Friday, March 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ખુરશી પર તોળાતું સંકટ : માઈનીંગ લીઝ કેસ...

    ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ખુરશી પર તોળાતું સંકટ : માઈનીંગ લીઝ કેસ મામલે ચૂંટણી પંચે માગ્યો જવાબ

    ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન જે ખનન વિભાગ પણ સંભાળે છે તેમણે પોતાને જ એક બ્લોક ફાળવી દેતાં ભાજપાએ રાજ્યપાલને ફરિયાદ કરી છે અને હવે સોરેન તકલીફમાં આવી ગયા છે.

    - Advertisement -

    માઈનિંગ લીઝ કેસમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન મુશ્કેલીમાં ફસાતા જોવા મળી રહ્યા છે. રાંચી હાઈકોર્ટ બાદ હવે કેન્દ્રીય ચૂંટણી પંચે પણ આ મામલે નારાજગી વ્યક્ત કરી છે. ચૂંટણી પંચે આ મામલે રાજ્યના મુખ્ય સચિવ સુખદેવસિંહને પત્ર લખ્યો છે. પંચે પત્રમાં મુખ્ય સચિવને દસ્તાવેજોની ખરાઈ કરીને મુખ્યમંત્રીએ રાંચીના અંગારા બ્લોકમાં માઈનિંગ લીઝ મેળવવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો હતો કે કેમ તે અંગે સ્પષ્ટતા માંગી છે.

    ચૂંટણી પંચ તરફથી પત્ર મળ્યા બાદ રાજ્યના અધિકારીઓ આ આરોપોની ખરાઈ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં લાગ્યા છે. જે પૂર્ણ થયા બાદ તેઓ પત્રનો જવાબ સોંપશે. અહીં એ નોંધનીય છે કે મુખ્યમંત્રી હેમંત સોરેન પાસે ખનન વિભાગ પણ છે અને તેમની ઉપર પથ્થર ખનનનું કામ પોતાને જ ફાળવી દેવાનો આરોપ લાગ્યો છે. આ મામલે ફેબ્રુઆરીમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા રઘુવર દાસના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ રાજ્યપાલને મળ્યું હતું અને સીએમને હટાવવાની માંગ કરીને આ મામલે કેટલાક દસ્તાવેજો પણ સોંપ્યા હતા.

    રાજ્યપાલે આ દસ્તાવેજોને ચૂંટણી પંચ પાસે મોકલી તેમનો અભિપ્રાય માગ્યો હતો. ચૂંટણી પંચે આ દસ્તાવેજો મુખ્ય સચિવને મોકલીને આ દસ્તાવેજો સીએમ પર લાગેલા આરોપ સબંધિત છે કે નહીં તે જણાવવા માટે કહ્યું છે. અધિકારીઓ તરફથી જવાબ મળ્યા બાદ ચૂંટણી પંચ મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલ લીઝ ‘ઓફીસ ઓફ પ્રોફિટ’ હેઠળ આવે છે કે કેમ તે અંગે નિર્ણય કરશે. તેમજ તેના આધારે ચૂંટણી પંચ રાજ્યપાલને પણ જવાબ આપશે. જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ 9A મુજબ ‘ઓફિસ ઓફ પ્રોફિટ’ હેઠળ આવતા ગૃહના સભ્યોનું સભ્યપદ સમાપ્ત કરવાનો પ્રાવધાન છે.

    - Advertisement -

    પોતે સોંપેલા દસ્તાવેજોના આધારે કરેલી ફરિયાદમાં રઘુવર દાસે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી બન્યા બાદ હેમંત સોરેને પોતાના નામે પથ્થર ખાણકામ લીઝ પર લઇ લીધું હતું. રાંચી જિલ્લાના અનગડા તાલુકામાં 0.88 એકર ક્ષેત્રફળનો પટ્ટો પાંચ વર્ષ માટે લીઝ પર લેવામાં આવ્યો છે.

    હાઈકોર્ટે પણ કરી હતી ટિપ્પણી

    શિવશંકર શર્મા નામના એક વ્યક્તિએ માઈનિંગ લીઝ પોતાના નામે કરવા બદલ હેમંત સોરેન વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે અરજી મામલે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડૉ. રવિ રંજન અને ન્યાયાધીશ સુજીત નારાયણ પ્રસાદની ખંડપીઠે સુનાવણી કરતા બંધારણીય પદ પર બેઠેલા વ્યક્તિએ પોતાની સત્તાનો દુરુપયોગ કરવો ન જોઈએ તેમ પણ નોંધ્યું હતું.

    અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, સોરેન રાજ્યના મુખ્યમંત્રી તેમજ વન અને પર્યાવરણ વિભાગના પણ મંત્રી છે. તેમની પાસે ખનન વિભાગ પણ છે. તેવામાં તેમણે પોતે જ પર્યાવરણ કલીયરન્સ માટે આવેદન આપ્યું અને ક્લીયરન્સ લઈને પોતે જ લીઝ મેળવી લીધી હતી. આમ કરવું પદનો દુરુપયોગ અને જન પ્રતિનિધિત્વ કાનૂનનું ઉલ્લંઘન છે.

    શું છે મામલો?

    ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન પર આરોપ છે કે તેમણે પદનો દુરુપયોગ કરીને પથ્થર ખનન માટેની લીઝ પોતાના નામે જ મેળવી લીધી હતી. આ ખાન રાંચી જિલ્લાના અનગડાના થાણા નંબર-26, ખાતા નંબર-187, પ્લોટ નંબર 482માં આવેલ છે. ભાજપે આરોપ લગાવ્યો હતો કે આ લીઝની મંજૂરી માટે હેમંત સોરેન વર્ષ 2008 થી જ પ્રયાસો કરી રહ્યા હતા.

    મુખ્યમંત્રી બન્યા બાદ પત્ર ક્રમાંક 615/M, તારીખ 16-06-2021 મારફતે વિભાગ દ્વારા લીઝની મંજૂરી માટેનો પત્ર (Letter of intent) જારી કરવામાં આવ્યો હતો. આ વિભાગ મુખ્યમંત્રી પાસે જ છે. સ્ટેટ લેબલ એન્વાયરમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરીટીએ 14 થી 18 સપ્ટેમ્બર 2021 દરમિયાનની પોતાની 90મી બેઠકમાં પર્યાવરણીય સ્વીકૃતિની ભલામણ પણ કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં