Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમુસ્લિમ મહિલાને ચહેરા પરથી બુરખો હટાવવાનું કહેવું પડ્યું ભારે, 55 વર્ષીય ડોક્ટર...

    મુસ્લિમ મહિલાને ચહેરા પરથી બુરખો હટાવવાનું કહેવું પડ્યું ભારે, 55 વર્ષીય ડોક્ટર ગણાશે દુષ્કર્મનો દોષી: વર્ષના અંતમાં મળી શકે છે સજા

    યુકેમાં એક ડોક્ટરે પોતાની વાત સમજવા અને દર્દીને સમજાવવા માટે એક મુસ્લિમ મહિલાને પોતાનો બુરખો ઉતારવાનું કહેતા તેઓ ફસાઈ ગયા છે અને તેમના વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

    - Advertisement -

    ઇંગ્લેન્ડના સ્ટોક-ઓન-ટ્રેન્ટમાં એક ડૉક્ટર મુસ્લિમ મહિલાને તેનો બુરખો હટાવવાનું કહીને તેની સાથે દુર્વ્યવહાર કરવા બદલ દોષી સાબિત થયો છે. એક પેનલે ડૉક્ટરને ગેરવર્તણૂક માટે દોષિત ઠેરવ્યા છે, જેના કારણે ડો. કીથ વોલ્વરસન તેની નોકરી ગુમાવી શકે છે. આ ઘટના 2018 માં રોયલ સ્ટોક યુનિવર્સિટી હોસ્પિટલમાં દરમિયાન બની હતી.

    આ કિસ્સામાં ડૉક્ટરે પોતાની સફાઈ આપતા કહ્યું હતું કે, “મેં આવું કહ્યું કારણ કે તે અંગ્રેજી સમજી શકતી ન હતી. મારી વાતને યોગ્ય રીતે સમજાવવા અને તેમની વાત સમજવા માટે મેં તેને બુરખો ઉતારવા કહ્યું હતું. જેથી હું તેના ચહેરાના હાવભાવ સમજી શકું.”

    55 વર્ષીય ડૉક્ટરે દાવો કર્યો હતો કે તેણે શ્રીમતી ક્યુ તરીકે ઓળખાતી મહિલાને તેનો બુરખો ઉતારવા કહ્યું હતું જેથી તેઓ તેના હોઠ વાંચીને સમજી શકે કે તે મહિલા શું કહેવા માંગે છે, પરંતુ તેને બુરખો કાઢી નાખવાનું કહેવા છતાં તે બુરખો હટાવવા ઇચ્છતી નહોતી.

    - Advertisement -

    ડેઇલી મેઇલ મુજબ, ડો. કીથ વોલ્વરસન 25 વર્ષથી વધુ સમયથી જનરલ ફિજીસીયન તરીકે કામ કરે છે. આ પહેલા તેમનો રેકોર્ડ નિષ્કલંક હતો, પરંતુ તે પછી તેમને 28 ગેરવર્તણૂકના આરોપોનો સામનો કરવો પડ્યો, જેમાં શ્રીમતી ક્યુ સાથે તેમની નિમણૂક સંબંધિત 16 આરોપોનો સમાવેશ થાય છે.

    કીથ વોલ્વરસનને તેના વર્તન માટે મેડિકલ ટ્રિબ્યુનલ દ્વારા સખત ઠપકો આપવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલે કહ્યું કે જ્યારે મહિલા તેનો બુરખો હટાવવા માંગતી ન હતી ત્યારે તેમને આવું કરવાની કોઈ જરૂર નહોતી.

    મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસ (MTPS) પેનલે પૂછ્યું કે એવા કયા ગંભીર સંજોગો હતા કે જેણે મુસ્લિમ મહિલાને બુરખો હટાવવાની પ્રેરણા આપી. પેનલે એ પણ નોંધ્યું છે કે ડો. વોલ્વરસન પણ દર્દીઓ સાથે દુર્વ્યવહાર માટે દોષિત ઠર્યા છે. તેમણે કહ્યું કે જો તેઓ અંગ્રેજી ન જાણતા હોય તો તેઓ તેમને નિરાશ કરે છે.

    પેનલે ચુકાદો આપ્યો છે કે ડોક્ટરે મુસ્લિમ મહિલા સાથે ગેરવર્તણૂક કરી હતી જેથી તે ગેરવર્તણૂક માટે દોષિત છે. આ વર્ષના અંતમાં નક્કી કરવામાં આવશે કે તેને સસ્પેન્ડ કરવામાં આવશે કે હાલના મેડિકલ રજિસ્ટરમાંથી તેને કાઢી નાખવાની સજા કરવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં