Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેજરીવાલની ધરપકડ બાદ AAPના વધુ એક નેતાના ઘરે પહોંચી ED: MLA ગુલાબ...

    કેજરીવાલની ધરપકડ બાદ AAPના વધુ એક નેતાના ઘરે પહોંચી ED: MLA ગુલાબ સિંઘ યાદવના ઘરે એજન્સીના દરોડા, તપાસ શરૂ

    વહેલી સવારે જ EDની ટીમ AAP ધારાસભ્ય ગુલાબ સિંઘના ઘરે પહોંચી હતી. એજન્સીએ તેમના ઘરે દરોડા પાડયા છે. અરવિંદ કેજરીવાલને EDની કસ્ટડીમાં મોકલ્યા બાદ બીજા દિવસે જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અને AAP સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે AAPના એક ધારાસભ્ય ગુલાબ સિંઘ યાદવના ઘરે EDએ દરોડા પાડ્યા છે. સેન્ટ્રલ એજન્સીની એક ટીમ મટિયાલાના AAP ધારાસભ્ય ગુલાબ સિંઘ યાદવના ઘરે તપાસ કરી રહી છે. હજુ સુધી તે સ્પષ્ટ જાણી શકાયું નથી કે, એજન્સીએ કયા આરોપસર આ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ હંમેશાની જેમ આ વખતે પણ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યા છે.

    EDની એક ટીમ શનિવારે (23 માર્ચ) સવારે AAP ધારાસભ્ય ગુલાબ સિંઘના ઘરે પહોંચી હતી. વહેલી સવારે જ એજન્સીએ તેમના ઘરે દરોડા પાડયા છે. અરવિંદ કેજરીવાલને EDની કસ્ટડીમાં મોકલ્યા બાદ બીજા દિવસે જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સર્ચ ઓપરેશન દરમિયાન એજન્સીની ટીમ સાથે ભારે માત્રામાં સુરક્ષા દળોના જવાનો હાજર છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ધારાસભ્યના ઘરમાં પોલીસે અવરજવર પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

    જ્યારે બીજી તરફ દર વખતની જેમ આરોપો પર કંઈ બોલવાના સ્થાને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી અને AAP નેતા સૌરભ ભારદ્વાજે કેન્દ્ર સરકાર પર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું છે કે, તમામ વિપક્ષી નેતાઓને જેલમાં બેસાડવા માટે કેન્દ્ર સરકાર સેન્ટ્રલ એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. સાથે તેમણે એવું પણ કહ્યું કે, “આપણો દેશ રશિયાની રાહ પર ચાલી રહ્યો છે. બાંગ્લાદેશ, ઉત્તર કોરિયા અને પાકિસ્તાનમાં આવું જોવા મળી રહ્યું છે. દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર હવે સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યું છે.”

    - Advertisement -

    નોંધનીય છે કે, બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા ગુલાબ સિંઘ યાદવને નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ વેચવા બદલ પોતાની પાર્ટીના કાર્યકરોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. નવેમ્બર, 2022માં એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં કાર્યકરો પોતાની પાર્ટીના નેતા ગુલાબ સિંઘ યાદવને પકડીને માર મારી રહ્યા હતા.

    કેજરીવાલ ED રિમાન્ડ પર

    નોંધનીય છે કે, દિલ્હીમાં લિકર પોલિસી કૌભાંડ મામલે ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એજન્સીએ રોઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરીને 10 દિવસની કસ્ટડીની માંગ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધીના રિમાન્ડ પર મોકલી દીધા છે. કેજરીવાલના રિમાન્ડ માંગતી વખતે એજન્સી ED તરફથી કોર્ટમાં એડિશનલ સોલિસિટર જનરલે દલીલો મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેજરીવાલ દિલ્હી એક્સાઈઝ કૌભાંડના મુખ્ય સૂત્રધાર છે. તેઓ પોલિસીના અમલીકરણમાં સીધી રીતે સામેલ હતા અને સાઉથ ગ્રૂપ સાથે પણ સાંઠગાંઠ હતી.

    એજન્સીએ કોર્ટને કહ્યું હતું કે, સાઉથ ગ્રુપને લાભ પહોંચાડવા માટે કેજરીવાલે પૈસા માગ્યા હતા. આ જ કેસમાં સરકારી ગવાહ બની ગયેલા શરત રેડ્ડીના નિવેદનને ટાંકીને એજન્સીના વકીલે જણાવ્યું કે ‘સાઉથ ગ્રૂપ’ પાસેથી મળેલી રકમમાંથી ₹45 કરોડ રૂપિયા 2021-22માં યોજાયેલી ગોવાની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રચાર માટે વાપરવામાં આવ્યા હતા. આ પૈસા કુલ 4 ઠેકાણેથી આવ્યા હોવાનું ખુલ્યું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં