Saturday, October 5, 2024
More
    હોમપેજરાજકારણ'AAP નેતાની તબિયત દુરસ્ત, પંજાબમાં જોરશોરથી કરી રહ્યા છે પ્રચાર': કેજરીવાલની નિયમિત...

    ‘AAP નેતાની તબિયત દુરસ્ત, પંજાબમાં જોરશોરથી કરી રહ્યા છે પ્રચાર’: કેજરીવાલની નિયમિત જામીન અરજી સામે EDએ કોર્ટમાં આપ્યો જવાબ, 1લી જૂને સુનાવણી

    રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની નિયમિત અને વચગાળાની જામીન અરજી પર EDને નોટિસ જારી કરી. રાઉઝ એવન્યુ કોર્ટ આ કેસની આગામી સુનાવણી 1 જૂને કરશે.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2 જૂને પરત જેલ જવાથી બચવા અનેક ગતકડાં કર્યા છે. જેમાંથી મોટાભાગના નાકામ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ અરવિંદ કેજરીવાલ હવે રાઉઝ એવન્યુ કોર્ટ પહોંચ્યા છે. તેમણે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં નિયમિત અને વચગાળાની બંને જામીન અરજીઓ દાખલ કરી છે. ગુરુવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં બપોરે 2 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ઈડીએ અરવિંદ કેજરીવાલની અરજીનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું કે જો તેમની તબિયત ખરાબ હતી તો તેઓ આટલા જોરશોરથી પ્રચાર કેમ કરી રહ્યા હતા. એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં ધરપકડ થયા બાદ અરવિંદ કેજરીવાલે પ્રથમ વખત નિયમિત જામીન માટે અરજી કરી છે. હાલમાં તે 1 જૂન સુધી વચગાળાના જામીન પર જેલની બહાર છે.

    ED વતી ASG SV રાજુએ અરવિંદ કેજરીવાલની અરજીનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે મને હમણાં જ એક નકલ મળી છે. મને મારો જવાબ દાખલ કરવા માટે સમયની જરૂર છે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ પંજાબમાં પ્રચાર કરી રહ્યા છે. EDએ પૂછ્યું કે શું તેમની તબિયત તેમને ચૂંટણી પ્રચાર કરતા રોકી રહી છે? તેમણે પોતાની પાર્ટીનો પ્રચાર ખૂબ જોરશોરથી કર્યો છે. અને હવે છેલ્લી ઘડીએ જામીન અરજી દાખલ કરવામાં આવી રહી છે. તેમના વર્તનને કારણે તેમને જામીન ન મળવા જોઈએ.

    એસવી રાજુએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ દરેક જગ્યાએ પ્રચાર કરી રહ્યા છે. તેઓ ઘણી જગ્યાએ રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. EDએ કહ્યું કે, “અમે અરવિંદ કેજરીવાલના નિયમિત અને વચગાળાના જામીન પર અમારો જવાબ દાખલ કરીશું.” આ પછી, રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની નિયમિત અને વચગાળાની જામીન અરજી પર EDને નોટિસ જારી કરી. રાઉઝ એવન્યુ કોર્ટ આ કેસની આગામી સુનાવણી 1 જૂને કરશે.

    - Advertisement -

    સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન વધારવાની અરજી નકારી હતી

    ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન 7 દિવસ લંબાવવાની માંગને ફગાવી દીધી હતી. અરવિંદ કેજરીવાલે તેમની અરજીને તાત્કાલિક સૂચિબદ્ધ કરવાની વિનંતી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ માંગને ફગાવી દીધી હતી અને નીચલી કોર્ટનો સંપર્ક કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, આમ આદમી પાર્ટીના કન્વીનરને 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે.

    અરવિંદ કેજરીવાલે પોતાની અરજીમાં કહ્યું હતું કે તેમનું વજન અચાનક ઘટી ગયું છે અને તેમનું કીટોન લેવલ ઘણું વધારે છે. આનાથી ગંભીર કિડની, હૃદય રોગ અને કેન્સર પણ થઈ શકે છે. તેમણે પીઈટી-સીટી સ્કેન સહિત અન્ય કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવા માટે વચગાળાના જામીનનો સમયગાળો સાત દિવસ સુધી લંબાવવાની માંગ કરી હતી. અરવિંદ કેજરીવાલે 26 મેના રોજ દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે તેઓ જેલમાં પાછા ફરવા માટે 2 જૂનના બદલે 9 જૂને આત્મસમર્પણ કરવા માગે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં