Saturday, April 27, 2024
More
    હોમપેજરાજકારણદિલ્હીના જેલબંધ મુખ્યમંત્રીના પત્ની સુનીતા કેજરીવાલના સંબંધીને ત્યાં EDના દરોડા: FEMA અંતર્ગતના...

    દિલ્હીના જેલબંધ મુખ્યમંત્રીના પત્ની સુનીતા કેજરીવાલના સંબંધીને ત્યાં EDના દરોડા: FEMA અંતર્ગતના જૂના કેસમાં એજન્સીએ 34 કલાક કરી શોધખોળ

    તપાસ એજન્સીએ 26 માર્ચ (મંગળવાર)ના રોજ સવારે 8 વાગ્યાથી 27 માર્ચ (બુધવાર)ના રોજ સાંજે 6 વાગ્યા સુધી દરોડા પાડ્યા હતા. ED દ્વારા આ કાર્યવાહી FEMA સાથે જોડાયેલા એક જૂના કેસમાં કરવામાં આવી છે.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અને આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ તો હાલ દિલ્હી દારૂનિતિ કૌભાંડ અંતર્ગતના મની લોન્ડરિંગ કેસમાં EDની કસ્ટડીમાં છે. આ દરમિયાન હવે EDની ટીમે તેમના પત્ની સુનીતા કેજરીવાલના એક સંબંધીના ઘરે રેડ પાડી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

    અહેવાલો અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલના એક સંબંધીના ઘરે દરોડા પાડ્યા હતા. તપાસ એજન્સીએ 26 માર્ચ (મંગળવાર)ના રોજ સવારે 8 વાગ્યાથી 27 માર્ચ (બુધવાર)ના રોજ સાંજે 6 વાગ્યા સુધી દરોડા પાડ્યા હતા. ED દ્વારા આ કાર્યવાહી FEMA સાથે જોડાયેલા એક જૂના કેસમાં કરવામાં આવી છે. સુનીતા કેજરીવાલના સંબંધીનું નામ એસપી ગુપ્તા તરીકે સામે આવ્યું છે, જેમના દિલ્હીના સુંદર નગર વિસ્તારમાં સ્થિત ઘર પર દરોડો પાડવામાં આવ્યો છે.

    EDની ટીમ દ્વારા 34 કલાકના દરોડામાં એસપી ગુપ્તાના ઘરના દરેક ખૂણામાં સર્ચ કરવામાં આવ્યું હતું. ટીમને ત્યાંથી શું મળ્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) સંબંધિત એક જૂના કેસમાં EDની કાર્યવાહી જોવા મળી છે. નોંધનીય છે કે ભ્રષ્ટાચાર સામે તપાસ એજન્સીની કાર્યવાહી હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં જોવા મળી રહી છે.

    - Advertisement -

    EDએ વધુ 7 દિવસ માટે કેજરીવાલની કસ્ટડી માંગી

    EDની કસ્ટડી પૂર્ણ થતાં એજન્સીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુરુવારે (28 માર્ચ) કોર્ટમાં રજૂ કર્યા હતા. અહીં એજન્સીએ ફરી 7 દિવસની કસ્ટડી માંગી હતી. EDએ કહ્યું કે, કેજરીવાલને અમુક લોકો સાથે બેસાડીને પૂછપરછ કરવાની છે તેમજ હજુ તેમણે ડિજિટલ ડેટા માટે પાસવર્ડ આપ્યા નથી. કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે અને ટૂંક સમયમાં આદેશ પસાર કરવામાં આવશે. બીજી તરફ, કોર્ટમાં કેજરીવાલે પણ વ્યક્તિગત રીતે અમુક નિવેદનો આપ્યાં હતાં. 

    સાથે જ એજન્સીએ કોર્ટને જણાવ્યું કે, કેજરીવાલનાં નિવેદનો નોંધવામાં આવ્યાં છે, પરંતુ ઘણાખરા જવાબ ઉડાઉ આપવામાં આવ્યા. આગળ કહ્યું કે, અમારે તેમને અન્ય અમુક લોકોની સામે બેસાડીને પૂછપરછ કરવી જરૂરી છે. ગોવાના આમ આદમી પાર્ટીના વધુ ચાર સભ્યોનાં નિવેદનો નોંધવામાં આવી રહ્યાં છે. તેમની સાથે કેજરીવાલની પૂછપરછ કરવામાં આવશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં