Tuesday, November 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમારે પ્રજા ધ્વનિ યાત્રા દરમ્યાન નાણાનો વરસાદ કર્યો;...

    કર્ણાટક કોંગ્રેસ પ્રમુખ ડીકે શિવકુમારે પ્રજા ધ્વનિ યાત્રા દરમ્યાન નાણાનો વરસાદ કર્યો; વિડીયો થયો વાયરલ

    માંડ્યા જીલ્લાના બેવીનાહલ્લી પાસે શિવકુમારે કલાકારો પર 500 રૂપિયાની નોટ ઉડાડી હોય એવો એક વાયરલ વિડીયો સામે આવ્યો છે.

    - Advertisement -

    કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી તારીખોની જાહેરાત આજે દિલ્હી ખાતે ચૂંટણી કમીશન કરવાની છે. આ જાહેરાત થાય એ પહેલાં જ કર્ણાટક કોંગ્રેસ વિવાદમાં આવી ગઈ છે અને મામલો એવો છે કે પક્ષની મુશ્કેલીઓ વધી પણ શકે છે. કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડીકે શિવકુમાર (DK Shivkumar) જે વારંવાર વિવાદમાં આવતા હોય છે તેઓ એક વાયરલ વિડીયોમાં નાણાનો વરસાદ કરતાં હોય એવો એક વિડીયો વાયરલ થયો છે.

    ડીકે શિવકુમાર કર્ણાટકના શ્રીરંગાપટનામાં કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવેલી પ્રજા ધ્વનિ યાત્રામાં ભાગ લેવા ગયા હતાં. અહીં માંડ્યા જીલ્લાના બેવીનાહલ્લી પાસે શિવકુમારે કલાકારો પર 500 રૂપિયાની નોટ ઉડાડી હોય એવો એક વાયરલ વિડીયો સામે આવ્યો છે.

    આ વિડીયોમાં જોઈ શકાય છે કે ડીકે શિવકુમાર દ્વારા ઉડાડવામાં આવી હોય એવી 500 રૂપિયાની નોટ લેવા લોકોમાં ધક્કામુક્કી પણ થાય છે. અત્રે એ નોંધનીય છે કે ડીકે શિવકુમારે આ પ્રકારની પ્રવૃત્તિ ત્યારે કરી છે જ્યારે કર્ણાટક વિધાનસભાની અત્યંત મહત્વની ચૂંટણીઓ માથે છે અને ચૂંટણીની તારીખોની જાહેરાત આજે જ નવી દિલ્હીમાં થવાની છે.

    - Advertisement -

    આટલુંજ નહીં પરંતુ તેઓ કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાન છે અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ છે આથી તેમની જવાબદારી ખુબ મોટી છે, તેમ છતાં તેઓ આ પ્રમાણે જાહેરમાં નોટોની વર્ષા કરી રહ્યાં છે.

    ડીકે શિવકુમારે આમ પણ ભૂતકાળમાં અનેક વિવાદો ઉત્પન્ન કર્યા છે. હજી થોડા દિવસો પહેલાં જ તેમણે કર્ણાટક રાજ્યના DGP પ્રવીણ સૂદને નાલાયક કહ્યા હતાં. તેમનો દાવો હતો કે DGP પ્રવીણ સૂદ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારને બચાવી રહ્યાં છે અને પોતાની એટલેકે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વિરુદ્ધ કેસ ઉભા કરી રહ્યાં છે. ડીકે શિવકુમારે પ્રવીણ સૂદને ચેતવણી પણ આપી હતી કે જો ચૂંટણી બાદ રાજ્યમાં કોંગ્રેસની સરકાર આવી તો તેમનાં વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ તેમણે સૂદ પર નન્જે ગૌડા અને ઉરી ગૌડાના નામ પર પ્રવેશ દ્વાર બનાવવા દેવાની અનુમતી આપવાનો પણ આરોપ મુક્યો હતો.

    ડીકે શિવકુમાર કર્ણાટકના મોટા નેતા હોવા ઉપરાંત મોટા ઉદ્યોગપતિ અને ધનપતિ પણ છે. અમુક વર્ષ અગાઉ જ્યારે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલની જીતની શક્યતા નબળી પડી હતી ત્યારે ગુજરાત કોંગ્રેસનાં વિધાનસભ્યોને શિવકુમારના જ રિસોર્ટમાં ખસેડવામાં આવ્યા હતાં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં