Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદૂર્ગા પૂજા પંડાલ જોવા માટે ગયો હતો પરિવાર, બબલુ ખાને બસથી કચડી...

    દૂર્ગા પૂજા પંડાલ જોવા માટે ગયો હતો પરિવાર, બબલુ ખાને બસથી કચડી નાંખ્યા, ત્રણનાં મોત: કંડક્ટર નુરુદ્દીન અને હેલ્પર અરમાનની પણ ધરપકડ

    અકસ્માત બાદ ત્રણ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા, જ્યારે બાકીના ત્રણને ઇજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

    - Advertisement -

    કોલકાત્તામાં દૂર્ગા પૂજા મંડપ જોવા માટે જઈ રહેલા લોકોને એક બસે ટક્કર મારી દેતાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થઇ ગયાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જાણવા મળ્યા અનુસાર, બસના ડ્રાઈવર બબલુ ખાનને લોકોએ વારંવાર ગાડી ધીમી પાડવા માટે કહ્યું હતું, પરંતુ તેણે સાંભળ્યું ન હતું. 

    ઘટના કોલકાત્તા સિયાલદાહ ફ્લાયઓવરની છે. આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમની ઓળખ ડ્રાઈવર બબલુ ખાન, કંડક્ટર નૂરુદ્દીન ખાન અને હેલ્પર અરમાન ખાન તરીકે થઈ છે. તેમની સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

    અમુક રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવવાના કારણે અકસ્માત થયો હતો. પરંતુ તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે ખાનગી બસ એરપોર્ટ જતી હતી. રસ્તામાં 6 લોકો પુલ ક્રોસ કરી રહ્યા હતા. તેમણે હાથ ઉંચા કર્યા, બૂમો પાડી અને ડ્રાઈવર બબલુ ખાનને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે કોઈની વાત ન સાંભળી અને માલા હોટલની સામે તેમને કચડી નાંખ્યા હતા. તપાસ દરમિયાન બસ જપ્ત કરવામાં આવી હતી. અકસ્માત પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તે જાણવા માટે મેકેનિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. 

    - Advertisement -

    આ મામલે ટ્રાફિક પોલીસ ડીસી સુનીલ યાદવે જણાવ્યું હતું કે, “અમે આરોપીઓ સામે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ, બિનઈરાદાપૂર્વકની હત્યા, બિનઈરાદાપૂર્વક હત્યાના પ્રયાસ, જીવન અથવા અન્યની વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકવા અને તેમને ગંભીર નુકસાન પહોંચાડવા જેવી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.”

    મળતી માહિતી મુજબ, આ સમગ્ર ઘટના બુધવારે (5 ઓક્ટોબર 2022) 1:20 વાગ્યે બની હતી. અકસ્માત બાદ 18 વર્ષીય અદિતિ ગુપ્તાનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું, જ્યારે હાવડાના રાહુલ કુમાર પ્રસાદ (30) અને નંદિની કુમારીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. આ સિવાય ઋષિ ગુપ્તા, નિલેશ ગુપ્તા અને રાહત ગુપ્તાને ગંભીર ઈજાઓ પહોંચી છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, બબલુ ખાને જે પરિવારને બસ ટક્કર મારી હતી તે બંદર વિસ્તારના રહેવાસી હતા અને દૂર્ગા પૂજા પંડાલ જોવા માટે નીકળ્યા હતા. એક પંડાલ જોયા બાદ બીજો જોવા માટે એક ફ્લાયઓવર ક્રોસ કરવો પડે તેમ હતું. પરિવારના તમામ સભ્યો પુલ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ખાનગી બસે તેમને કચડી નાખ્યા હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં