Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈંડા વેચનાર 'નશેડી' કુર્તા-ટોપી પહેરીને રોડ વચ્ચે મઝાર અને મકાન બનાવી...

    ઈંડા વેચનાર ‘નશેડી’ કુર્તા-ટોપી પહેરીને રોડ વચ્ચે મઝાર અને મકાન બનાવી બન્યો ખાદિમ: ફરિયાદ બાદ દેહરાદૂન પોલીસે ખડેદી કાઢ્યો

    દહેરાદૂનમાં ઈંડા વેંચનાર એક નશેડીએ અચાનક જ પોતાનું સ્વરૂપ બદલીને દરગાહનો ખાદિમ બની ગયો હતો જેની ફરિયાદ પોલીસને કરવામાં આવતાં પોલીસ હરકતમાં આવી હતી.

    - Advertisement -

    ઉત્તરાખંડના દેહરાદૂનમાં એક પોશ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનેલી કબરને લઈને કેટલાક લોકોનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અહીં હિન્દુ સંગઠન સાથે જોડાયેલા કેટલાક લોકો મઝારને ગેરકાયદે ગણાવી રહ્યા છે. વિડિયોમાં એ ઇંડા વેચનાર નશેડી ખાદિમ ગેરકાયદેસર મઝારને પીર બાબા નામથી સંબોધિત કરતી વખતે ભ્રમિત થતો જોવા મળ્યો હતો. પોલીસ ફોર્સ પણ સ્થળ પર ઉભેલી જોવા મળી હતી.

    વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે આ જગ્યાએ કોઈ પણ મીટર કે સત્તાવાર પરવાનગી વગર વીજળી વગેરે લગાવવામાં આવી હતી. થોડી ચર્ચા પછી, તે ઇંડા વેચનાર નશેડી ખાદિમ જાતે જ કબરની આસપાસ કરેલ અતિક્રમણને દૂર કરવાનું શરૂ કરે છે. પંચજન્યના અહેવાલ મુજબ, આ મઝાર દેહરાદૂનના રિસ્પાના પુલ પાસેની ગલીમાં કૈલાશ હોસ્પિટલની સામે બનેલ છે. તેના પર રહેતો આરોપી 9 મહિના પહેલા તે શેરીમાં ઈંડા વેચવા આવતો હતો. જે જગ્યાએ તે ઈંડાની ગાડી મૂકતો હતો, તે જ જગ્યાએ ધીમે ધીમે તેણે અતિક્રમણ કરવાનું શરૂ કર્યું હતું.

    બાફેલા ઈંડા મઝારની અંદર ખાદિમના ઠેકાણા પરથી મળી આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આરોપી મૂળ સંભલ જિલ્લાના સરૈત્રીનના મોહલ્લા નવાબફેરનો રહેવાસી છે. તેણે આ મકબરાને ‘પીર બાબા કી દરગાહ’ નામ આપ્યું. પાડોશીઓના કહેવા પ્રમાણે, આરોપી ઘણીવાર નશામાં હોય છે. ઈંડા વેચનાર ધીમે ધીમે પોતાનો દેખાવ બદલતો ગયો અને ટોપી અને લાંબો કુર્તો પહેરીને પોતાને મઝારના ખાદિમ તરીકે બતાવવા લાગ્યો. આ દરમિયાન તે તેના પરિવારને પણ ત્યાં લઈ આવ્યો હતો.

    - Advertisement -

    OpIndiaએ આ મામલે દેહરાદૂનના નેહરુ નગર પોલીસ સ્ટેશનના SHO સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યું હતું કે, “મઝાર હટાવવામાં આવી નથી, પરંતુ કબર પર રહેતા ખાદિમને હટાવી દેવામાં આવ્યા છે. તેણે તેના પરિવારને ત્યાં શિફ્ટ કરી દીધો હતો. આ સાથે તેના દ્વારા નશાની લત વગેરેની ફરિયાદો મળી રહી હતી. કબર જૂની છે અને તે તેની પોતાની જગ્યાએ હાજર છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં