Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસેનાની બસ નદીમાં પડવા પહેલાં જ કૂદી ગયો હતો ડ્રાઇવર અહમદ શાહ,...

    સેનાની બસ નદીમાં પડવા પહેલાં જ કૂદી ગયો હતો ડ્રાઇવર અહમદ શાહ, FIR દાખલ; અકસ્માતમાં 7 જવાનો વીરગતિ પામ્યા હતા, 19ને થઇ હતી ઈજા

    આ અકસ્માત 27 મેના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં બન્યો હતો. બસ પરતપૂરથી ભાડે કરવામાં આવી હતી. જેમાં 26 જવાનો સબ સેક્ટરના ફોરવર્ડ લૉકેશન ખાતે જઈ રહ્યા હતા. દરમ્યાન, જવાનોની બસ અચાનક રસ્તા પરથી ઉતરી જઈને શ્યોક નદીમાં ખાબકી ગઈ હતી.

    - Advertisement -

    બે દિવસ પહેલાં લદાખમાં ભારતીય સેનાના જવાનોને લઇ જતી બસ શ્યોક નદીમાં ખાબકી જતા સાત જવાનોનાં મોત થયાં હતાં તો 19 જવાનોને ઇજા પહોંચી હતી. હવે આ મામલે નવો ખુલાસો થયો છે. રિપોર્ટ્સ અનુસાર, જવાનોની બસ નદીમાં ખાબકી તેની થોડી સેકન્ડ પહેલાં જ બસ ડ્રાઇવર અહમદ શાહ કૂદી ગયો હતો. જે બાદ ગતરોજ (28 મે 2022) અહમદ શાહ વિરુદ્ધ FIR નોંધાવવામાં આવી હતી. 

    નુબ્રા પોલીસ મથકે ભારતીય દંડ સંહિતાની કલમ 279 (ડ્રાઈવિંગમાં બેદરકારી), 337 (કોઈ વ્યક્તિના જીવને જોખમ હોય તેવું કૃત્ય કરવું), 304-A (બેદરકારીના કારણે મોત નીપજવું) હેઠળ FIR દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, આ અકસ્માત 27 મેના રોજ સવારે 9 વાગ્યાના અરસામાં બન્યો હતો. બસ પરતપૂરથી ભાડે કરવામાં આવી હતી. જેમાં 26 જવાનો સબ સેક્ટરના ફોરવર્ડ લૉકેશન ખાતે જઈ રહ્યા હતા. દરમ્યાન, જવાનોની બસ અચાનક રસ્તા પરથી ઉતરી જઈને શ્યોક નદીમાં ખાબકી ગઈ હતી. 50-60 ફુટ ઊંડી ખીણમાં બસ ખાબકી તે પહેલાં તેનો ડ્રાઈવર બસમાંથી કૂદી ગયો હતો. બસમાં સવાર જવાનોને ઇજા પહોંચી હતી તો 7 જવાન વીરગતિ પામ્યા હતા. 

    - Advertisement -

    નુબ્રા પોલીસ મથકના SHO ઇન્સ્પેક્ટર સ્તાન્ઝિન દોરજેએ જણાવ્યું કે, “પ્રાથમિક દ્રષ્ટિએ આ ડ્રાઈવરની બેદરકારીનો કેસ જણાઈ રહ્યો છે.” હિંદુસ્તાન ટાઈમ્સને જણાવતા અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું કે, “ડ્રાઇવર અહમદ શાહે બસ પરનું નિયંત્રણ ગુમાવી દીધું હતું અને બસ 80-90 ફુટ ઊંડી ખીણમાં જઈને પડી હતી. જે બાદ લેહ પોલીસ, સેના અને સ્થાનિકો દ્વારા બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.”

    બચાવકાર્ય બાદ જવાનોને પરતપૂરની ફિલ્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ લેહથી સર્જીકલ ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી. જે બાદ તમામ 19 ઈજાગ્રસ્ત જવાનોને ચંદીગઢ સ્થિત વેસ્ટર્ન કમાન્ડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. 

    એક ટ્વિટમાં ભારતીય સેનાના વેસ્ટર્ન કમાન્ડ દ્વારા જણાવવામાં આવ્યું કે, “પરતપૂરમાં બસ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 19 જવાનોને એરલિફ્ટ કરીને ગ્રીન કોરિડોર મારફતે સારવાર માટે કમાન્ડ હોસ્પિટલ ચંદીગઢ ખસેડવામાં આવ્યા છે. તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને હાલ તમામની હાલત સ્થિર છે.”

    અકસ્માતમાં જીવ ગુમાવનારા જવાનો (તસ્વીર: Live Adalat)

    બીજી  તરફ,ભારતીય સેનાએ અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ જવાનોના પરિવારને જાણ કરી દીધી છે. વીરગતિ પામેલા જવાનોના પાર્થિવ દેહ દિલ્હી લાવવામાં આવશે, જ્યાંથી હવાઈ માર્ગે તમામ જવાનોના દેહ તેમના વતન મોકલવામાં આવશે.

    અકસ્માતમાં વીરગતિ પામેલા જવાનોની ઓળખ સુબેદાર શિંદે વિજયરાવ (મહારાષ્ટ્ર), નાયબ સુબેદાર ગુરદયાળ સહુ (મધ્ય પ્રદેશ), નાયક સંદીલ પાલ (ઝારખંડ), નાયક રામાનુજ કુમાર (બિહાર), નાયક જાધવ પ્રશાંત શિવાજી (મહારાષ્ટ્ર) અને લાન્સ નાયક બપ્પાદિત્ય ખુંટીયા (પશ્ચિમ બંગાળ) તરીકે થઇ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં