Monday, October 7, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતના નકશાનું ‘દિવ્ય’ અપમાન: અખબારે ખોટો નકશો દર્શાવીને પીઓકે પાકિસ્તાનને સોંપી દીધું

    ભારતના નકશાનું ‘દિવ્ય’ અપમાન: અખબારે ખોટો નકશો દર્શાવીને પીઓકે પાકિસ્તાનને સોંપી દીધું

    ભારતના નકશાને ખોટો દર્શાવીને અખબાર 'દિવ્ય ભાસ્કર' ફરીથી ચર્ચામાં આવ્યું.

    - Advertisement -

    ગુજરાતી ભાષાનું જાણીતું અખબાર ‘દિવ્ય ભાસ્કર’ ફરીથી ચર્ચામાં છે. અખબારે ભારતનો નકશો દર્શાવતી વખતે જમ્મુ-કાશ્મીરનો પાકિસ્તાને પચાવી પાડેલો ભાગ અલગ દર્શાવ્યો હતો. ભારતનો ખોટો નકશો દર્શાવીને છેલ્લા થોડા સમયથી વિવાદોમાં ઘેરાયેલું અખબાર ફરીથી વિવાદમાં સપડાયું છે. 

    ‘દિવ્ય ભાસ્કર’ની 22 ઓગસ્ટ 2022ના રોજની આવૃત્તિમાં ઇન્ફોગ્રાફિકમાં ભારતના નકશાને અધૂરો દર્શાવવામાં આવ્યો હતો અને પાકિસ્તાને પચાવી પાડેલો ભાગ અલગ દર્શાવવામાં આવ્યો હતો. ભારતના નકશામાં બાકીનો તમામ ભાગ ભૂખરા રંગમાં દર્શાવવામાં આવ્યો છે, જ્યારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને જુદું દર્શાવવામાં આવ્યું છે. 

    અખબારની મુખ્ય આવૃત્તિના બિઝનેસ પાનાં ઉપર એક ઇન્ફોગ્રાફિક દ્વારા ‘વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત અર્થતંત્ર બનાવવાનું લક્ષ્યાંક, જાણો વાસ્તવિક સ્થિતિ’ શીર્ષક હેઠળ દેશની અર્થવ્યવસ્થાની વર્તમાન સ્થિતિને લઈને આંકડાકીય માહિતી આપી છે. ઉપરાંત, જન્મદર, મૃત્યુદર તેમજ આયુષ્યદર વગેરેની માહિતી પણ આપવામાં આવી છે. જોકે, આ તમામ માહિતી સાથે જે નકશો દર્શાવવામાં આવ્યો છે, તે વાંધાજનક છે. કારણ કે તેમાં પીઓકેને જુદું દર્શાવવામાં આવ્યું હતું.

    - Advertisement -

    જોકે, મીડિયા સંસ્થાન દ્વારા કાશ્મીરનો અડધો નકશો દર્શાવીને પીઓકેને પાકિસ્તાનમાં દર્શાવવાનો કિસ્સો આ પહેલીવાર બન્યો નથી. ભૂતકાળમાં ઇન્ડિયા ટૂડે, સીએનએન, આજતક જેવાં મીડિયા સંસ્થાન તેમજ ગૂગલ, ટ્વિટર જેવી સોશિયલ મીડિયા સાઈટ ભૂતકાળમાં આવું કરી ચૂકી છે. 

    જૂન 2021માં ગૂગલે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને અક્સાઈ ચીનને અલગ પ્રદેશો દર્શાવતો નકશો દર્શાવ્યો હતો. આ ઉપરાંત, જૂન 2021માં જ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે પણ ભારતનો ખોટો નકશો દર્શાવ્યો હતો. જોકે, ટ્વિટર ઘણી વખત આવું કરી ચૂક્યું છે. આ ઉપરાંત, આજતક અને ઇન્ડિયા ટૂડે જેવી ચેનલો પણ લાઈવ શૉ દરમિયાન ભારતનો ખોટો નકશો દર્શાવી ચૂકી છે. 

    ભ્રામક અહેવાલોને સતત ચર્ચામાં રહ્યું છે દિવ્ય ભાસ્કર 

    અખબાર દિવ્ય ભાસ્કર આ મહિને તેના ભ્રામક અને ખોટા અહેવાલોને લઈને સતત ચર્ચામાં રહ્યું છે. અખબારે ગરબા ઉપર GST લાગુ થયો હોવાના ભ્રામક દાવા કર્યા હતા તો હિંમતનગરમાં અન્ય કેસમાં પકડાયેલા હિંદુ વ્યક્તિઓને રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા ગણાવી દીધા હતા. 

    ગરબા કાર્યક્રમો પર આ વર્ષથી GST લાગુ થયો હોવાના ‘દિવ્ય ભાસ્કર’ના દાવા બાદ સરકારે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ગરબાનાં આયોજનો ઉપર આ વર્ષથી કોઈ નવો ટેક્સ લાગુ કરવામાં આવ્યો નથી અને કોઈ પણ વ્યવસાયિક આયોજન માટે 500 રૂપિયા કરતાં વધુની કિંમતની ટિકિટ પર GST લાગુ પડે છે. GST લાગુ થવા પહેલાં સર્વિસ ટેક્સ અને VAT લાગુ કરવાની પ્રથા અમલમાં હતી. 

    આ ઉપરાંત, 4 ઓગસ્ટના રોજ દિવ્ય ભાસ્કરની હિંમતનગર આવૃત્તિમાં ‘હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રા પર હુમલો કરનારા 8 ઝડપાયા’ શીર્ષક હેઠળ સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમાં આઠ હિંદુ વ્યક્તિઓના નામ લખીને તેમણે રામનવમીની શોભાયાત્રા પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. 

    જોકે, અખબારના અહેવાલથી વિપરીત સત્ય એ હતું કે આ આઠ વ્યક્તિઓની ધરપકડ રામનવમીની શોભાયાત્રા પર હુમલો કરવા બદલ કરવામાં આવી ન હતી. પરંતુ રામનવમી પર હુમલા બાદ સર્જાયેલી જૂથ અથડામણ બાદ પોલીસે ટોળા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં