Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ16 દેવી-દેવતાઓ સાથે દુબઈનું નવું હિંદુ મંદિર તૈયારઃ દશેરાના અવસર પર થશે...

    16 દેવી-દેવતાઓ સાથે દુબઈનું નવું હિંદુ મંદિર તૈયારઃ દશેરાના અવસર પર થશે ઉદ્ઘાટન, QR કોડથી કરી શકાશે બુકિંગ

    દરરોજ 1000 થી 1200 ભક્તો સરળતાથી મંદિરના દર્શન કરી શકશે. મંદિરમાં 16 દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવશે.

    - Advertisement -

    સંયુક્ત આરબ અમીરાત (UAE) ના મુખ્ય શહેર દુબઈનું હિંદુ મંદિર બનીને તૈયાર થઇ ગયું છે, દશેરાના શુભ અવસર પર આ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ મંદિર દુબઈના જેબેલ અલી વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. મંગળવાર (4 ઓક્ટોબર 2022) એટલે કે તેનું ભવ્ય ઉદ્ઘાટન આજના દિવસે જ થવાનું છે. આ મંદિરમાં દશેરા એટલે કે 5 ઓક્ટોબરથી દર્શનાર્થીઓને પ્રવેશ મળશે. 16 દેવી-દેવતાઓના દર્શનનો લાભ આપતું દુબઈનું હિંદુ મંદિર બનીને તૈયાર થઇ ગયું છે.

    મંદિરના ટ્રસ્ટીઓમાંના એક રાજુ શ્રોફે સોમવારે (3 ઓક્ટોબર, 2022) ગલ્ફ ન્યૂઝને જણાવ્યું હતું કે, “UAEના શાસકો અને સમુદાય વિકાસ સત્તામંડળના સહયોગથી, અમે મંગળવારે સાંજે દુબઈમાં હિન્દુ મંદિરનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ.”

    તેમણે કહ્યું હતું કે ઉદઘાટન સમારોહ UAE અને ભારતીય અધિકારીઓની હાજરીમાં થશે. જોકે આ દરમિયાન સામાન્ય લોકોને પ્રવેશ મળશે નહીં. આ મંદિર વિજય દશમીના દિવસે દશેરાના દિવસે દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે.

    - Advertisement -

    1000-1200 ભક્તો દર્શન કરી શકશે

    અહેવાલો અનુસાર આ મંદિરમાં QR કોડ દ્વારા દર્શન માટે બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી લોકો સલામતી સાથે મંદિરમાં જઈ શકે અને ભીડને પણ નિયંત્રિત કરી શકાય. દુબઈનું નવું હિન્દુ મંદિર સવારે 6:30 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

    દરરોજ 1000 થી 1200 ભક્તો સરળતાથી મંદિરના દર્શન કરી શકશે. મંદિરમાં 16 દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવશે. આ સાથે શીખોના પવિત્ર પુસ્તક ગુરુ ગ્રંથ સાહિબને રાખવા માટે એક અલગ રૂમ પણ હશે.

    ગલ્ફ ન્યૂઝના અહેવાલ અનુસાર દશેરાના તહેવારના દિવસે મંદિર તમામ ધર્મના લોકો માટે ખુલ્લું રહેશે. દરેક વ્યક્તિને અહીં સ્થાપિત 16 દેવી-દેવતાઓની મૂર્તિઓના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. આ મંદિર દુબઈના વરશીપ વિલેજમાં બનાવવામાં આવ્યું છે, જેમાં ઘણા ચર્ચ અને ગુરુદ્વારા છે.

    અરબી અને હિન્દુ શૈલીમાં ડિઝાઇન

    1 સપ્ટેમ્બર 2022ના રોજ લોકોને આ મંદિરની એક ઝલક જોવાની તક આપવામાં આવી હતી. તે સમયે સફેદ આરસપહાણથી બનેલા મંદિરના અંદરના ભાગની ઝલક મેળવવા માટે હજારો મુલાકાતીઓને અહીં મંજૂરી આપવામાં આવી હતી. મંદિરને અરબી અને હિન્દુ શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. શણગારાત્મક થાંભલાઓ સ્થાપિત કરવામાં આવ્યા છે. છત પર ઈંટો લગાવવામાં આવી છે.

    ખલીજ ટાઈમ્સ અનુસાર મંદિરમાં હિંદુ ધર્મના 16 દેવી-દેવતાઓની મૂર્તિઓની સ્થાપના સાથે અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓ માટે જ્ઞાન કક્ષ અને સામુદાયિક કેન્દ્ર હશે. આ મંદિરનો પાયો ફેબ્રુઆરી 2020માં નાખવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં મંદિરના નિર્માણ સાથે ભારતીયોનું દાયકાઓ જૂનું સ્વપ્ન સાકાર થયું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં