Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલવ જેહાદ કરવો સરળ બને તેવી ઇકોસીસ્ટમ કોંગ્રેસની દેન: કોંગ્રેસ પર વરસ્યા...

    લવ જેહાદ કરવો સરળ બને તેવી ઇકોસીસ્ટમ કોંગ્રેસની દેન: કોંગ્રેસ પર વરસ્યા હેમંત બિસ્વા સરમા, કહ્યું- ‘શ્રદ્ધા હત્યાકાંડ જેવી ઘટનાઓ પાછળ તૃષ્ટિકરણ રાજનીતિ જવાબદાર’

    સરમાએ ઉલ્લેખ કર્યો હતો કે શ્રદ્ધાના 34 ટુકડા કરવામાં આવ્યા હતા અને આવી ઘૃણાસ્પદ હત્યા ત્યારે જ શક્ય છે જો તેની સાથે અન્ય કોઈ એજન્ડા જોડાયેલ હોય. અન્યથા તમે ક્યારેય એવી વ્યક્તિને 35 ટુકડાઓમાં ન કાપી શકો જેની સાથે તમે થોડા સમય માટે રહ્યા હોવ.

    - Advertisement -

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવતા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તુષ્ટિકરણની રાજનીતિના કારણે સમાજમાં શ્રદ્ધા વાલકર હત્યાકાંડ જેવી ઘટનાઓ બની રહી છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યું હતું કે, લવ જેહાદ કરવો સરળ બને તેવી ઇકોસીસ્ટમ કોંગ્રેસની દેન છે, હેમંત સરમા અમદાવાદ ખાતે પત્રકારોને સંબોધન આપી રહ્યા હતા.

    અહેવાલો અનુસાર આસામના મુખ્યમંત્રી સરમા સોમવારે અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે વર્ષ 2020માં જ્યારે શ્રદ્ધાએ મહારાષ્ટ્ર પોલીસને કહ્યું કે આફતાબ તેના ટુકડા કરી દેશે, ત્યારે કોંગ્રેસની મહાઅગાડી સરકારે તુષ્ટિકરણ અને વોટ બેંકની રાજનીતિ માટે આફતાબને બચાવ્યો, ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. લવ જેહાદ કરવો સરળ બને તેવી ઇકોસીસ્ટમ કોંગ્રેસની દેન છે તેમ હેમંત સરમા દ્વારા કહેવામાં આવ્યું હતું.

    આ ઉપરાંત સરમાએ ઉલ્લેખ કર્યો હતો કે શ્રદ્ધાના 34 ટુકડા કરવામાં આવ્યા હતા અને આવી ઘૃણાસ્પદ હત્યા ત્યારે જ શક્ય છે જો તેની સાથે અન્ય કોઈ એજન્ડા જોડાયેલ હોય. અન્યથા તમે ક્યારેય એવી વ્યક્તિને 35 ટુકડાઓમાં ન કાપી શકો જેની સાથે તમે થોડા સમય માટે રહ્યા હોવ.

    - Advertisement -

    દેશમાં લવ જેહાદ માટે કડક કાયદા બનવા જરૂરી: સરમા

    આ ઉપરાંત તેમણે લવ જેહાદના દુષણ પર કહ્યું હતું કે, “દેશમાં લવ જેહાદ વિરુદ્ધ કડક કાયદા લાગુ કરવાની જરૂર છે. અને ભાજપ સિવાય અન્ય કોઈ પક્ષ આ કાયદો લાવવા સક્ષમ નથી.” આ ઉપરાંત તેમણે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાત પણ જણાવી હતી. ઉપરાંત ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને દોષી ઠેરવતા તેમણે કહ્યું કે તે નહેરુ જ હતા જેમણે કોંગ્રેસના શાસન દરમિયાન સમાન નાગરિક સંહિતા લાગુ થવા દીધી ન હતી.

    પોતાના નિવેદનમાં હેમંત સરમાએ દાવો કર્યો કે વર્ષ 2024માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં 150થી વધુ અને 2024માં આવનારી લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો મળશે. સરમાએ કહ્યું કે 2022માં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માત્ર ગુજરાતની ચૂંટણી નથી, પરંતુ તે વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની સેમીફાઇનલ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં