Saturday, October 12, 2024
More
    હોમપેજદેશઅયોધ્યામાં રામ મંદિરની આસપાસ 8 મસ્જિદ અને 4 કબ્રસ્તાન, મુસ્લિમ બહુલ મહોલ્લો...

    અયોધ્યામાં રામ મંદિરની આસપાસ 8 મસ્જિદ અને 4 કબ્રસ્તાન, મુસ્લિમ બહુલ મહોલ્લો પણ…: વાંચો એ બાબતો જેને છુપાવતા રહ્યા છે કોંગ્રેસી-વામપંથી

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા મહંત મહેશ દાસે કહ્યું કે, ભગવાન રામે બધાને આત્મસાત કર્યા હતા. જે લોકો તેમનું નામ સાંપ્રદાયિકતા સાથે જોડે છે, તેઓએ પોતે અયોધ્યા આવીને ખરી હકીકત જાણવી જોઈએ.

    - Advertisement -

    22 જાન્યુઆરી, 2024 (સોમવાર)ના રોજ અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે નિર્માણાધીન મંદિરમાં પ્રભુ શ્રીરામની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે. દુનિયાભરનો હિંદુ સમાજ આ દિવસને ઉત્સવની જેમ મનાવવા માટે ઉત્સુક છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ સહિત અમુક કટ્ટરવાદી અને વામપંથી તત્વો આ કાર્યક્રમનો વિરોધ કરી રહ્યાં છે. આમ તો રામના નામમાં સૌ કોઈનો સમાવેશ છે, પરંતુ જાણીજોઈને મામલાને સાંપ્રદાયિક રંગ આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. અયોધ્યાના નામે હિંદુઓ વિરુદ્ધ કટ્ટરતાનું આભાસી દ્રશ્ય બનાવવા માટેનું ષડયંત્ર રચનારાઓએ એ તથ્યો છુપાવ્યાં છે કે રામ મંદિર પરિસરની આસપાસ અયોધ્યામાં હજુ પણ 8 મસ્જિદ સ્થિત છે અને અહીં એક મુસ્લિમ બહુલ મહોલ્લો પણ છે, જે ખૂલીને પોતાની મજહબી માન્યતાઓનું પાલન કરતો આવ્યો છે.

    વિવિધ સંપ્રદાયોના 3400 થી વધુ મંદિરો, શ્રીરામ સૌના આરાધ્ય

    ઓપઇન્ડિયાએ અયોધ્યા ધર્મનગરી વિશે આંકડાકિય જાણકારી મેળવી હતી. સત્તાવાર રીતે આ ધર્મનગરી 10.24 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે. હાલ અયોધ્યામાં લગભગ 3400 મંદિરો છે. આ સ્થાનો સનાતન ધર્મના અંગ સમાન છે, જે વિવિધ પૂજા પદ્ધતિઓમાં માનનારા મંદિરો છે. બધાં મંદિરો પરિસરની નજીકમાં જ બાંધવામાં આવ્યાં છે, જેનાથી સંદેશ મળે છે કે વિવિધતા હોવા છતાં સનાતન ધર્મનું મૂળ એક જ છે. આ સાથે જ હિંદુ ધર્મના બધા જ સંપ્રદાયોના મંદિરો એ વાતનું પણ પ્રતીક છે કે, રામ સનાતનના બધા જ અંગોમાં પૂજ્ય છે. 3400થી વધુ મંદિરોની આ અનેકતામાં એકતા રામ સમાવેશી હોવાની સાક્ષી પૂરાવે છે.

    અયોધ્યા ધર્મક્ષેત્રમાં શીખોના 4 પવિત્ર ગુરુદ્વારા પણ આવેલા છે. પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવતા ગુરુદ્વારા હિંદુ અને શીખ સમુદાય વચ્ચેની નિકટતાના પ્રતીકો છે, જેને વર્તમાન સમયના ખાલિસ્તાની વિચારધારા ધરાવતા કેટલાક લોકો નકારવાના પ્રયાસ કરીને ષડયંત્ર રચતા રહ્યા છે. આ સિવાય અયોધ્યામાં 2 જૈન મંદિરો પણ છે. વિશ્વભરમાંથી અયોધ્યા આવતા હિંદુ ભક્તો, સમાન ભક્તિભાવ સાથે ગુરુદ્વારા અને જૈન મંદિરોની મુલાકાત લે છે. જૈન અને શીખ ધર્મના ધાર્મિક સ્થળો પણ રામ સાથે જૂનો સંબંધ હોવાનું સાબિત કરે છે.

    - Advertisement -

    પરિસરથી 10 કિલોમીટરની અંદર 8 મસ્જિદો, 4 કબ્રસ્તાન

    ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં હિંદુ ધર્મને કુફ્ર અને શિર્ક ગણાવતી અને પોતાને સર્વશ્રેષ્ઠ અને સર્વોત્તમ જાહેર કરતી ઈસ્લામિક માતની ઇબાદતગાહો પણ આવેલી છે. ધર્મનગરી વિસ્તારમાં 8 મસ્જિદો અને 4 કબ્રસ્તાન સ્થિત છે.

    અયોધ્યામાં એવી મસ્જિદો પણ છે, જે રામજન્મભૂમિ પરિસરથી માત્ર 100 મીટર દૂર છે. જેની ઉપર લાઉડસ્પીકર લગાવવામાં આવ્યાં છે, જેના દ્વારા દિવસમાં પાંચ વખત અઝાન આપવામાં આવે છે. અહીં તમામ મુસ્લિમો સંપૂર્ણ સ્વતંત્રતા સાથે તેમની મજહબી માન્યતાઓનું પાલન કરે છે. આ ઉપરાંત અયોધ્યાધામ જંકશનથી નીકળતાં જ 100 મીટર દૂર જ એક મસ્જિદ આવેલી છે. જેનો લીલા રંગનો ગુંબજ દૂરથી જ નજરે પડે છે. અહીં અવારનવાર મુસ્લિમોની ભીડ પણ જોવા મળે છે.

    ઑપઇન્ડિયા ટીમે ધર્મક્ષેત્રમાં વિદ્યાકુંડની આસપાસના બે કબ્રસ્તાનની પણ મુલાકાત લીધી. જ્યાં અમને બહુ મોટી સંખ્યામાં પાકી કબરો જોવા મળી. પાકી કબરો પર અરબી ભાષામાં તકતીઓ લાગેલી હતી. અહીં અત્યારે પણ આસપાસના વિસ્તારોમાંથી મુસ્લિમો તેમના મૃત સ્વજનોને દફનાવવા માટે આવે છે. અયોધ્યા ધર્મક્ષેત્રમાં આવા સ્મશાનોની સંખ્યા 4થી વધુ હોવાનું કહેવાય છે. રામ નામ સર્વસમાવેશી હોવાનો આ પ્રત્યક્ષ પુરાવો હજુ સુધી વામપંથી અને ચરમપંથી વિચારધારા ધરાવતા લોકો સ્વીકારી શક્યા નથી.

    મંદિરને અડીને મુસ્લિમ બાહુલ્ય ધરાવતો વિસ્તાર

    અયોધ્યામાં મંદિર પરિસરને અડીને મુસ્લિમ સમુદાયનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે. તેનું નામ કજિયાના છે. બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારી પણ આ વિસ્તારના રહેવાસી છે. અહીં દરેક સમયે લાખો રામભક્તો અને હજારો સાધુ-સંતોની હાજરી હોય છે, તેમ છતાંય કોઈ ચિંતા કે ભય વગર મુસ્લિમ મહિલાઓ તેમના બાળકો સાથે ખરીદી કે પોતાનું કામ કરતી જોવા મળી જશે. આ ઉપરાંત આ જ વિસ્તારમાં સંપૂર્ણ ઇસ્લામિક પોશાકમાં મુસ્લિમ પુરુષો તેમની નોકરી કે વ્યવસાય વગેરે સ્વતંત્ર રીતે કરે છે. અયોધ્યા સ્થિત સંતોએ તેમને ક્યારેય અલગ નથી માન્યા.

    અરુંધતી કોમ્પ્લેક્સમાં મુસ્લિમોની પણ છે દુકાનો

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા મહંત મહેશ દાસે કહ્યું કે, ભગવાન રામે બધાને આત્મસાત કર્યા હતા. જે લોકો તેમનું નામ સાંપ્રદાયિકતા સાથે જોડે છે, તેઓએ પોતે અયોધ્યા આવીને ખરી હકીકત જાણવી જોઈએ. બીજા એક મહંત અજય દાસે પણ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, જે વામપંથીઓ અને ચરમપંથી દળો રામના નામને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ તેમની દ્વેષપૂર્ણ વિચારસરણીના કારણે ક્યારેય અયોધ્યા પણ આવ્યા નથી.

    સ્થાનિક રહેવાસી વિમલેન્દ્ર શ્રીવાસ્તવે પણ અમને જણાવ્યું કે, ધર્મક્ષેત્ર ટેઢી બજારમાં બનેલા નવા બહુમાળી શોપિંગ કોમ્પ્લેક્સ અરુંધતીમાં મુસ્લિમોને પણ દુકાનો ફાળવવામાં આવી છે. જેમાં બુટ-ચપ્પલનો ધંધો કરતા બાબુભાઈ ઉર્ફે મોઈન અહેમદનો સમાવેશ થાય છે. આ સંકુલ ખાસ કરીને એવા વેપારીઓ માટે બનાવવામાં આવ્યું છે જેમનાં એકમો નગરના નવનિર્માણ દરમિયાન હટાવી દેવામાં આવ્યાં હતાં.

    ગયા વર્ષે કાઢવામાં આવ્યા હતા તાજિયાના જુલુસ

    અયોધ્યામાં ફરજ પર હાજર એક પોલીસ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, વર્ષ 2023માં રામ મંદિરની બાજુમાં આવેલા કજિયાના વિસ્તારમાં તાજિયાનું જુલુસ ખૂબ જ ધામધૂમથી કાઢવામાં આવ્યા હતું. ત્યારબાદ અડધો ડઝન જેટલા તાજિયા જુલુસ ડ્રમ અને વાજિંત્રો વગાડતા જઇને મંદિર પરિસરની સીમમાંથી કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન મુસ્લિમોએ પૂરા ઉત્સાહ સાથે તેમના મજહબી નારા લગાવ્યા હતા. ત્યારે અયોધ્યામાં હાજર હજારો શ્રદ્ધાળુઓએ ટ્રાફિક જામ જેવી બાબતોનો કોઈ વાંધો વ્યક્ત કર્યો ન હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક સાધુ-સંતોએ વહીવટીતંત્રને સંપૂર્ણ સહકાર આપ્યો હતો.

    અયોધ્યાના ધર્મક્ષેત્રમાં રહેતા મોટાભાગના મુસ્લિમો સુથારીકામ, સલૂન, ફૂટવેર અને ટેલરિંગ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. અયોધ્યાના વિકાસની સાથે તેમનો ધંધો પણ ફૂલ્યો ફાલ્યો છે. કજિયાના વિસ્તાર નજીક વશિષ્ઠ કુંડમાં હાજર કેટલાક લોકોએ એમ પણ જણાવ્યું કે, દર વર્ષે મુસ્લિમ સમુદાયના લોકો તેમના તમામ તહેવારો ધામધૂમથી ઉજવે છે.

    ઉચ્ચ શિક્ષણ માટે કજિયાના વિસ્તારની નજીકમાં જ સાકેત ડિગ્રી કોલેજ આવેલી છે. જેમાં ભૂતકાળમાં મુસ્લિમ સમાજના ઘણા વિદ્યાર્થી નેતાઓ વિદ્યાર્થી સંઘના પદાધિકારીઓ બન્યા છે. કોલેજમાં મોટાભાગના વિદ્યાર્થીઓ હિંદુ હોવા છતાં ક્યારેય કોઈ મુસ્લિમ વિદ્યાર્થી સાથે ધર્મના આધારે ભેદભાવની ઘટના બની નથી. ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘ પદાધિકારી ધ્રુવરાજ તેને ભગવાન રામ દ્વારા આપવામાં આવેલ સર્વસમાવેશી મૂલ્યો કહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં