝી અને બંનેએ ટ્વિટરના કર્મચારી બનીને વાત કરી હતી. બંનેએ કહ્યું હતું કે, તેઓ ટ્વિટરમાં કામ કરતા હતા પરંતુ ઈલોન મસ્કે તેમને કાઢી મૂક્યા છે. બંનેએ નામ પણ ખોટાં કહ્યાં હતાં. 

  ઈલોન મસ્કે ઑપઇન્ડિયાનું આ ટ્વિટ ક્વોટ કરતાંની સાથે જ ઘણા શુભચિંતકોએ વેબસાઈટને અભિનંદન પાઠવ્યા હતા, પરંતુ બીજી તરફ પોર્ટલનું રિપોર્ટિંગ લિબરલ પ્રોપેગેન્ડા સાથે મેળ ન ખાતું હોવાના કારણે ઘણાએ ઑપઇન્ડિયા પર ફેક ન્યૂઝ પ્રકાશિત કરવાનો આરોપ લગાવીને મસ્કને પણ ટાર્ગેટ કર્યા હતા. ઘણાએ ઑપઇન્ડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ સાચો ઠેરવવા માટે વિકિપીડિયા પેજની લિંક્સ પણ શૅર કરી હતી. પરંતુ રસપ્રદ વાત એ છે કે વિકિપીડિયા પોતે જ કહે છે કે તેઓ માહિતીનો વિશ્વસનીય સ્ત્રોત નથી. ઉપરાંત, તેના સહ-સ્થાપક લેરી સેંગરે પણ ઑપઇન્ડિયા સાથેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, વિકિપીડિયા પર વિશ્વાસ કરવો જોઈએ નહીં કારણ કે તે એક ચોક્કસ વિચારધારાથી પ્રભાવિત છે. ઑપઇન્ડિયા સમયે-સમયે એ બાબતો પર પ્રકાશ પાડતું રહ્યું છે કે કઈ રીતે વિકિપીડિયાએ ન માત્ર ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા પરંતુ તેના એડિટરોની વિચારધારા સાથે મેળ ન ખાય તેવું કોન્ટેન્ટ પણ હટાવ્યું હતું. 

  - Advertisement -

  ઑપઇન્ડિયાને ક્વોટ કરવા માટે ઈલોન મસ્કને ટાર્ગેટ કરતા લેફ્ટ-લિબરલ્સ 

  ફેક ન્યૂઝ પ્રકાશિત કરવા માટે જાણીતા મોહમમદ આસિફ ખાને મસ્કના ટ્વિટની નીચે લખતાં ઑપઇન્ડિયાને ‘પ્રોપેગેન્ડા મશીનરી’ ગણાવ્યું અને સાથે ફેક ન્યૂઝ શૅર પ્રકાશિત કરવાનો અને ભારતમાં સાંપ્રદાયિક ઘૃણા ફેલાવવાનો પણ આરોપ લગાવી દીધો. 

  હિંદુવિરોધી પ્રોપેગેન્ડા ફેલાવવા માટે કુખ્યાત ટ્વિટર હેન્ડલ ‘HindutvaWatch’ પરથી ટ્વિટ કરીને ઑપઇન્ડિયાને ‘મુસ્લિમવિરોધી’ અને ‘ખ્રિસ્તીવિરોધી પ્રોપેગેન્ડા’ ફેલાવતી વેબસાઈટ ગણાવી દીધી હતી.

  ફૈઝુલ હસન નામના એક યુઝરે ઑપઇન્ડિયા પર આરોપ લગાવતાં દાવો કર્યો કે પોર્ટલને ભારતની અદાલત દ્વારા ખોટી માહિતી ફેલાવનાર તરીકે ચીતરવામાં આવી ચૂક્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશની કોઈ પણ કોર્ટે ઑપઇન્ડિયા વિશે આવું કોઈ અવલોકન કર્યું નથી, આ દાવો સદંતર ખોટો અને પાયાવિહોણો છે. 

  એક યુઝરે તો એમ પણ કહ્યું કે, અન્ય અનેક સ્ત્રોત હોવા છતાં ઈલોન મસ્કે જાણીજોઈને ઑપઇન્ડિયાના ટ્વિટને ક્વોટ કર્યું હતું.

  અંકિત શુક્લા નામના એક વ્યક્તિએ ઑપઇન્ડિયા પર જાતજાતના આરોપો લગાવ્યા અને સાથે ‘PoopIndia’ જેવો અપમાનજનક શબ્દપ્રયોગ કર્યો. જ્યારે-જ્યારે પણ ઑપઇન્ડિયા લેફ્ટ-લિબરલોના ખોટા દાવાઓ કે રાષ્ટ્રવિરોધી કારસ્તાનો ઉઘાડાં પાડે કે તેમની વિચારધારા વિરુદ્ધના રિપોર્ટ્સ પ્રકાશિત કરે ત્યારે તેઓ આ પ્રકારના શબ્દપ્રયોગ થકી ટાર્ગેટ કરવાના પ્રયાસ કરતા રહે છે.

  અન્ય એક વ્યક્તિએ વેબસાઈટને ‘રાઇટવિંગ પ્રોપેગેન્ડા ઇન્ટરનેટ મીડિયા’ ગણાવી અને ઈલોન મસ્કે ટ્વિટ ક્વોટ કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં