Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતમિલનાડુમાં સેનાના જવાનની હત્યા: નજીવી બાબતમાં DMK કોર્પોરેટર અને તેના સાથીઓએ લોખંડના...

    તમિલનાડુમાં સેનાના જવાનની હત્યા: નજીવી બાબતમાં DMK કોર્પોરેટર અને તેના સાથીઓએ લોખંડના પાઈપ અને સળિયાથી ઢોર માર માર્યો હતો

    તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ પણ આ ઘટના અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે ડીએમકે કાઉન્સિલર દ્વારા એક સૈનિકની હત્યાના સમાચાર સાંભળીને તેઓ ચોંકી ગયા હતા. ડીએમકેના શાસનમાં સૈનિકો તેમના ગામમાં પણ સુરક્ષિત નથી.

    - Advertisement -

    સેનાનો એક જવાન પોતાના જીવનનો એક મોટો હિસ્સો ફરજ પર જીવના જોખમે વિતાવે છે અને વર્ષમાં મળતી રજાઓમાં શાંતિથી ખૂટતી જીંદગીમાં જીવ પરોવવા તે પોતાના પરિવાર પાસે આવે છે, પણ તમિલનાડુમાં સેનાના જવાનની હત્યા કરાઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવે અને તમિલનાડુમાં સેનાના જવાનની હત્યા બાદ હત્યારો DMK કોર્પોરેટર ફરાર થઈ જાય, તે છતાં મુખ્યમંત્રી સ્ટાલિનના ચહેરાની એક રેખા પણ ન બદલાય, તો સ્વભાવિક રીતે સવાલો ઉભા થવાના જ છે.

    અહેવાલો અનુસાર, જીવના જોખમે દેશની રક્ષા કરતા ભારતીય સેનાના જવાન પ્રભુ પરિવાર સાથે શાંતિના કેટલાક દિવસો ગાળવા તેમના વતન આવ્યાં હતા. આ દરમિયાન પ્રભુ અને તેમના મોટા ભાઈને DMK પાર્ટીના કોર્પોરેટર આર ચીન્નાસામી સાથે બોલાચાલી થઈ ગઈ હતી. ત્યાર બાદ ચીન્નાસામીએ 8 જેટલાં મળતિયાઓ સાથે મળીને પ્રભુ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રૂપે ઘાયલ થતા તાત્કાલિક સારવાર કેન્દ્ર લઇ જવામાં આવ્યાં, પણ ટૂંકી સારવાર બાદ જ તેમનું મોત થઈ ગયું હતું. વિચારવા જેવી બાબત તો તે છે કે તમિલનાડુમાં સેનાના જવાનની હત્યા કરનાર DMK પાર્ટીના કોર્પોરેટર હજુ પણ પોલીસની પહોંચથી દુર છે, અને કોંગ્રેસની સહયોગી DMK સરકારના પેટનું પાણી પણ નથી હલ્યું.

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર અને કૃષ્ણાગીરી પોલીસે આપેલી માહિતી મુજબ 8 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રભુ અને તેમના ભાઈ પ્રભાકરનો કોર્પોરેટર ચીન્નાસામી સાથે ઝઘડો થયો હતો. કપડા ધોવા જેવી સાવ નજીવી બાબતે થયેલા આ ઝઘડાનું ઝેર મનમાં ભરી રાખી ચીન્નાસામીએ સમાધાન તો કર્યું, પણ બાદમાં તે બદલો લેવા પોતાના 8 જેટલાં મળતિયાઓ લઈને સેનાના જવાન સહીત બંને ભાઈઓ પર લોખંડના પાઈપ અને સળિયાઓ લઈને તૂટી પડ્યો. જેમાં પ્રભુ ગંભીર રીતે ઘવાઈ ગયા અને ઊંડો માર વાગતા તેમનું મોત નીપજ્યું હતું. નોંધનીય છે કે આ હત્યાકાંડમાં ચીન્નાસામીનો પુત્ર પણ તેના બાપના આ કારસ્તાનમાં શામેલ હતો.

    - Advertisement -

    DMKના શાસનમાં સેનાનો જવાન પણ અસુરક્ષિત: ભાજપ

    આ ઘટના બાદ સ્તાનિક ભાજપમાં પણ રોષ જોવા મળી રહ્યો છે, તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ પણ આ ઘટના અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે ડીએમકે કાઉન્સિલર દ્વારા એક સૈનિકની હત્યાના સમાચાર સાંભળીને તેઓ ચોંકી ગયા હતા. ડીએમકેના શાસનમાં સૈનિકો તેમના ગામમાં પણ સુરક્ષિત નથી. ડીએમકે દેશની સરહદોની રક્ષા કરનારા સૈનિકોના પરિવારોને ધમકાવવા, હુમલો કરવા અને મારવાની હદ સુધી પહોંચી ગયું છે.

    હત્યારો કોર્પોરેટર ચિન્નાસામી પ્રભુના મૃત્યુ પછીથી ફરાર જ છે. તમિલનાડુ પોલીસના જણાવ્યા અનુસાર તેમના પર હુમલો કરનારા લોકોમાં તેમના પુત્ર રાજપાંડી અને ગુરુ સૂર્યમૂર્તિનો પણ સમાવેશ થાય છે. તેમના સિવાય અન્ય આરોપીઓ પણ ચિન્નાસામીના સંબંધીઓ જ હોવાનું કહેવાય રહ્યું છે. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી ચિન્નાસામીના પુત્ર રાજપાંડી સહિત છ લોકોની ધરપકડ કરી છે. અને ચિન્નાસામીની શોધમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં