Tuesday, April 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'લક્ષ્મી-સરસ્વતી-પાર્વતી સહિત મારા કાર્યક્ષેત્રમાં મેં 100 વર્ષ જૂનાં મંદિર તોડ્યાં છે': DMKના...

    ‘લક્ષ્મી-સરસ્વતી-પાર્વતી સહિત મારા કાર્યક્ષેત્રમાં મેં 100 વર્ષ જૂનાં મંદિર તોડ્યાં છે’: DMKના નેતા ટીઆર બાલુએ જાહેરમાં સ્વીકાર્યું; નિવેદનનો વિડીયો વાયરલ

    બાલુએ સેતુસમુદ્રમ પ્રોજેક્ટના સમર્થનમાં એક સભાને સંબોધિત કરતા આ વાત કહી. રામસેતુને નુકસાન થવાના કારણે હિન્દુવાદી સંગઠનો આ પ્રોજેક્ટની વિરુદ્ધ છે. બીજી તરફ ડીએમકે ઇચ્છે છે કે આ પ્રોજેક્ટ વહેલી તકે શરૂ થાય.

    - Advertisement -

    તમિલનાડુની પાર્ટી DMKના નેતા ટીઆર બાલુએ પૌરાણિક મંદિર તોડ્યા હોવાનું સ્વીકારતો જાહેર નિવેદનનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. પોતાના આ નિવેદન બાદ હવે તેઓ આલોચનાઓનો સામનો કરી રહ્યા છે. આ વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે મારા મતવિસ્તારમાં મે અનેક મંદિર તોડ્યા છે. જેમાં કેટલાક 100 વર્ષથી પણ વધુ જુના હતા. આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી સહીત અનેક લોકોએ તેમનો વિરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શનિવારે તેમનીજ પાર્ટીના નેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને અડવા પર હાથ કાપી નાંખવાની ધમકી આપી હતી.

    અહેવાલો અનુસાર તમિલનાડુની પાર્ટી DMKના નેતા ટીઆર બાલુએ પૌરાણિક મંદિર તોડ્યા હોવાનું સ્વીકારતો જાહેર નિવેદનનો વિડીયો વાયરલ થયા બાદ ભાજપ સહીત અનેક લોકો તેમનો વિરોધ કરી રહ્યાં છે. આ વાયરલ વિડીયોમાં તેઓ કહી રહ્યા છે કે, “મે 100 વર્ષ પુરાણા સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતી મંદિર તોડ્યા છે. આ તમામ મંદિરો જીએસટી રોડ (ગ્રાંડ સદર્ન રોડ) પર હતા, મારા કાર્યક્ષેત્રમાં આવે છે.”

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર આ વીડિયો મદુરાઈમાં એક જાહેર સભાનો જણાવવામાં આવી રહ્યો છે. આ અંગે ટ્વિટ કરીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈએ કહ્યું છે કે ડીએમકેના નેતાઓને મંદિરો તોડી પાડવામાં ગર્વ છે, જ્યારે તેઓ મંદિરોને સરકારના નિયંત્રણમાંથી બહાર કાઢવા માંગે છે. અન્નામલાઈએ તેમના ટ્વિટમાં HR&CE (હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ એક્ટ)ને રદ કરવાની પણ વાત કરી છે.

    - Advertisement -

    બાલુએ સેતુસમુદ્રમ પ્રોજેક્ટના સમર્થનમાં એક સભાને સંબોધિત કરતા આ વાત કહી. રામસેતુને નુકસાન થવાના કારણે હિન્દુવાદી સંગઠનો આ પ્રોજેક્ટની વિરુદ્ધ છે. બીજી તરફ ડીએમકે ઇચ્છે છે કે આ પ્રોજેક્ટ વહેલી તકે શરૂ થાય. આ દરમિયાન કેન્દ્ર સરકારની ટીકા કરતી વખતે તેમણે પોતાના મતવિસ્તારમાં એક પ્રોજેક્ટ માટે મંદિરો તોડી પાડવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “મારા મતવિસ્તારમાં સરસ્વતી મંદિર, લક્ષ્મી મંદિર અને GST રોડ પરના પાર્વતી મંદિર તોડી પાડવામાં આવ્યાં હતા. મેં જ આ ત્રણ મંદિરો તોડ્યા છે. હું જાણું છું કે મને મત નહીં મળે, પણ હું એ પણ જાણું છું કે મને કેવી રીતે મત મળશે. મારા સમર્થકોએ મને ચેતવણી પણ આપી હતી કે જો મંદિરો તોડવામાં આવશે તો મને મત નહીં મળે. પણ મેં તેમને કહ્યું હતું કે બીજો કોઈ રસ્તો નથી.”

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાલુએ પોતાના સંબોધનમાં મસ્જિદનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે મંદિરના વિધ્વંસથી નારાજ થયેલા લોકોને તેમણે આનાથી પણ મોટું અને ભવ્ય મંદિર બનાવવાનું આશ્વાસન આપ્યું હતું અને તેનું નિર્માણ કરાવ્યું હતું. આ અગાઉ ડીએમકેના આજ નેતાએ શનિવારે (28 જાન્યુઆરી, 2023) ધમકી આપી હતી કે જો કોઈ તેમના પક્ષ પ્રમુખ અને તામીલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિનને અડવાનો પ્રયત્ન કરશે કરશે તો તે તેમનો હાથ કાપી નાખશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં