Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટન હાથ મિલાવ્યા, ન ચહેરા પર કોઈ હાવભાવ: વિદેશ પ્રધાન એસ જયશંકરે...

    ન હાથ મિલાવ્યા, ન ચહેરા પર કોઈ હાવભાવ: વિદેશ પ્રધાન એસ જયશંકરે પાકિસ્તાની વિદેશ મંત્રીના કરેલા ‘સ્વાગત’ને જોઈને લોકોએ કહ્યું- ગજબ બેજ્જ્તી હૈ

    અમુક લોકોએ વિદેશ મંત્રી એસ જયશંકરની અન્ય દેશોના નેતાઓ સાથેની મુલાકાતની તસ્વીર પોસ્ટ કરીને બંનેની બોડી લેન્ગવેજની સરખામણી કરી હતી. 

    - Advertisement -

    ગોવામાં યોજાઈ રહેલી શાંઘાઈ કૉ-ઑપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ભારત આવ્યા છે. ભારત આ પરિષદની અધ્યક્ષતા કરી રહ્યું છે અને જેમાં SCOમાં સામેલ તમામ દેશોના વિદેશ મંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આજે વિદેશ મંત્રીઓની પરિષદ પહેલાં વિદેશ મંત્રી એસ જયશંકરે તમામ દેશોના પ્રતિનિધિઓને આવકાર્યા હતા અને પ્રોટોકોલ મુજબ પાકિસ્તાની વિદેશ મંત્રીનું પણ સ્વાગત કરવામાં આવ્યું. 

    વિદેશ મંત્રી એસ જયશંકરે તમામ દેશોના વિદેશ મંત્રીઓને પરિષદમાં આવકાર્યા હતા. પરંતુ તેમાંથી સૌથી વધુ ચર્ચા બિલાવલ ભુટ્ટોના ‘સ્વાગત’ની થઇ રહી છે. ન્યૂઝ એજન્સી ANI દ્વારા શૅર કરવામાં આવેલા આ વિડીયોમાં વિદેશ મંત્રી એસ જયશંકર બિલાવલ ભુટ્ટોને આવકારતા જોવા મળે છે. 

    વિડીયોમાં વિદેશ મંત્રી એસ જયશંકર ભુટ્ટોને નમસ્કાર કરીને આવકારતા જોવા મળે છે, પરંતુ બંને નેતાઓ હાથ મિલાવતા નથી. ત્યારબાદ બંને નેતાઓ ઉભા રહીને તસ્વીરો ખેંચાવે છે અને પછી એસ જયશંકર એક હાથેથી ઈશારો કરીને ભુટ્ટોને સભા સ્થળ તરફ આગળ વધવા ઈશારો કરે છે. 

    - Advertisement -

    આ વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. લોકો આ ઘટના પર જોક્સ અને મીમ્સ બનાવીને શૅર કરી રહ્યા છે. એડવોકેટ શશાંક શેખર ઝાએ એક મીમ પોસ્ટ કરીને આ ઘટના પછી બિલાવલ ભુટ્ટોની સ્થિતિ કેવી હશે તેનું અનુમાન લગાવ્યું હતું. 

    એક વ્યક્તિએ રમૂજી સ્વરે લખ્યું કે, હાથમાં વાટકો ન જોઈને જયશંકરજી ઓળખી શક્યા નહીં હોય કે આ વ્યક્તિ પાકિસ્તાનથી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની આર્થિક સ્થિતિની મજાક ઉડાવાતી રહે છે. 

    અમુક લોકોએ વિદેશ મંત્રી એસ જયશંકરની અન્ય દેશોના નેતાઓ સાથેની મુલાકાતની તસ્વીર પોસ્ટ કરીને બંનેની બોડી લેન્ગવેજની સરખામણી કરી હતી. 

    કેટલાક લોકોએ ‘ગજબ બેજજતી હૈ યાર..’નું મીમ પોસ્ટ કર્યું અને મજાક ઉડાવી હતી. 

    અન્ય પણ અમુક યુઝરોએ આ ઘટનાને લગતાં મીમ્સ પોસ્ટ કર્યાં હતાં. 

    ઘણાએ કહ્યું કે, પાકિસ્તાનના વિદેશ મંત્રીનું આ જ પ્રકારે સ્વાગત કરવામાં આવવું જોઈએ અને તેઓ તેને જ લાયક છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે બિલાવલ ભુટ્ટો એ જ વ્યક્તિ છે જેમણે થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. ન્યૂ-યોર્કમાં જઈને ભુટ્ટોએ મોદીને ‘ગુજરાતના કસાઈ’ ગણાવી દીધા હતા અને કહ્યું હતું કે, ઓસામા બિન લાદેન તો મૃત્યુ પામ્યો છે પરંતુ ગુજરાતનો કસાઈ હજુ જીવે છે અને ભારતનો વડાપ્રધાન છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં