Saturday, April 13, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટDisney+ Hotstar Down: જાણો ઈન્ડિયા VS ઓસ્ટ્રેલીયા મેચ વચ્ચે શા માટે ઠપ્પ...

  Disney+ Hotstar Down: જાણો ઈન્ડિયા VS ઓસ્ટ્રેલીયા મેચ વચ્ચે શા માટે ઠપ્પ થઈ વેબસાઈટ: સોશિયલ મીડિયામાં આવ્યું મીમ્સનું ઘોડાપુર

  ઘણા યુઝરોએ Disney+ Hotstar બંધ થવા પર રમુજ કે પછી ગુસ્સો ઠાલવતી પોસ્ટ કરી હતી. જોકે બંધ થયાના ગણતરીના સમયમાં જ Disney+ Hotstar દ્વારા આ ક્ષતિ સુધારી લેવામાં આવી હતી, અને પ્રસારણ શરુ કરી દેવામાં આવ્યું હતું.

  - Advertisement -

  દુનિયાના સહુથી મોટા ઓટીટી પ્લેટફોર્મમાંના એક ગણવામાં આવતું Disney+ Hotstar આજે બપોરે (17 ફેબ્રુઆરી 2023) અચાનક બંધ થઈ ગયું હતું. ઈન્ડિયા VS ઓસ્ટ્રેલીયા મેચ વચ્ચે Disney+ Hotstar બંધ થતા લાખો ક્રિકેટપ્રેમી વપરાશકર્તાઓને હાલાકી ભોગવવી પાડી હતી. Disney+ Hotstar પર જતાની સાથે જ લોકોને એરર જોવા મળી રહી હતી.

  ઈન્ડિયા VS ઓસ્ટ્રેલીયા મેચ વચ્ચે Disney+ Hotstar બંધ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં ઊહાપો મચી ગયો, પહેલા તો લોકોને લાગ્યું કે માત્ર તેમને જ તકલીફ આવી રહી છે, પણ ધીમે ધીમે ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકોએ સર્ચ શરુ કરતા જોત-જોતામાં #hotstar ટ્રેન્ડ કરવાં લાગ્યું હતું. આટલું જ નહી, થોડી જ વારમાં સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપુર આવી ગયું હતું.

  આ બધા વચ્ચે એક યુઝર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમના ડોમેનની સમયસીમા સમાપ્ત થઈ ગઈ હતી અને Hotstar દ્વારા તેને ફરીથી વધારવામાં આવી હતી. અતુલ કર્માંકારે આ પ્રકારનો દાવો કરતા ટ્વીટ કરી હતી કે, “LOL, કોઈ આશ્ચર્ય નથી કે આખી #Hotstar વેબસાઇટ ડાઉન છે – તેમના ડોમેનની સમય મર્યાદા જ સમાપ્ત થઈ ગઈ છે, અને તેઓએ થોડા સમય પહેલા જ તેને રીન્યુ કરી, આ માટે તેઓ કોઈની હાકલપટ્ટી કરશે?” આ ટ્વીટ સાથે તેમણે એક ડોમિન ઇન્ફોર્મેશન લખેલી એક ફોટો પણ શેર કર્યો હતો. જેમાં BigRock Solutions Ltd ના નવા રીન્યુઅલની તારીખ 17-ફેબ્રુઆરી-2023 બતાવવામાં આવી છે. ઓપઈન્ડિયા તેમના દવાની પુષ્ટિ નથી કરતું.

  - Advertisement -

  જોકે વપરાશકર્તાઓની ફરિયાદ બાદ આને સામાન્ય ટેકનીકલ ખામી ગણાવી હતી અને થોડા સમયમાં જ ફરી તેની સર્વિસ શરુ કરી દેવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં Hotstar પર મીમ્સ અને જોક્સ બનાવીને મૂકી રહ્યાં છે. જેમાંથી કેટલીક રમુજી ટ્વીટ અમે અહી ટાંકી રહ્યાં છીએ.

  નીકોલોજીઈન્ડિયા નામના એક ટ્વીટર હેન્ડલ પરથી એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો, જેના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે, “ડીઝની હોટસ્ટારની ટેકનીકલ ટીમ તેમના સર્વરને ફરી સક્રિય કરવાના પ્રયત્ન કરી રહી છે.” તેમણે શેર કરેલા એવ વિડીયોમાં એક ગાડી પલટી મારી ગયેલી છે જેને તેમણે હોટસ્ટાર સાથે સરખાવી છે, અને એક ક્રેન તે ગાડીને સીધી કરવાના પ્રયત્નો કરી રહી છે, ગાડી સીધી થયા બાદ એકાએક ચાલીને પાસે આવેલા ખાડામાં પડી જતી જોવા મળે છે. આ વિડીયો પાછળ યુઝરનો હેતું તેમણે સ્પષ્ટ કર્યો નથી.

  અન્ય એક અંજલિ નામના યુઝરે લોકપ્રિય ફિલ્મ ફિર હેરાફેરીના એક સીનનો ફોટો શેર કર્યો છે, જેમાં અભિનેતા અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, જોની લીવર અને અન્ય કેટલાક લોકો ભાગતા જોવા મળી રહ્યાં છે, તેમણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ” હોટસ્ટાર ડાઉન થતાની સાથે જ હાલ લોકો ટ્વીટર પર કઈક આ રીતે આવી રહ્યાં છે.”

  અન્ય એક હિમાંશુ જૈન નામના યુઝરે પોતાના ટીવીનો ફોટો શેર કર્યો છે, જેમાં જીઓ ટીવી પર મેચ ચાલતી નજરે પડી રહી છે. તેમણે આ ફોટો મુક્ત લખ્યું કે, “રેસ્ક્યુ માટે આવવા બદલ આભાર જીઓ ટીવી”

  આ મુજબ જ તનીષા સરાણીયા નામના યુઝરે પણ એક રમુજ ભર્યો ફોટો શેર કર્યો હતો, જેમાં એક મેદાનમાં અનેક લોકો અહી-તહી ફરતા જોવા મળી રહ્યાં છે અને એક વ્યક્તિ આરામથી આડો પડીને તે બધાને જોઈ રહ્યો છે, આ ફોટા પર જે વ્યક્તિ આરામથી સૂતેલો છે તેના પર જીઓ ટીવી લખેલું છે અને જે વ્યક્તિઓ આમ તેમ ફરી રહ્યાં છે તેમના પર હોટસ્ટાર, નેટફ્લીક્સ અને અમેઝોન પ્રાઈમ જેવા ઓટીટી પ્લેટફોર્મના નામ લખ્યા છે. આ સાથે જ તનીષા લખે છે કે, “જયારે તમામ લોકો ડાઉન હતા ત્યારે એક માત્ર જીઓ ટીવી અડીખમ ઉભું છે.”

  અન્ય એક હેમંત નામના યુઝરે તો Hotstarને સીધે સીધી સલાહ આપી દીધી હતી કે, “ડીયર Disney+ Hotstar પ્લીઝ અમારી વેબ સર્વિસનો ઉપયોગ કરો, અમે તમારા ડોમિનને સમયસર રીન્યુ કરી આપીશું.”

  આ સિવાય પણ અન્ય ઘણા યુઝરોએ Disney+ Hotstar બંધ થવા પર રમુજ કે પછી ગુસ્સો ઠાલવતી પોસ્ટ કરી હતી. જોકે બંધ થયાના ગણતરીના સમયમાં જ Disney+ Hotstar દ્વારા આ ક્ષતિ સુધારી લેવામાં આવી હતી, અને પ્રસારણ શરુ કરી દેવામાં આવ્યું હતું. જોકે ત્યાં સુધીમાં ટ્વીટર સહીત સોશિયલ મીડિયામાં મીમ્સનું ઘોડાપુર આવી ગયું હતું, અને લોકોએ તેની ખુબ મજા લીધી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં