એર ઇન્ડિયાની ફ્લાઈટમાં સવાર દારૂના નશામાં ધૂત એક વ્યક્તિએ બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલી વૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. આ ઘટના બાદ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઘટના 26 નવેમ્બરની છે. થોડા દિવસો બાદ મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એમ ચંદ્રશેખરનને ફરિયાદ કરી છે.
વૃદ્ધ મહિલા સામે નશામાં ધૂત પુરૂષ મુસાફરે મહિલા મુસાફર પર પેશાબ કર્યો હતો. વૃદ્ધ મહિલા વિમાનના બીઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહી હતી, ઘટના પછી મહિલાએ તુરંત જ વિમાન ક્રૂને જાણ કરી હતી પરંતુ તેઓએ નશામાં ઘૂત યાત્રીને રોકવાની કોશિશ કરી ન હતી એટલું જ નહિ દિલ્હીમાં વિમાન ઉતર્યા પછી તે યાત્રી બે-રોકટોક ત્યાંથી નીકળી ગયો હતો.
આ ઘટના ગત 26 નવેમ્બરની છે. આ ઘટના પ્રકાશમાં ત્યારે આવી જ્યારે આ વૃદ્ધ મહિલાએ ટાટ ગ્રુપના ચેરમેન એમ ચંદ્રશેકરનને આ ઘટનાના સંદર્ભમાં પત્ર લખ્યો. મહિલાએ પત્રમાં લખ્યું કે “ક્રૂ ખૂબ જ સંવેદનશીલ અને આઘાતજનક પરિસ્થિતિનું સંચાલન કરવામાં જરા પણ સક્રિય નહોતું અને પ્રતિસાદ મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોયા બાદ મારે મારા માટે બચાવમાં ઉતરવું પડયું હતું. હું દુઃખી છું કે એરલાઈને આ ઘટના દરમિયાન મારી સલામતી કે આરામ સુનિશ્ચિત કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.”
અહેવાલો અનુસાર, લંચ બાદ ફ્લાઈટમાં લાઇટિંગ ધીમી કરવામાં આવી હતી. કેટલાક લોકોને લાગ્યું કે નશામાં ધૂત વ્યક્તિ વૃદ્ધ મહિલા પર પેશાબ કરી રહ્યો છે. આટલું જ નહીં, આ પછી પણ તે વ્યક્તિ ત્યાં સુધી ખસ્યો ન હતો જ્યાં સુધી અન્ય મુસાફર તેને ત્યાંથી જવાનું કીધું ન હતું. બીજી તરફ મહિલાએ ક્રૂને કહ્યું કે તેના કપડા, ચપ્પલ અને બેગ પેશાબથી લથપથ છે, ત્યારબાદ ક્રૂ મેમ્બરે તેને બીજા કપડાં અને ચપ્પલ આપ્યા અને તેને પોતાની સીટ પર પાછા ફરવા કહ્યું. જ્યારે, દિલ્હીમાં ઉતર્યા બાદ આરોપી મુસાફર કોઈ રોકટોક વગર જ બહાર નીકળી ગયો હતો.
DGCA એ એરલાઈન પાસેથી ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. ડીજીસીએએ જણાવ્યું હતું કે, “અમે એરલાઇન પાસેથી રિપોર્ટ માંગી રહ્યા છીએ અને જો તેઓ બેદરકારી દાખવશે તેમની સામે કાર્યવાહી કરીશું.” એર ઇન્ડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઈટ ન્યૂયોર્કના જોન એફ કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી આવી રહી હતી. આ ઘટના બાદ એર ઈન્ડિયાએ એક એક સમિતિની રચના કરી, છે જેણે આ ઘટનામાં સામેલ પેસેન્જરને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવાની ભલામણ કરી હતી. આ મામલાની તપાસ માટે સરકાર દ્વારા પણ એક સમિતિ રચવામાં આવી છે.